અમેરિકન પણ સમજી ગયા દાંત માટે દાંતણથી ઉત્તમ કઈ જ નથી, જાણો ક્યા ક્યા દાતણ કરી શકાય

આજ કાલ દાંતોની સફાઈ માટે ટુથપેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે તે આપણા દાંતોની સફાઈ તો કરી દે છે પણ તેના કારણે આપણા પેઢામાં તકલીફ થવા લાગે છે. જયારે દાંત માટે ટુથપેસ્ટની શોધ થઇ ન હતી ત્યારે લોકો તેમના દાંત સાફ રાખવા માટે દાતણનો ઉપયોગ કરતા હતા. દાતણ કોઈ ઝાડની પાતળી ડાળીને તોડીને બનાવનામાં આવતું હતું. જેને દાંતથી કુચડી ને દાંત સાફ કરતા હતા. તેનાથી દાંતમાં મજબુતી તો આવે છે સાથે સાથે મોઢામાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ થઇ જાય છે. આજે પણ ઘણા લોકો દાંતની સફાઈમાં દાતણનો ઉપયોગ કરે છે. આમ તો આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. બધા હવે ટુથપેસ્ટ અને બ્રશનો ઉપયોગ કરવા લાગ્યા છે. આજે અમે તમને દાતણની ઉપયોગીતા અને તેના ઉપયોગ કરવાની રીત વિષે તમને જણાવવાના છીએ.

કેમ દાતણ કરવું – દાતણના ઉપયોગના સૌથી મોટા સમર્થક આયુર્વેદ છે. આયુર્વેદ મુજબ કફ દોષને દુર કરવા માટે રોજ સવારે ઝાડની ડાળીઓ તોડીને બનાવેલા દાતણનો ઉપયોગ સૌથી સારો છે. આજકાલ દાંતની સફાઈ માટે જે ટુથપેસ્ટ ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં કેમિકલ્સ રહેલા હોય છે. તે આપણા દાંતની સફાઈ તો કરી આપે છે પણ તેના કારણે આપણા પેઢામાં તકલીફ થવા લાગે છે. જયારે દાતણનો ઉપયોગ આવી કોઈપણ તકલીફને ઉભી થવાથી રોકે છે. દાતણનો ઉપયોગ ફક્ત દાંતો માટે જ લાભદાયક નથી, પણ દાતણ કરવાથી બનનારી લાળના રસને આપણે થુક્વાને બદલે કાઢી લઈએ તો તેનાથી ઘણી જાતની ઉદરને લગતી સમસ્યાઓ થી પણ બચી જઈ શકાય છે.

તે દાતણ છે ફાયદાકારક –

લીંબડાનું દાતણ – લીંબડામાં એક બેક્ટેરિયા વિરોધી સારવારના ગુણોથી ભરપુર ઔષધી જેવો હોય છે, તેમાંથી બનેલ દાતણ માત્ર દાંતને જ સ્વસ્થ નથી રાખતા પણ પાચન ક્રિયા પણ ઠીક કરે છે. તે સિવાય ચહેરા ઉપર પણ નિખાર આવે છે. લીંબડાનું દાતણ કુદરતી માઉથફ્રેશનર નું પણ કામ કરે છે. તે કરવાથી મોઢામાં દુર્ગંધ નથી આવતી. લીંબડાને વિદેશોમાં ભગવાનનું વરદાનના રૂપમાં જોવામાં આવે છે એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ તત્વોની હાજરી તેનું ખાસ કારણ છે તે કારણ છે કે યુરોપીય દેશોમાં લોકો ટુથ પેસ્ટ ને બદલે લીંબડાનું દાતણનો કરી રહ્યા છે તેની માંગ સતત વધી રહી છે અમેરિકા જેવા દેશો માં બે ડોલર એટલે કે લગભગ ૧૩૫ રૂપિયાનું એક દાતણ વેચાય છે.

બોરનું દાતણ – બોરના દાતણથી નિયમિત દાંત સાફ કરો તો અવાજ ચોખ્ખો અને મધુર થાય છે. માટે જે લોકો આવાજ સાથે જોડાયેલ વિભાગોમાં રસ ધરાવે છે કે તે વિભાગમાં જોડાયેલા છે, તેમણે બોરનું દાતણ નિયમિત રીતે ઉપયોગ કરવો જોઈએ.

બાવળનું દાતણ – આ દાતણ ન માત્ર તમારા દાંતને ચમકાવે છે પણ તમારી બોદ્ધિક ક્ષમતા અને સ્મરણશક્તિ ને પણ વધારે છે. પેઢા અને દાંતોને મજબુતી માટે બાવળનું દાતણ ઘણું લાભદાયક છે.

હવે નીચેની માહિતી રાજીવ દીક્ષિત ભાઈ દ્વારા જણાવાઈ છે તે ખુબ જ ઉપયોગી છે

અહિયાં મહર્ષિ વાગ્ભટ (૩૦૦૦ વર્ષ પહેલા ભારતમાં થયેલ એક સાધુ ૧૩૫ વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા હતા) ના અષ્ટાંગ હ્રદયમ નો કેટલોક ભાગ જોડું છું, જેમાં તેઓ કહે છે કે દાંતણ કરો. દાંતણ કેવું? તો જે સ્વાદ માં કડવા હોય, અને લીંબડા નું દાંતણ કડવું જ હોય છે. અને એટલા માટે તેમણે લીમંડા ના દાંતણ ના વખાણ કર્યા છે. એક બીજું દાંતણ બતાવ્યું છે. મદાર નું, તે સિવાય બીજા દાંતણ વિષે તમણે બતાવ્યું છે ,અર્જુન છે, આંબો છે, જમરૂખ છે, જાંબુ, આવા ૧૨ વૃક્ષો નામ તેમણે બતાવ્યા છે જેના દાંતણ તમે કરી શકો છો.

