લાઇમલાઈટથી ઘણી દૂર રહે છે શશી કપૂરની પૌત્રી, સુંદરતામાં કરીનાને પણ આપે છે ટક્કર.

સુંદરતામાં કરીના અને કરિશ્માને પણ ટક્કર આપે છે શશી કપૂરની આ પૌત્રી, ફિલ્મી દુનિયાથી રહે છે દૂર. કપૂર કુટુંબ બોલીવુડનું સૌથી જુનું અને ચર્ચિત કુટુંબ છે, તેને ભારતીય સિનેમાનું કુટુંબ પણ કહેવામાં આવે છે. આ કુટુંબની પંચમી પેઢી હાલના દિવસોમાં બોલીવુડમાં પોતાનો જાદુ પાથરી રહી છે. કરીના કપૂર, કરિશ્મા કપૂર અને શાહિદ કપૂર, કપૂર ખાનદાનની પંચમી પેઢી છે. રાજ કપૂરને તેમના આદર્શ માનીને તેના પૌત્ર પોત્રીઓએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને સફળ પણ થયા.

shashi kapoor granddaughter

કરીના, કરિશ્મા તો બોલીવુડની સૌથી સુપરહિટ અને સુંદર અભિનેત્રીઓમાં રહેલી છે જ, પરંતુ આજે અમે કપૂર કુટુંબની તે દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએ, જે સુંદરતામાં તેની પિતરાઈ બહેન કરિશ્મા, કરીના, રીદ્ધીમાંને ટક્કર આપે છે, પરંતુ લાઈમલાઈટથી દુર જ રહે છે. આવો જાણીએ, ખરેખર કોણ છે કપૂર કુટુંબની એ દીકરી.

ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓની યાદીમાં રહેલા શશી કપૂરનું હાસ્યના બધા દીવાના હતા, સાથે જ તેનો ઉત્તમ અભિનય દર્શકોના દિલ જીતી લેતો હતો. આમ તો હવે શશી કપૂરની માત્ર યાદો જ આપણી વચ્ચે રહેલી છે, પરંતુ તેનું આખું કુટુંબ હજુ પણ આપણી વચ્ચે છે. આમ તો આજે અમે વાત કરી રહ્યા છીએ રાજ કપૂરના નાના ભાઈ શશી કપૂરની પૌત્રી શાયરા લોરા કપૂરની. અતિ સુંદર છે શાયરા કપૂર, જુઓ ફોટા.

shashi kapoor granddaughter

શશી કપૂરે વિદેશી અભિનેત્રી જેનીફર કંડેલ સાથે લગ્ન કર્યા હતા. તેનાથી તેને ત્રણ બાળકો કુણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર થયા. શાયરા લોરા કપૂર, શશી કપૂરના દીકરા કુણાલ કપૂરની દીકરી છે. શાયરા દેખાવમાં અતિ સુંદર છે લુક્સની બાબતમાં કરીના, કરિશ્મા અને રીદ્ધીમાંની જેવી જ સ્ટાઇલીશ અને ગ્લેમરસ પણ છે, જે તેને કપૂર કુટુંબના વારસા માંથી મળ્યું છે.

કપૂર કુટુંબ ક્રીસમિસ મીટ ઉપર તે તેના કાકા કરણ સાથે જોવા મળી હતી. બોલીવુડમાં જે કપૂર કુટુંબના કિડ્સનું દ્રશ્ય જોવા મળે છે, તો શાયરા કપૂર કુટુંબ સાથે સંબંધ હોવા છતાં પણ લાઈમલાઈટથી દુર રહે છે. આલિયાના પિતા કુણાલ કપૂરે પણ ફિલ્મોમાં નસીબ અજમાવ્યું હતું. પરંતુ તે ફિલ્મી દુનિયામાં સફળ ન થઇ શક્યા. તેમણે ફિલ્મ આહિસ્તા-આહિસ્તામાં કામ કર્યું હતું, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી અને તે તેની કારકિર્દી ન બનાવી શક્યા.

shashi kapoor granddaughter

કુણાલ કપૂરે રમેશ સિપ્પીની દીકરી શીના સિપ્પી સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન વધુ દિવસો સુધી ન ચાલી શક્યા અને વહેલી તકે બંનેના છૂટાછેડા થઇ ગયા. કારકિર્દીની વાત કરીએ તો કુણાલ કપૂરે ફિલ્મ મેકિંગમાં પણ કારકિર્દી બનાવી હતી, પરંતુ તેના બાળકો તેનો કારકિર્દી બોલીવુડમાં ન બનાવી શક્યા. કહેવામાં આવે છે કે શાયરાને ફિલ્મોમાં કારકિર્દી બનાવવાની કોઈ ઈચ્છા નથી.

આમ તો અમુક ફિલ્મી નિષ્ણાંતોનું માનવું છે કે શાયરા ક્યારે પણ ફિલ્મોમાં આવે તે ઘણી બોલીવુડ સેલેબ્સને ઘણી ટક્કર આપી શકે છે. પરંતુ શાયરાને કેમેરાની નજરથી દુર રહેવાનું જ પસંદ છે, તે ફિલ્મોથી દુર તેની કારકિર્દી બનાવવા માંગે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.