હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દેખાશે નહિ “દયાબેન” આ કારણે છોડ્યો શો

ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્માંના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. શોનું પ્રસિદ્ધ પાત્ર દયા બેનને નિભાવનારી હિરોઈન દિશા વાકાણી શો માં જોવા નહિ મળે. લાંબા સમયથી દિશા શો માંથી ગુમ છે. કહેવામાં આવી રહ્યું હતું કે તે પાછી ફરશે, પરંતુ હવે નક્કી થઇ ગયું છે કે હિરોઈને શો ને છોડવાનો નિર્ણય કરી લીધો છે.

તારક મહેતા ના શો એ દિશાને ઘરે ઘરે ઓળખ અપાવી. દીકરીને જન્મ આપ્યા પછીથી દિશા શો થી દુર હતી. તે ડીલીવરી પછી શો માં પાછા પણ ફર્યા, પરંતુ વચ્ચે વચ્ચે બ્રેક લેતી રહી. બ્રેકને કારણે શો ઉપર ઘણી અસર પડી. સ્પોટબોયના રીપોર્ટના જણાવ્યા મુજબ મેકર્સ અને દિશાએ ફાયનલી નક્કી કર્યુ કે દિશા શો ને છોડી દેશે.

કહેવામાં એ પણ આવી રહ્યું છે, કે શો છોડતા પહેલા તેના ઘણા સ્પેશ્યલ શોટ શૂટ કરવામાં આવ્યા હતા. આ શોટ્સનો શો ની વચ્ચે ફ્લીરની જેમ ઉપયોગ કરવામાં આવશે.

દિશાએ શો છોડવાનું કારણ પોતાનું અંગત કારણ જણાવી રહી છે. દીકરીના જન્મ પછી તે પોતાની ફેમીલીને વધુ સમય આપવા માંગે છે. એ કારણ છે કે દિશા હવે પ્રોફેશનલ લાઈફથી દુર પર્સનલ લાઈફમાં માં ની જવાબદારી નિભાવવાની તૈયારીમાં છે. દિશા વાકાણીના શો માંથી વિદાય કહી દેવા વિષે જયારે સ્ટાર કાસ્ટને પૂછવામાં આવ્યું, તો કલાકારોએ કોઈ કોમેન્ટ કરવાથી ના કહી દીધી.

આમ તો દિશાના શો માં પાછા ફરવાને લઇને હજુ કોઈ ઓફીશીયલ જાહેરાત થઇ નથી. પરંતુ નક્કી માનવામાં આવી શકે છે કે આવનારા દિવસોમાં દયાબેન શો નો ભાગ નહિ રહે. આ શો આખા દેશમાં સૌથી વધારે લોકપ્રિય શો છે. અને જેઠાલાલ અને દયાભાભીનું પાત્ર સૌથી વધારે પસંદ કરવામાં આવતું પાત્ર છે. ઘણા સમયથી દયાભાભી શો માં પાછા ન આવવાને કારણે દર્શકો એમને ઘણા મિસ કરી રહ્યા છે.

આ પહેલા ટપુનું પાત્ર ભજવનાર કલાકાર ભવ્ય ગાંધી શો છોડીને જતા રહ્યા હતા. એના સ્થાને નવા કલાકાર રાજ અનડકટની એન્ટ્રી થઈ હતી. દર્શકો દ્વારા એને આવકારી લેવામાં આવ્યા છે. પણ પ્રશ્ન એ છે કે જો દયા બેનના પાત્ર માટે નવા કલાકારની પસંદગી કરવામાં આવે તો શું દર્શકો એમને પસંદ કરશે? શું તે લોકોનો દિલોમાં પોતાનું સ્થાન બનાવી શકશે? જોઈએ હવે સમય શું પરિવર્તન લઈને આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.