ડાયાબિટીસ માટે દવાઓ કરતા પણ ઉત્તમ છે આ 10 ઘરેલુ ઉપચાર, જલ્દી કરો પ્રયોગ.

ડાયાબીટીસ ચયાપચય વિકારોથી થતો રોગ છે, જે શરીરની ઇન્સ્યુલીન ઉપચાર કરવા કે તેના ઉપયોગની ક્ષમતાને પ્રભાવિત કરે છે, આમ તો ખાવા પીવાનું નિયંત્રિત કરી અને થોડા ઘરેલું નુસખાની મદદથી તેને ઉકેલી શકાય છે.

૧. તુલસી :

તેના માટે રોજ બે થી ત્રણ તુલસીના પાંદડા ખાલી પેટ લો. તમે તેનું જ્યુસ પણ લઇ શકો છો.

૨. ઘઉંના જવારા :

ઘઉંના છોડમાં રોગનાશક ગુણ સમાયેલા હોય છે. ઘઉંના નાના નાના છોડનો રસ અસાધ્ય બીમારીઓને પણ મટાડી શકે છે. તેના રસને ગ્રીન બ્લડના નામથી પણ ઓળખવામાં આવે છે. ઘઉંના જ્વારાનો અડધો કપ તાજો રસ રોજ સવાર સાંજ પીવરાવવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે.

૩. મેથી દાણા :

ડાયાબીટીસના ઉપચાર માટે મેથીદાણાનો ઉપયોગ પણ લાભદાયક રહે છે. એ કારણ છે કે દવા કંપનીઓ પણ મેથીના પાવડરને બજારમાં લાવી છે. ઉપયોગ માટે મેથીદાણાનું ચૂર્ણ બનાવી લો અને રોજ સવારે ખાલી પેટ બે ટી-સ્પુન ચૂર્ણ પાણી સાથે ફાંકી લો. થોડા દિવસોમાં તમને લાભ થયાનો અનુભવ થવા લાગશે.

૪. અળસીના બીજ :

અળસીના બીજમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે પાચનમાં તો મદદ કરે જ છે, સાથે જ ફેટ અને શુગરના અવશોષણમાં પણ મદદરૂપ થાય છે. અળસીના બીજના લોટના સેવનથી ડાયાબીટીસના દર્દીઓમાં શુગરનું પ્રમાણ લગભગ ૨૮ ટકા સુધી ઓછું થઇ શકે છે.

૫. તજ :

તજ ઈંસુલીનની સંવેદનશીલતાને ઠીક કરવા સાથે સાથે બ્લડ ગ્લુકોઝના સ્તરને પણ ઓછું કરે છે. અડધી ચમચી તજ રોજ લેવાથી ઈંસુલીન પ્રત્યે સંવેદનશીલતાને ઠીક કરી શકાય છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

૬. ગ્રીન ટી :

ગ્રીન ટીમાં પોલીફીનોલ્સ ઘણું હોય છે. તે પોલીફીનોલ્સ એક મજબુત એંટીઓક્સીડેંટ અને હાઈપો-ગ્લાઈમિક તત્વ હોય છે, તેનાથી બ્લડ શુગરને મુક્ત કરવામાં સહાયતા મળે છે અને શરીર ઇન્સ્યુલીનનો સારી રીતે ઉપયોગ કરી શકે છે.

૭. નીલબંદટી (બ્લુબેરી) ના પાંદડા :

આયુર્વેદમાં નીલબંદરીના પાંદડાનો ઉપયોગ ડાયાબીટીસના ઉપચારમાં સદીઓથી થતો રહે છે. જર્નલ ઓફ બ્યુટ્રીશન મુજબ તેના પાંદડામાં એંથોસિયાનીડીનસ વધુ પ્રમાણમાં હોય છે. જે ચયાપચયની પ્રક્રિયા અને ગ્લુકોઝને શરીરને જુદા જુદા ભાગો સુધી પહોચાડવાની પ્રક્રિયાને ઉત્તમ કરે છે.

૮. સરગવાના પાંદડા :

સરગવાના પાંદડાને મોરીંગા પણ કહેવામાં આવે છે. તેના પાંદડામાં દૂધની સરખામણીમાં ચાર ગણા વધુ કેલ્શિયમ અને બે ગણા પ્રોટીન મળી આવે છે. ડાયાબીટીસના રોગીઓ દ્વારા સરગવાના પાંદડાનું સેવન ભોજનના પાચનને સારું અને લોહીના દબાણને ઓછું કરવામાં મદદ મળે છે.

૯. કરેલા :

કારેલામાં ઇન્સ્યુલીન પોલીપેપટાઇડ મળી આવે છે, સાથે જ તે એક એવું બાયો-કેમિકલ તત્વ છે. જે બ્લડ-શુગરને ઓછું કરવામાં અસરકારક છે. એટલા માટે પ્રાચીન કાળથી કારેલાને ડાયાબીટીસની ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એક અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત કરેલાનું શાક ખાવ. સારા પરિણામ માટે ખાલી પેટ કારેલાનું જ્યુસ પીવો.

૧૦. લીમડો :

ભલે લીમડાના પાંદડા કારેલાની જેમ સ્વાદમાં કડવા હોય છે, પરંતુ બીમારીઓના ડોક્ટર કહેવાતા લીમડાના ઇન્સ્યુલીન રસેપ્ટર સેંસીટીવીટી વધારવા સાથે સાથે શિરાઓ અને ધમનીઓમાં લોહીના પ્રવાહને સુચારુ કરે છે અને હાઈપો ગ્લાય્કેમીક ડ્રગ્સ ઉપર આધાર રાખવાથી પણ બચાવે છે. લીમડાના પાંદડાનું જ્યુસ રોજ સવારે ખાલી પેટ લેવાથી ડાયાબીટીસમાં ઘણો લાભ થાય છે.

૩ દિવસમાં ડાયાબીટીસને મૂળ માંથી દુર કરી દે છે જવ, બસ ખાવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ. જાણવા અહી ક્લિક કરો >>>>> ૩ દિવસમાં ડાયાબીટીસને મૂળ માંથી દુર કરી દે છે જવ, બસ ખાવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ

10 રૂપિયાની આ વસ્તુ ડાયાબિટીસ છે અદભુત દવા જાણો ડાયાબીટીસ માટે શું કરવા ઉપાય જાણવા અહી ક્લિક કરો >>>>> 10 રૂપિયાની આ વસ્તુ ડાયાબિટીસ છે અદભુત દવા જાણો ડાયાબીટીસ માટે શું કરવા ઉપાય

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.