ચૈતર મહિના ની શરૂઆતમાં ઉનાળા સુધી લીંબડો, મદાર કે બાવળ નું દાંતણ કરવા માટે તેઓએ બતાવ્યું છે, શિયાળા માં તેમણે અમરુદ કે જાંબુ નું દાંતણ કરવાનું જણાવ્યું છે, ચોમાસા માં તેઓએ આંબો કે અર્જુન નું દાંતણ કરવા નું કહ્યું છે. તમે ધારો વર્ષો સુધી લીંબડા નું દાતણ કરી શકો છો . પણ તેમાં એક વાતનું ધ્યાન રાખવું ત્રણ મહીના સતત કર્યા પછી લીંબડા ના દાતણ ને બંધ કરો . તે સમયે મંજન કરી લો.

દંત મંજન બનાવવાની સરળ રીત તેઓએ જણાવી છે, તેઓ કહે છે તમારે ત્યાં રહેલું ખાવાનું તેલ (સરસો નું તેલ, નારિયેળનું તેલ કે કોઈ પણ જે તમે ખાવામાં ઉપયોગ કરો છો તે,રીફાઇન સિવાય) હાજર મીઠું અને હળદર ભેળવી તમે મંજન બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. દાંતણ સૌથી પહેલા સૌથી મોટું શહેર મુબ્માઈ માં મળતું હતું અત્યારે તો ભારત નું કોઈ એવું શહેર નહી હોય કે જ્યાં દાતણ ન મળે.

જતા જતા એક છેલ્લી વાત જયારે રાજીવભાઈ યુરોપમાં ફરતા હતા તો એક વાત જાણવા મળી કે યુરોપના લોકો ના દાંત સૌથી વધુ ખરાબ છે. અને ત્યાં કેવું છે દર બીજા ત્રીજા માણસે એક માણસ દાંતો નો રોગી હોય છે અને સૌથી વધુ સંખ્યા ત્યાં દાંતોના ડોક્ટરો ની જ છે. અમેરિકામાં પણ આજ સ્થિતિ છે. ત્યાં એક ડોક્ટર મને મળ્યો, નામ હતું દો. જુકશર્ણ, મેં પૂછ્યું “તમારે ત્યાં દાંતોના આટલા દર્દી ઓ કેમ છે?” અને આટલા વધુ ડોકટરો કેમ છે? તો તેમણે કહ્યું કે “અહી દાંતોના રોગી એટલા માટે છે કે અમે પેસ્ટ ઘસીએ છીએ ” તો મેં કહ્યું કે ” તો શું ઘસવું જોઈએ?” તો તેમણે કહ્યું કે “અમારે ત્યાં થતી નથી તમારે ત્યાં થાય છે” તો પછી ફરી મેં કહ્યું ” તે શું? તો તેઓએ જણાવ્યું કે “લીંબડા નું દાંતણ તે તમારે ત્યાંથી આવે છે મારા માટે” યુરોપ ના લોકો લીંબડા ના દાંતણ નું મહત્વ સમજે છે અને આપણે જાહેરાત જોઇને “કોલગેટ નું સુરક્ષાચક્ર” અપનાવી રહ્યા છીએ.

આપણા થી મેટા મુર્ખ કોણ હોય. અને અમેરિકા એ લીમડા ઉપર પેટન્ટ લઇ લીધી છે. આ દેશના લોકો દર વર્ષે ૧૦૦૦ કરોડ ટુથ પેસ્ટ નું ઝેર મોઢામાં ફેરવીને પૈસા વિદેશી કંપની ઓને આપી દે છે.અને જો અહિયાં તમે લીંબડા નું દાતણ કરો તો આ ૧૦૦૦ કરોડ દેશના ગરીબ લોકોને મળશે.ખેડૂતોને મળશે જે બિચારા ઓટલા ઉપર બેસીને લીંબડા નું દાતણ વેચે છે. હવે તમે કહેશો બધા લોકો લીંબડા નું દાતણ કરસે તો એક દિવસ લીંબડા ના ઝાડનો નાશ થઇ જશે. તેનો પણ એક ઉપાય છે.

ઘરની બહાર લીંબડા નું ઝાડ ઉગેલું છે તો તેનાથી ૨૦૦ જાતના વાયરસ તમારા ઘરમાં નહી આવે અને એક લીંબડા નું ઝાડ ૧ વર્ષમાં ૧ લાખ રૂપિયાનું ઓક્સીજન આપે છે. જો તમે પ્રતિજ્ઞા કરો કે તમે તમારા દરેક જન્મ દિવસે એક લીંબડા નું ઝાડ વાવીશું. તો (૫૦*૫૦૦૦૦૦ (૧૫ લાખ) : ૭.૫૦ કરોડ તો (સડા સાત કરોડ) ની ઓક્સીજન તમને દેશને દાન કરશો. અને જો કોઈ તમારી પાસે માગી લે કે સાડા સાત કરોડ દેશ માટે આપી દો . તો તમે કહેશો કે નહી. અને આટલા લીંબડા ના ઝાડ હોવાથી દેશમાં વધી રહેલી પદુષણ ની સમસ્યા પણ દૂર થઇ જશે.