10 દિવસ સુધી ગણપતિજીને ચઢાવો અલગ-અલગ પ્રસાદ, જાણો તેમના 10 પ્રિય ભોગ.

ગણેશજીને 10 દિવસ સુધી તેમના 10 પ્રિય ભોગ દ્વારા ચઢાવો અલગ અલગ પ્રસાદ, જાણો સંપૂર્ણ લિસ્ટ.

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. અને ગણેશ ચતુર્થીથી લઈને 10 દિવસ સુધી ગણેશ ભક્ત તેમની વિશેષ પૂજા કરે છે. સાથે જ અનંત ચતુર્થીના દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, 10 દિવસ સુધી ગણપતિને અલગ-અલગ ભોગ અર્પણ કરવા જોઈએ. તેનાથી પરિવાર પર કૃપા વરસતી રહે છે. અહીં અમે તમને ગણપતિને પ્રિય એવા 10 ભોગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે આ 10 દિવસોમાં ગણપતિને અર્પણ કરી શકો છો.

આ છે ગણેશજીના 10 પ્રિય ભોગ :

મોદક : મોદક ગણેશજીનો પ્રિય ભોગ છે. એટલા માટે પહેલા દિવસે ગણપતિને મોદકનો ભોગ ધરાવો. નારિયેળ અને ગોળના મોદક તેમને સૌથી પ્રિય છે.

મોતીચૂરના લાડુ : આ લાડુ ગણપતિની સાથે સાથે તેમના વાહન મૂષકરાજને પણ ઘણા પસંદ છે. શુદ્ધ ઘી માં બનેલા મોતીચૂરના લાડુ બીજા દિવસે ગણપતિને અર્પણ કરો.

નારિયેળ ભાત : ત્રીજા દિવસે ગણપતિને નારિયેળ વાળા ચોખા અર્પણ કરો. તે પણ તેમને ખુબ પસંદ છે. નારિયેળના દૂધમાં ચોખાને પકવીને ભોગ ધરાવો.

પૂરણ પોળી : ચોથા દિવસે ભગવાનને ભોગ ધરાવવા માટે પૂરણ પોળી સારા છે. તે ગણપતિનો પ્રસાદ પણ છે. તેને ગણેશજી સમક્ષ અર્પણ કરો.

શ્રીખંડ : ગણેશજીને પૂજનમાં શ્રીખંડ સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે. તમે ઇચ્છો તો શ્રીખંડ સિવાય પંચામૃત અથવા પંજરીનો ભોગ પણ ધરાવી શકો છો. આ ભોગ પાંચમા દિવસે ધરાવો.

કેળાનો શિરો : છઠ્ઠા દિવસે ભગવાનને પાકેલા કેળાનો સીરો ધરાવો. કેળાને મસળીને રવા અને ખાંડમાં મિક્સ કરો. તે ગણપતિને વધારે પસંદ છે.

રવા પોંગલ : સાતમા દિવસે ગણપતિને રવા પોંગલનો ભોગ ધરાવો. તેને રવો એટલે કે સોજી અને મગની દાળને પીસીને બનાવવામાં આવે છે. તેમાં ઘી અને ઘણા બધા મેવા પણ નાખવામાં આવે છે.

પયસમ (ખીર) : આઠમા દિવસે પયસમ બનાવીને ગણપતિને ભોગ ધરાવો. આ વાનગી ખીરનો જ એક પ્રકાર છે. આ ભોગ ગણેશની ઘણો પસંદ છે.

શુદ્ધ ઘી અને ગોળ : નવમા દિવસે ગણપતિને શુદ્ધ ઘી માં પકવેલા ગોળનો ભોગ ધરાવો. તે તેમને ખુબ પસંદ છે. તેમાં ખારેક અને નારિયેળ પણ મિક્સ કરી શકો છો.

છપ્પન ભોગ : દસમા દિવસે ગણપતિને દરેક ગમતી વાનગી ધરાવો. આનું નામ છપ્પન એટલા માટે છે, કારણ કે તેની સંખ્યા 56 હોય છે. આ 56 ભોગોમાં તમે કોઈ પણ વાનગી બનાવી શકો છો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.