સનાતન ધર્મ ના પાયા નો સ્તંભ અવતારવાદ માં જાણો !! ભગવાન વિષ્ણુના દશાવતાર !!

સનાતન ધર્મ નાં મુખ્ય ચાર પાયા છે જેમાં કર્મવાદ, પુનર્જન્મ વાદ, અવતારવાદ, અને મુર્તીપુજા જે આપણે દ્રઢપણે માનીએ છીએ અને જેના કારણે જ સનાતન ધર્મ આજે ટકી શક્યો છે.

તો આવો જાણીએ શ્રી હરીના દશાવતાર વિષે ;

(1) મત્સ્ય અવતાર :

મસ્ત્ય અવતાર ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર છે. તે અવતારમાં વિષ્ણુજી માછલી બનીને પ્રગટ થયા હતા. માનવામાં આવે છે કે એક રાક્ષસે જયારે વેદનો નાશ કરીને દરિયાની ઉંડાઈમાં છુપાવી દીધો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ માછલીના અવતારમાં આવીને વેદોનો ને બચાવી તેને ફરી વાર સ્થાપિત કર્યો.

(2) કચ્છપ અવતાર :

કુર્મ અવતારને ‘કચ્છપ અવતાર’ પણ કહે છે. તેમાં ભગવાન વિષ્ણુ કાચબો બનીને પ્રગટ થાય છે. કચ્છપ અવતારમાં શ્રી હરીએ ક્ષીરસાગરને સમુદ્રમંથનમાં મંદર પર્વતને પોતાના કવચ ઉપર રાખીને સાંચવ્યુ હ્તું. મંથનમાં ભગવાન વિષ્ણુ, મંદર પર્વત અને વાસુકી સર્પની મદદથી દેવતાઓ અને રાક્ષસો ને માર્યા હતા.

(3) વરાહ અવતાર :

વરાહ અવતાર હિંદુ ધર્મ ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુના દસ અવતારમાં ત્રીજો અવતાર છે. આ અવતારમાં ભગવાને સુવરનું રૂપ ધારણ કરીને હીરણયાક્ષ રાક્ષસનો વધ કર્યો હતો.

(4) નરસિહ ભગવાન :

ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ દસ અવતારોમેથી ચોથો અવતાર નરસિહનો છે. આ અવતારમાં લક્ષ્મીપતિ નરસિહ એટલે કે અડધો સિહ અને અડધો મનુષ્ય બનીને પ્રગટ થયા. તેમાં ભગવાનનો ચહેરો સિહનો હતો અને શરીર માણસનું હતું. નરસિહ અવતારમાં તેમણે પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા માટે તેના પિતા રાક્ષસ હિરણ્યકષ્યપૂ નો વધ કર્યો હતો.

(5) વામન અવતાર : ભગવાન વિષ્ણુ નો પાંચમો અવતાર છે વામન, તેમાં ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ બાળકના રૂપમાં ધરતી ઉપર આવ્યા હતા અને પ્રહલાદના પૌત્ર રાજા બલી પાસે દાનમાં ત્રણ પગ ધરતી માગી હતી. ત્રણ પગમાં વામને પોતાના પગથી ત્રણ લોક માપીને રાજા બલીનો અહંકાર તોડ્યો હતો.

(6) પરશુરામ :

વિષ્ણુના અવતારમાં પરશુરામ રાજા પ્રસેનજિતની દીકરી રેણુકા અને ભૃગુવંશીય જમદગ્નિના પુત્ર હતા. દશાવતારોમાં તે છઠો અવતાર હતો. જમદગ્નિના પુત્ર હોવાથી તેમણે ‘જામદ્ગ્ન્ય’ પણ કહે છે. તે શિવના પરમ ભક્ત હતા. ભગવાન શંકરે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને પરશુ શસ્ત્ર આપ્યું હતું. તેમનું નામ રામ હતું અને પરશુ લેવાને કારણે તે પરશુરામ કહેવાયા હતા. કહેવામાં આવે છે તેમણે ક્ષત્રિયોનો ઘણી વાર વિનાશ કર્યો હતો. ક્ષત્રિયોના અહંકારી શાશન થી સંસારને બચાવવા માટે તેમનો જન્મ થયો હતો.

(7) શ્રી રામ

વિષ્ણુના દસ અવતારમાં એક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ છે. મહર્ષિ વાલ્મીકીએ રામની કથા સંસ્કૃત મહાકાવ્ય રામાયણમાં લખી હતી. તુલસીદાસે ભક્તિ કાવ્ય શ્રી રામચરિતમાનસની રચના કરી હતી. રામ, અયોધ્યાના રાજા દશરથ અને તેમની પહેલી પત્ની રાણી કોંશલ્યાના પુત્ર હતા.

(8) શ્રી કૃષ્ણ

યશોદા નંદન શ્રી કૃષ્ણ પણ વિષ્ણુના અવતાર હતા. ભગવત ગ્રંથમાં ભગવાન ક્રષ્ણની લીલાઓ ની વાર્તાઓ છે. તેમણે ગોપાલ, ગોવિંદ, દેવકી નંદન, વાસુદેવ, મોહન, માખણ ચોર, મુરારી જેવા અનેક નામ છે. તેઓ મથુરામાં દેવકી અને વાસુદેવના પુત્રના રૂપમાં પ્રગટ થયા હતા. શ્રી કૃષ્ણનું મહાભારત યુદ્ધમાં ખુબ મોટી ભૂમિકા હતી. તે યુદ્ધમાં અર્જુનના સારથી હતા. તેમની બહેન સુભદ્રા અર્જુનની પત્ની હતી. તેમણે યુદ્ધ પહેલા અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

(9) ભગવાન બુદ્ધ :

ભગવાન વિષ્ણુના દશાવતારોમાં થી એક બુદ્ધ પણ હતા. તેમને ગૌતમ બુદ્ધ, મહાત્મા બુદ્ધ પણ કહેવામાં આવતા હતા. તે બોદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવતા હતા. બોદ્ધ ધર્મ સંસારના ચાર મોટા ધર્મોમાંથી એક છે. તેમનો જન્મ ક્ષત્રીય કુળના શાકય નરેશ શુદ્ધોધનના પુત્રના રૂપે થયો હતો. તેમનું નામ સુદ્ધારર્થ રાખવામાં આવ્યું હતું. ગૌતમ બુદ્ધ પોતાના લગ્ન પછી પુત્ર રાહુલ અને પત્ની યશોધરાને છોડીને સંસારનો મોહ માયા અને દુઃખોમાંથી મુક્તિ અપાવવાના રસ્તે નીકળી પડ્યા હતા.

(10) કલ્કી અવતાર :

કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર માનવામાં આવે છે. કલ્કી પુરાણ મુજબ શ્રી હરીનો ‘કલ્કી’ અવતાર કળીયુગનો અંત પણ થશે. ત્યાર પછી ધરતી ઉપરથી તમામ પાપો અને ખરાબ કાર્યોનો વિનાશ થશે.


Posted

in

,

by