સીએમ ના કાર્યક્રમ માં DSP પિતા એ SP દીકરી ને જોઇને કરી સેલ્યુટ, કહ્યું-જય હિન્દ મેડમ

“મારા માટે તે ઘણું મહત્વ ધરાવતું ન હતું, જે સોશિયલ મીડિયા ઉપર એક ઘણો મોટો મુદ્દો બની ગયો. ડ્યુટી ઉપર હું જ્યારે પણ તેને (મારી દીકરી) જોઉં છું તો સલામ કરું છું. પરંતુ ઘરમાં અમે બન્ને બાપ દીકરી હોઈએ છીએ.” આ શબ્દ એ પિતાના છે જેની સેલ્યુટ મારવાની વાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે. ખાસ કરીને વાત સાંભળવામાં ઘણી સરળ છે, પરંતુ વાંચવાથી દરેક પિતા-પુત્રીની આ જોડી ઉપર ગર્વ અનુભવી રહ્યા છે. એક પિતા છે જે ડીસીપી છે અને દીકરી એસપી. આ પરિવાર તેલંગાનાનું છે.

કોઈ પણ દીકરી માટે તેના પિતા જ પહેલા હીરો હોય છે. તે પોતાની દરેક સમસ્યાના ઉકેલ માટે, સમર્થન માટે, પ્રેરણા માટે પોતાના પિતા તરફ જ જુવે છે. અને કોઈ પણ પિતા માટે તેનાથી વધુ ગર્વની બીજી વાત શું હોઈ શકે છે, જયારે તેની દીકરી જીવનમાં સફળતા મેળવવા માટે તેનાથી પણ આગળ નીકળી જાય છે. થોડા એવા દ્રશ્યો તેલંગાનામાં જોવા મળ્યા, જયારે ડીસીપી પિતાએ ગર્વ સાથે પોતાની દીકરીને સલામી આપી અને તે પણ હજારો લોકોની ભીડની સામે. પિતા-પુત્રી વચ્ચે પ્રેમ અને સન્માનને દર્શાવતી આ પળ ખરેખર ઘણી પ્રેરણાદાયક છે.

હૈદરાબાદ પાસે કોંગરા-કલાંમાં તેલંગાનાની રૂલીંગ પાર્ટી ટીઆરએસની એક જનસભા થઇ રહી હતી. ત્યાં વર્દીમાં સજ્જ એક ડીસીપી પિતાએ જયારે પોતાની એસપી દીકરીને સલામી આપી, તો ત્યાં રહેલા હજારો લોકોના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. એ વ્યક્તિ બીજા કોઈ નહિ રાશાકોડા કમિશ્નરીના મલકાનગરીના ડેપ્યુટી કમિશ્નર ઉમા મેહશ્વરા શર્મા હતા, જે આવતા વર્ષે નિવૃત્ત થવાના છે. તેમણે સબ ઇન્સ્પેકટરની નોકરીથી શરૂઆત કરી અને ૩૦ વર્ષ સુધી સેવા આપ્યા પછી ડીસીપી પદની સફર નક્કી કરી.

