દસમું પાસ સસરો અને અભણ સાસુએ વહુને આપ્યું પ્રોત્સાહન, તો તેણે IAS બની સમાજમાં નામ કર્યું ઉજ્જવળ.

કહેવાય છે કે આ દુનિયામાં જયારે કોઈ કાંઈ કરવાનું વિચારી લે છે, તો ભગવાન પણ તેને સાથ આપવા લાગે છે. જ્યાં એક તરફ સમાજમાં વહુઓ ઉપર થઇ રહેલા અત્યાચારના સમાચાર પેપરમાં સામે આવે છે, અને તે જ સમાજ માંથી  એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ખરેખરમાં લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડવા વાળી છે. ખાસ કરીને હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં એક અભણ સાસુ અને દસમું પાસ સસરાએ વહુને આગળ વધવા માટે એની હિંમત વધારી અને એટલું જ નહિ વહુએ પણ તેમનું નામ સમાજમાં ઉજ્વળ કરી દીધું.

આ કિસ્સો છે કમલા નગર વિસ્તારની શાંતિ નગર સોસાયટીના રહેવાસી મંજુ અગ્રવાલના ઘરનો. એમની વહુ ઘરમાં બાળકોને ભણાવવાનું કામ કરતી હતી. અને કદાચ એ સાસુની ઉંચી વિચારસરણીએ આજે તેમની વહુને એક IAS બનાવી દીધી.

IAS બનાવવામાં આવી રીતે આપ્યો સાસુ સસરાએ સાથ :

જ્યાં એક તરફ લોકો વહુઓ ઉપર મર્યાદા અને તમામ પ્રકારની યાતનાઓ કરે છે, અને એ સમાજમાં એક સાસુ સસરાએ પોતાની વહુને ખરેખર માતા પિતાની જેમ સાથ આપ્યો, અને તેને અભ્યાસ કરવામાં મદદ કરી. જેને કારણે જ તેની વહુ અદિતિએ પહેલા પ્રયત્નમાં જ આઈએએસની પરીક્ષા પાસ કરી છે. જયારે તેમણે આ પરીક્ષા પાસ કરી તો તેની સફળતા વિષે પૂછવામાં આવ્યું, અદિતિએ જણાવ્યું કે મારી સફળતાના સાથી સાસુ મંજુ અગ્રવાલ, સસરા રાજીવ અગ્રવાલ અને પતિ નિશાંત અગ્રવાલ છે.

અદિતિએ પોતાનો સ્કૂલનો અભ્યાસ ગાઝીયાબાદના મોદી નગરની દયાવતી મોદી પબ્લિક સ્કુલ માંથી કર્યો છે. એમાં તેમણે ૧૨ માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. અને ત્યારબાદ જયારે તે કોલેજમાં ગઈ તો તેના મિત્રો દ્વારા એમને એ પ્રેરણા મળી કે તે જીવનમાં કંઈક બનીને દેખાડશે. એપીજે સ્કુલ ઓગ આર્કિટેક એંડ પ્લાનિંગ ગ્રેટર નોએડા માંથી એમણે બીઆર્ક કર્યુ છે.

વર્ષ ૨૦૧૫ માં તેના લગ્ન આગ્રામાં રહેતા નિશાંત સાથે થઇ ગયા. ત્યાર પછી આઈએએસની તૈયારી શરુ કરી હતી. પછી શું હતું? એમણે પહેલા જ પ્રયત્નમાં સફળતા મેળવી લીધી. આઈએએસની પરીક્ષામાં ૨૮૨ મો રેન્ક પ્રાપ્ત કરવા વાળી અદિતિએ જણાવ્યું કે, સિવિલ સર્વિસીસની પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓએ બેઝીક નોલેજ મજબુત કરવું જોઈએ.

આ પરીક્ષા પાસ કર્યા પછી અદિતિનું કહેવું છે કે, તે જયારે કોલેજ જતી વખતે મોદી નગરમાં નાળા પાસે રહેવા વાળા લોકો વિષે વિચારતી હતી, અને દુ:ખી થતી હતી, એમના માટે હવે તે કાંઈક સારું કામ કરશે, જેથી એ લોકોને પોતાની મુશ્કેલીઓથી છુટકારો મળી શકે.

આજે દરેક વ્યક્તિ અદિતિના વખાણ કરી રહ્યા છે. પરંતુ તેની સાથે સાથે તેના સાસુ સસરાના પણ ઘણા જ ગુણગાન ગવાઈ રહ્યા છે. અને હોય જ ને તે ખરેખરમાં ખુબ જ ગર્વની વાત છે. જો દરેક વહુને આવા સાસુ સસરા મળે તો દુનિયાની તમામ દીકરીઓના માં બાપની ચિંતા એમ જ દુર થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.