દારૂડિયો મરવા પડ્યો, પછી ડોક્ટરે 5 લીટર બીયર પીવડાવીને આ રીતે બચાવ્યો જીવ.

વ્યક્તિનો જીવ બચાવવા માટે ડોકટરો એ ૧૫ કેન લગભગ પાંચ લીટર બીયર તેના પેટમાં પંપ કરી. ૪૮ વર્ષના આ વ્યક્તિનું નામ ગુયેન વેન હાટ છે.

અત્યાર સુધી તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આલ્કોહોલ પીવાથી લીવર ખરાબ થઇ જાય છે અને એમ થવાથી વ્યક્તિનો જીવ જઈ શકે છે. પરંતુ વિયેતનામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે. ખાસ કરીને અહિયાં ડોક્ટર્સની એક ટીમ એ મરવા ઉપર આવી ગયેલા એક વ્યક્તિને બીયર પીવરાવીને જીવતો કરી દીધો. બની શકે છે કે એક વખત તો તમે પણ આ વાત ઉપર વિશ્વાસ ન કરો પરંતુ હકીકત એ છે કે વ્યક્તિ નો જીવ બચાવવા માટે ડોક્ટરો એ ૧૫ કેન લગભગ પાંચ લીટર બીયર તેના પેટ માં પંપ કરી. ૪૮ વર્ષના આ વ્યક્તિનું નામ ગુયેન વેન હાટ છે.

આલ્કોહોલ પોઈઝનનો ભોગ હતો વ્યક્તિ :-

મીડિયા રીપોર્ટસ મુજબ આ વ્યક્તિ આલ્કોહોલ પોઈઝનનો ભોગ હતો. ત્યાર પછી તેના ઈલાજ માટે ડોક્ટર્સ પાસે લાવવામાં આવ્યા. ડોકટરોના ઈલાજની આ રીત પછી નવાઈ એ વાતની પણ છે કે શું એવું હોઈ શકે છે? એટલે કે બીયર કોઈનો જીવ બચાવી શકે છે? ખાસ કરી ને બીયર માં ઈથેનોલ મળી આવે છે. ઈથેનોલ, મેથેનોલ ને ઓછું કરે છે. બીયરથી લીવર સાફ થાય છે અને ઇન્ફેકશન ઓછું થાય છે. એટલા માટે ડોક્ટર્સ એ એક એક કલાકમાં બીયરના કેન પંપ કરવાનું શરુ કર્યું અને તેમણે દર્દી ને લગભગ ૧૫ કેન પંપ કર્યા. ત્યાર પછી દર્દીને ભાન આવ્યું.

લીવર એ બંધ કરી દીધું હતું કામ કરવાનું :-

૪૮ વર્ષના ઉયેન વેણ હાટના લોહીમાં મેથેલોનનું પ્રમાણ ૧૧૦ ગણું વધી ગયું હતું. તેવામાં લીવર એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. કેમ કે મેથેનોલનું પ્રમાણ સીધુ લીવર ઉપર અસર કરે છે. આમ તો સમયસર ડોકટરો એ આ અલગ પ્રકારના ઉપચારથી ગુયેનનો જીવ બચાવી લીધો છે. ગુયેન હાલ માં હોસ્પિટલ માંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. તે પોતાના ઘેર છે. ડોક્ટર્સ નું કહેવું છે કે તેના લીવર ની હાલત માં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે.

આ લેખનો અર્થ એ નથી કે લીવરને સાફ કરવા માટે બીયર પીવું. કારણ કે ગુયેન વેન હાટે વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કર્યું હોવાથી બીયર પીવડાવ્યું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.