રેલવેની આ પોસ્ટ પર એપ્લાય કરવાની આ છે તારીખ અને બીજી જરૂરી જાણકારી

RRB RRC ભરતી 2019 : રેલવેએ કાઢી 1.30 લાખ નવી ભર્તી, 10 પાસ થી લઈને ગ્રેજ્યુએટ સુધીને મળશે તક, 7માં વેતન સાથે મળશે પગાર, જાણો બધું જ વિગતવાર આ લેખમાં માહિતી

મિનિસ્ટ્રી ઓફ રેલવેસ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) એ લગભગ 1 લાખ 30 હજાર ખાલી જગ્યાઓ માટે જાહેરાત (નોટિફિકેશન) કરી છે. આ નોકરી માટે 10 મું પાસ, 12 મું પાસ, ITI હોલ્ડર, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો એપ્લાય કરી શકે છે. એમાં નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC), પેરા મેડિકલ સ્ટાફ, મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી અને લેવલ-1 પોસ્ટ શામેલ છે. બધી પોસ્ટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રોસેસ 28 ફેબ્રુઆરીથી શરુ થશે.

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ : NTPC, પેરા મેડિકલ સ્ટાફ, મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી અને લેવલ-1 પોસ્ટની કુલ 1,30,000 જગ્યાઓ.

કેટેગરી પ્રમાણે RRB ની વેકેન્સી :

RRC-01/2019 : લેવલ 1 પોસ્ટ : ટ્રેક મેન્ટેનર, હેલ્પર, આસિસ્ટન્ટ પોન્ટસ-મેન

RRB/CEN01/2019 : નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી : વૈરિયસ ક્લર્ક, ટાઈપિસ્ટ, કોમર્શિયલ એપ્રેન્ટિસ, સ્ટેશન માસ્ટર

RRB/CEN02/2019 : પેરા મેડિકલ સ્ટાફ : સ્ટાફ નર્સ, હેલ્થ એન્ડ મેલેરિયા ઇન્સ્પેકટર, ફાર્માસીસ્ટ, ECG ટેક્નિકલ

RRB/CEN03/2019 : મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી : સ્ટેનોગ્રાફર, જુનિયર ટ્રાન્સલેટર, ચીફ લો આસિસ્ટન્ટ

વાય મર્યાદા : 1 જુલાઈ 2019 ના આધાર પર RRBs અથવા RRCs ના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

પે એન્ડ એલાઉન્સિસ : બધી પોસ્ટ માટે અલગ અલગ પે સ્કેલ અને એલાઉન્સિસ મળશે. સાતનું પગારપંચ લાગુ પડશે. ( 7th CPC પે મેટ્રિક્સ)

એપ્લિકેશન ફી : જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા, અને SC / ST / એક્સ સર્વિસમેન / PwBDs / મહિલા / ટ્રાન્સજેન્ડર / માઇનોરિટી / આર્થિક રૂપથી પછાત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ભરવાની રહેશે.

સિલેક્શન પ્રોસેસ : કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા પસંદગી થશે.

અગત્યની તારીખો :

RRC લેવલ – 1 પોસ્ટ : ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થવાની તારીખ : 12/03/2019 ના રોજ સવારે 10 વાગ્યે (10 AM)

RRB NTPC 2019 : ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થવાની તારીખ : 28/02/2019 ના રોજ સવારે 10 વાગ્યે (10 AM)

RRB પેરા મેડિકલ સ્ટાફ : ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થવાની તારીખ : 04/03/2019 ના રોજ સવારે 10 વાગ્યે (10 AM)

RRB મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી : ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થવાની તારીખ : 08/03/2019 ના રોજ સવારે 10 વાગ્યે (10 AM)

ઓનલાઇન રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે http://www.indianrailways.gov ડોટ in ની મુલાકાત લો. આ વેબસાઈટ પર જઈ Recruitment સેક્શનમાં જવું. એમાં સંબંધિત બોર્ડ જોવા મળશે. એમાંથી તમારા સંબંધિત બોર્ડ સિલેક્ટ કરી આગળ પ્રોસેસ કરવી. શક્ય હોય તો શરૂઆતના દિવસોમાં જ રજીસ્ટ્રેશન કરી લેવા વિનંતી. અંતિમ દિવસોમાં વેબસાઈટ પર ટ્રાફિક વધારે રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.