કોઈ પણ અંગ દાઝી જવા ઉપર આ ઉપચાર થી બળતરા તરત બંધ થઇ જશે અને ફોલ્લા નહીં પડે

 

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે.તો મિત્રો આજના આર્ટિકલનો વિષય છે ચામડી ના દાઝવાનો ઈલાજ.

દાઝવાની ઘટનાઓ સામાન્ય જીવનમાં અવાર નવાર સાંભળવામાં આવે છે. ક્યારેક ક્યારેક જાણે અજાણ્યે દાઝવા ના અનુભવથી લગભગ મોટાભાગના લોકો પસાર થઇ ચુક્યા હશે.દાઝવાનું કારણ આગ,ગરમ વસ્તુને અડકવું,ગરમ તળેલા પદાર્થો પડવા વગેરે હોઈ શકે છે. નાની ઉંમરમાં બેદરકારી ને કારણે હંમેશા દાઝવાની ઘટના બની જાય છે. મહિલાઓને રસોડામાં કામ કરતી વખતે નાની મોટા દાઝવાના ઘા લગતા રહે છે.

દાઝવાથી ચામડીને કેટલું નુકશાન થયું છે તેના ઉપર ઇલાજનો આધાર છે. જો ફક્ત ઉપરની ચામડી ઉપર થોડું જ દાઝેલ છે તો બે ત્રણ દિવસ બળતરા થઈને સારું થઇ જાય છે. થોડું વધુ દાઝેલ હોય તો ફરફોલા થઇ જાય છે જે દુખાવો કરે છે. સારું થવામાં એક બે અઢવાડિયા થઇ શકે છે દાઝવાનું નિશાન પણ થઇ શકે છે.

દાઝવા ઉપર ઘરેલુ ઉપચાર કરવાથી બળતરા,દુખાવો,ફરફોલા બનવા અને નિશાન બનવા થી બચી શકાય છે. જો તમારા ઘરમાં કોઈ માણસ દાઝી જાય ભલે દૂધથી દાઝી ગયું હોય કે રસોઈ ગેસથી, તો તમારે સૌથી પહેલા તેમના માટે આ વાતનું ધ્યાન રાખવાનું છે,કે તેને ફરફોલા ન પડે. કેમ કે ફરફોલા પડી ગયા પછી કોમ્પલીકેશન ખૂબ જ વધારે વધી જાય છે.

તેના માટે તમે બટેટાનો ઉપયોગ કરી શકો છો,તમે છાલ ઉતાર્યા સિવાયના બટેટા ને ધોઈ લો,અને તેને વાટીને તેની ચટણી બનાઓ. હવે શરીરમાં જે જગ્યાએ તમને બળતરા નો અનુભવ કરો છો,તે જગ્યાએ તમે તેને લગાડી દો.

આ પદ્ધતિ દાઝવા પછી જેટલી ઝડપથી કરી શકો તેટલી કરો. નહીતો જો વધુ સમય થશે તો શરીરમાં ઘાવ બની જશે.
જેવા તમે બટેટાની ચટણી લગાવી લેશો તેનાથી તમારા દર્દીને રાહત મળશે એટલે કે તેને બળતરા ઓછી થવા લાગશે,અને સૌથી મોટી વાત કે આ ફરફોલા બનવા નહિ દે. અને દર્દીને સારું કરી દેશે.

અમુક ઘરેલુ ઉપાય

1-દાઝવાની જગ્યાને ચોખ્ખા અને ઠંડા પાણી થી ધુઓ.

2-બળતરાને ઓછી કરવા માટે બટેટા વાટીને લેપ લગાડો. તેના ઉપયોગથી ઘણી રાહત મળે છે.

3-દાઝવાની જગ્યા ઉપર તુલસીના પાંદડાનો રસ લગાડવાથી ડાઘ-ધબ્બા ઓછા નજરે પડે છે.

4-પિતળની થાળીમાં સરસોનું તેલ અને પાણીને લીંબડાના પાંદડા સાથે મિલાવીને દાઝેલા ભાગ ઉપર લગાવવાથી ખૂબ જ જલ્દી આરામ મળે છે.

5-કાળા તલ ને વાટીને દાઝેલા ભાગ ઉપર લગાવવાથી બળતરા અને ડાઘ-ધબ્બા થી છુટકારો મળે છે.

6-આગથી દાઝવા ઉપર મેથીના દાણા ને પાણીમાં વાટીને લેપ કરવાથી બળતરા દૂર થાય છે અને ફરફોલા નથી પડતા.

7-શરીર ના કોઈ પણ દાઝેલા અંગ ઉપર સિરસના પાંદડા ચોળવાથી ફાયદો થાય છે.

વિડીયો