ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કબજિયાતને દૂર કરે છે મંડુકાસન, જાણો એના ફાયદા અને રીત.

ડાયાબીટીસ એક ખતરનાક બીમારી છે. જેને કારણે લોહીમાં શુગરનું લેવલ વધી જાય છે. શુગર કે ગ્લુકોઝ આપણા સેલ્સને શક્તિ આપે છે અને આપના શરીર માટે ઘણું જરૂરી છે. ડાયાબીટીસ થાય ત્યારે સેલ્સ ગ્લીકોઝને ધ્યાન નથી આપી શકતા અને શુગર બ્લડમાં ભળવા લાગે છ. તે કારણે અંગોના ખરાબ થવાની શક્યતા વધી જાય છે.

યોગાસન ડાયાબીટીસને કંટ્રોલમાં કરવા માટે તમને મદદ કરી શકે છે. જો તમે નિયમિત રીતે યોગ કરો છો, તો તેનાથી શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધે છે, તેથી ગ્લુકોઝને લોહીમાં ભળવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. એવો જ એક યોગાસન છે મંડુકાસન. જે ડાયાબીટીસના રોગીઓ માટે રામબાણ ઈલાજ છે. મંડુકાસન વખતે શરીરની આકૃતિ દેડકા જેવી થઇ જાય છે. તેથી તે આસનનું નામ મંડુકાસન છે. તે ઘણી રીતે કરવામાં આવે છે.

યોગ દ્વારા તમે દરરોજની તમારી તકલીફો માંથી રાહત મેળવી શકો છો. નિયમિત યોગ કરવાથી ન માત્ર તમારું આરોગ્ય ઉત્તમ રહે છે પણ તમે ઘણા પ્રકારની બીમારીઓથી પણ બચી શકો છો. મંડુકાસન કે ફ્રોગ પોઝ એક એવું આસન છે.

જે તમારા આખા શરીર માટે ફાયદાકારક છે. આ આસન દ્વારા તમે પેટની સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ વગેરે માંથી છુટકારો મેળવી શકો છો. તે ઉપરાંત આ આસન હાઈ બ્લડ પ્રેશર, પીઠ દર્દ વગેરેમાં પણ ફાયદાકારક રહે છે. આવો તમને જણાવીએ કેવી રીતે કરી શકાય છે આ આસન? અને શું છે આ આસન રોજ કરવાથી ફાયદા?

મંડુકાસન શું છે? :

મંડુકાસન યોગનો જ એક પ્રકાર છે, આ આસનને મંડુકાસન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે આસન દરમિયાન તમારી સ્થિતિ એકદમ દેડકા જેવી થાય છે એટલે જે પોઝીશનમાં દેડકા હોય છે, તમારી પણ બરોબર એવી પોઝીશન થાય છે.

મંડુકાસન દરમિયાન એ પણ ધ્યાન રાખવું કે જો તમે કોઈ સમસ્યા જેવી કે વધુ ઊંચા લોહીના દબાણ, કમર દર્દ, ગરદનનો દુ:ખાવો કે પછી હાર્ટની બીમારીઓ સાથે જોડાયેલા રહો છો, તો તમારે આ આસન ન કરવું જોઈએ કે પછી તમારે આ આસન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

મંડુકાસનને વજ્રાસનની જેમ બેસીને કરવું જોઈએ. જો તમે પહેલી વખત મંડુકાસન કરવા જઈ રહ્યા છો, તો તમારે જાણકારને જરૂર મળવું જોઈએ જેથી તમે આસનના વધુમાં વધુ લાભ ઉઠાવી શકો.

મંડુકાસન કેવી રીતે કરવી :

મંડુકાસન કરવા માટે તમારે સૌથી પહેલા ખાટલા ઉપર કે જમીન ઉપર બેસવું જોઈએ.

ખાટલા ઉપર કમર સીધી કરીને બેસો. ત્યાર પછી તમને બન્ને ગોઠણ ભેગા કરીને પંજા અને એડીઓને નીતંબ પાસે લઇ જાવ.

તમારે એ સ્થિતિ એવી હશે, જેમ કે વજ્રાસનમાં બેસો છો.

ત્યાર પછી તમારે બન્ને હાથની હથેળીઓને એક બીજા ઉપર રાખીને નાભી સુધી લઇ જાવ.

કમરની ઉપરના ભાગને આગળની તરફ જુકાવો. હવે આ સ્થિતિ એકમદ એવી હશે કે તમારા ગોઠણ જમીન ઉપર અને કમર ઉપરની તરફ અને પગની પાછળની તરફ.

હવે તમારે તમારી છાતીને જાંઘ સુધી લઇ જવાની છે અને થોડી વાર એવી સ્થિતિમાં રહો. આશરે 30 સેકન્ડ પછી ધીરે ધીરે વધારી શકો છો.

મંડુકાસનના ફાયદા :

પેટમાં બની રહે છે ગેસની સમસ્યા તે દુર થાય છે.

પેટ સંબંધી સમસ્યાઓ અને બીજા વિકારોને સરળતાથી દુર કરી શકાય છે.

કરોડરજ્જુના હાડકા મજબુત થાય છે.

આ આસનથી તમારા પંજાને શક્તિ મળે છે અને તમારી ઉછળવાની ક્ષમતા વધી જાય છે એટલે તમે થોડી વાર આરામથી થાક વગર ઉછળી(કુદી) શકો છો.

આ આસન કરવાથી તમારા શરીરમાં હલકાપણુંનો અનુભવ થશે અને તમે ઘણા રીલેક્સ અનુભવશો.

શરીરમાં વધી રહેલી વધારાની ચરબીને દુર કરવા માટે મંડુકાસન ઘણા લાભદાયક છે.

સાંધામાં દુ:ખાવાની સમસ્યા હોય કે પછી ટખન, ગોઠણ વગેરેમાં દુ:ખાવો હોય, આ આસન દ્વારા તમામ સમસ્યાઓ માંથી સરળતાથી છુટકારો મળી શકે છે.

સાવચેતીઓ :

જો તમારા પેટ કે આંતરડા સંબંધિત કોઈ ગંભીર સમસ્યા છે, તો મંડુકાસન ન કરો.

સ્લીપ ડિસ્ક, ઓસ્ટીયોપોરોસીસ અને ઓસ્ટીયોપીનિયાના રોગીઓએ ડોક્ટરને પૂછીને જ આસન કરવું જોઈએ.

આસન કરતી વખતે ધ્યાન રાખો કે બન્ને હાથની મુઠ્ઠીઓ સારી રીતે નાભીની આસ પાસ ટકેલી હોવી જોઈએ.