‘પપ્પા’ હવે તમારી સાથે ઘરે પાછી નઈ આવી શકું… અને પપ્પાની આંખો સામે જ દીકરીએ જીવ છોડી દીધો

પપ્પા, મને માફ કરશો. હવે તમારી સાથે ઘેર નહિ આવી શકું અને એટલું જ કહીને પપ્પાની આંખો સામે દીકરી જીવ છોડી ગઈ. પત્ની પણ ન રહી, વાંચો એક પિતાની આપવીતી.

તે પિતાના મન ઉપર શું વીત્યું હશે, જયારે નવા વર્ષના પહેલા દિવસે તેમની આંખો સામે તેની મોટી દીકરી અને પત્ની તરફડી તરફડીને જીવ છોડી ગઈ. અને બીજી દીકરી જીવન અને મરણ સામે ઝઝૂમી રહી હોય. ગાડી ઉપર થયેલો ઘસારો જોવા માટે ઉતરેલા સંજયએ તેની પત્નીની દુવાઓએ તો બચાવી લીધી, પરંતુ દસ મિનીટની અંદર તેનું વર્ષોથી ઉભું કરવામાં આવેલું કુટુંબ રોડ ઉપર પાંદડાની જેમ વિખેરાઈ ગયું. તે હવે પોતાની જાતને દોષ આપી રહ્યા છે કે જો પત્ની અને દીકરીને ગાડી માંથી બહાર નીકળવા માટે રોકી લીધા હોત, તો તે તેની સાથે હોત.

મૂળ સંજય પાનીપત શહેરના રહેવાસી છે. આ સમયે તે પંચકુલાની પાવર કોલોનીમાં પરિવાર સાથે છેલ્લા લગભગ પાંચ વર્ષથી રહે છે. તે ઉત્તર હરિયાણા વીજળી વિતરણ નિગમમાં ખાસ કરીને ઉપ નિરીક્ષકના હોદ્દા ઉપર રહેલા છે. ભાઈની ઓફીસમાં નિવૃત્તિની પાર્ટીનો પ્રસંગ પૂરો કરીને કુરુક્ષેત્રથી પાછા ફરતી વખતે ટપ્પર ટોલ પ્લાઝા પાસે એક ટ્રાલ અને સ્વીફ્ટ ડીજાયર અથડાઈ. તે ગાડીઓ પાછળ સંજયની મારુતિ પણ હતી, સંજયએ બેલેન્સ જાળવીને ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાડી આગળ દીજાયરમાં અથડાઈ ગઈ.

ગાડી ઉપર પડેલા લીસોટાને જોવા માટે બહાર નીકળ્યા. તે બીજી ગાડી વાળા સાથે વાત કરી રહ્યા હતા કે તેની પત્ની એ ગાડી માંથી આવાજ આપ્યો, હું બહાર આવી રહી છું અને સંજયએ તેને બોલાવી લીધી. જેવો તેમણે ગાડીનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળવા લાગી એટલા માં તો અંબાલા ચંડીગઢ હાઈવે ઉપર આવી રહેલી એક મીની બસ એ તેને ટક્કર મારી દીધી અને પત્ની પડી ગઈ. લોહીમાં લથપથ પોતાની પત્ની રોડ ઉપર તરફડતી જોઈને સંજય ગભરાય ગયો. એટલામાં તેનું ધ્યાન ગાડીમાં બેઠેલી બન્ને છોકરીઓ ઉપર પડયું, પરંતુ તે પણ લોહીથી લથપથ હતી.

સંજય બોલ્યો ત્રણેની હાલત જોઈને તેને સમજમાં ન આવી રહ્યું હતું કે હવે શું કરવું. કેમ કે તેની આંખો સામે જ તેના કુટુંબ સાથે આટલી મોટી દુર્ઘટના થઇ ગઈ. ગમે તેમ કરીને ત્યાં રહેલા લોકોની મદદથી તે ત્રણેને લઇ દેરાબસ્સીની સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા, જ્યાં ડોકટરોએ મોટી દીકરી દિવ્યા અને પત્ની સીમાને મૃત જાહેર કરી દીધી. તે ઉપરાંત તેની નાની દીકરી દિશાને ચંડીગઢ જીએમસીએચમાં રેફર કરી દેવામાં આવી. દિશાની પાંસળીઓમાં ફેકચર છે. જમણા હાથમાં ફેકચર છે. તેને ઘણા પ્રકારની અંદરની ઈજા પણ આવી છે.

જણાવી દઈએ કે પહેલી જાન્યુઆરીની સવારે અંબાલા ચંડીગઢ રોડ ઉપર ટપ્પર આવેલા ટોલ પ્લાઝા પાસે રોડ અકસ્માતમાં માં અને દીકરીનો જીવ જતો રહ્યો. દોઢ ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા. અકસ્માતનું મુખ્ય કારણ ઝાકળ અને હાઈવે ઉપર ઉભેલા ટ્રાલ બતાવવામાં આવી રહ્યું છે. જેમના મૃત્યુ થયા છે, તેમની ઓળખ સીમા રાની ૩૮ અને ૧૭ વર્ષની દિવ્યા તરીકે થઇ છે. મૃતકના પતિ સંજય કુમારની ફરિયાદ ઉપર મીની બસ સંચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

સ્થળ ઉપરથી મળેલી જાણકારી મુજબ સૌથી પહેલા અજાણ્યા ટ્રાલની પાછળ જેસીબીએલ કેંટર અથડાયું, તેની પાછળ રાજસ્થાનની એસી બસ, પછી હરિયાણા રોડવેજ બસ, તેની પાછળ અલ્ટો ૮૦૦ કાર, મીની બસ, ટ્રેક્ટર ટ્રોલી, ડિજાયર કાર, ક્ન્ટેનર ટ્રાલ, હિમાચલ રોડવેજની બસ, ઓટો, ટ્રક, તેની પાછળ બોલેરો, ઈન્ડીકા અને આઈ ૧૦ કારો અથડાઈ પડી હતી.