દત્તાત્રેય જયંતીનું શું છે મહત્વ? આ મંત્રોના જાપ કરવાથી મળશે વરદાન

ભગવાન દત્તાત્રેય ત્રિદેવોનું સંયુક્ત રૂપ માનવામાં આવે છે. તેમની અંદર ગુરુ અને ઈશ્વર, બંનેનું સ્વરૂપમાં સમાયેલ છે. તેમને ત્રણ મુખ અને છ હાથ છે. સ્વરૂપ ત્રિદેવમય છે. તેમની સાથે કૂતરું અને ગાય પણ દેખાઈ છે. તેમણે પોતાના ચોવીસ ગુરુ માન્યા છે, જેમાં પ્રકૃતિ, પશુ પક્ષી અને માનવ આવે છે.

આમની ઉપાસના ઝડપથી ફળદાયી હોય છે અને તેમનાથી કષ્ટોનો શીઘ્ર નિવારણ થાય છે. આ વખતે ભગવાન દત્તાત્રેય જયંતિ 11 ડિસેમ્બરે છે.

ભગવાન દત્તાત્રેયની પૂજાથી કયો વરદાન મળે છે.

વ્યક્તિ ખોટી સંગતિ અને ખોટ રસ્તાથી બચી જાય છે.

સંતાન અને જ્ઞાન પ્રાપ્તિની કામના પૂર્ણ થાય છે

આમની પૂજાથી વ્યક્તિના ઉપર કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો અસર થતો નથી

વ્યક્તિને જીવનમાં એક માર્ગદર્શક જરૂર મળશે.

આમની પૂજાથી વ્યક્તિના પાપ નષ્ટ થઈ જાય છે.

વ્યક્તિ સન્માર્ગ પર ચાલવા લાગે છે.

કેવી રીતે કરવી ભગવાન દત્તાત્રેયની ઉપાસના?

ભગવાન દત્તાત્રેયના ચિત્ર કે પ્રતિકૃતિની સ્થાપના કરો.

તેમને પીળા ફૂલ કે પીળી વસ્તુ અર્પિત કરો

તેના પછી તેમના મંત્રોનો જાપ કરો

પોતાના કામના પૂર્તિની પ્રાર્થના કરો

થઇ શકે તો આ દિવસે એક સમયે જમી ઉપવાસ કરો

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.