તેની દીકરી સિંધુ શર્મા હાલના સમયમાં તેલંગાનાના જગતીયાલ જીલ્લામાં પોલીસ અધિક્ષક (સુપરિન્ટેન્ડેન્ટ) ના હોદ્દા ઉપર રહેલા છે. તેની દીકરીની આઈપીએસ તરીકે પસંદગી ચાર વર્ષ પહેલા જ થઇ. ૨૦૧૪ ની બેચના આઈપીએસ અધિકારી સિંધુ પોતાના પિતાને જ પોતાના આદર્શ માને છે, અને તેના જ પગલે ચાલીને તેણે પોલીસ સેવા જોઈન કરવાનો નિર્ણય કર્યો. જયારે બન્ને પિતા અને દીકરી તેલંગાના રાષ્ટ્ર સમિતિના કોંગારા-કાલાં વિસ્તારમાં એક સમારંભમાં સામ સામે આવ્યા તો પિતાએ ગર્વ સાથે દીકરીને સલામી આપી.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, કે તે પહેલી વખત જયારે એક પબ્લિક સમારંભમાં સૌની સામે આવ્યા અને તેમણે તે કર્યુ જે હંમેશા કરે છે. આમ તો આ પહેલી વખત નહિ જયારે તેમણે પોતાની દીકરીની સામે હાજર થવાની તક મળી છે. તે જ્યારે પણ ડ્યુટી દરમિયાન પોતાની દીકરીની સામે આવે છે તો સલામી આપે છે, અને પોતાના કર્તવ્યનું પાલન કરે છે. અને જયારે ઘરે હોય છે તો પોતાના સંબંધ એક સામાન્ય બાપ દીકરી વાળા હોય છે.

આ આખી ઘટના ઉપર પિતા ઉમા મહેશ્વરા શર્માએ તે પળ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું, આ પ્રોગ્રામમાં ડીસીપી હોવાને કારણે મારી સિક્યુરિટીમાં ડ્યુટી લાગી હતી, કેમ કે સીએમ આવવાના હતા. દીકરી ત્યાં પહેલેથી જ પહોંચી ગઈ હતી. તે સામે આવતા જ મારા હાથ સેલ્યુટ માટે ઉઠી ગયા. તેના વિષે અમે ક્યારેય વિચાર્યુ નહિ, ન ક્યારેય વાત કરી. તે પળ હતી બસ વીતી ગઈ.

ડીસીપી ઉમા મહેશ્વરા શર્મા કહે છે, કે અમે બન્ને જ અમારી ડ્યુટી કરી રહ્યા હતા. પરંતુ અમને ખબર ન હતી કે આ પળ કોઈ રેકોર્ડ પણ કરી રહ્યા છે. જયારે અમે સામે આવ્યા તો અમે ધ્યાનમાં પણ ન લીધું કે સામે દીકરી છે. તે મારાથી ઉચ્ચ અધિકારી છે. તે આઈપીએસ છે અને હું ડીસીપી, તો મારે તેને સલામી આપવાની જ હતી. એક પિતા માટે આ પળ ઘણો ગર્વ કરવાવાળી હોય છે. દરેક પિતાની ઈચ્છા હોય છે કે એમને એમના બાળકોના નામથી ઓળખવામાં આવે.

સ્થાનિક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુંમાં એસપી સિંધુ શર્મા કહે છે, અમારા બન્ને માટે એ ઘણી સામાન્ય એવી પળ હતી. એક બીજાને જોઇને પ્રભાવિત તો થયા હતા. પરંતુ એ વાતનો આનંદ પણ છે કે વર્દીને ઓળખવાની એક પરંપરા છે, તેને જાળવી રાખી શક્યા. સિંધુ જણાવે છે કે પિતા આવતા વર્ષે નિવૃત્ત થઇ રહ્યા છે અને કામ કરવાની આ સારી તક હતી. બીબીસીએ જયારે સિંધુ સાથે સંપર્ક કર્યો તો તેમણે વધુ વાત ન કરી. બસ એટલું કહ્યું આ ઘણી ભાવનાત્મક પળ હતી, પરંતુ તેના તરત પછી જ અમે અમારા કામ ઉપર પાછા ફર્યા.

ડીસીપી શર્મા જણાવે છે કે તે પળનો કોઈ વિડીયો તેની પાસે નથી. તો પછી આ વાયરલ સમાચાર વિષે તેને કેમ ખબર પડી? એ પ્રશ્નના જવાબમાં ડીસીપી શર્મા કહે છે, રવિવારની સવારે નાસ્તાના ટેબલ ઉપર બન્ને બાપ દીકરી નાસ્તો કરી રહ્યા હતા, તે સમયે પેપરમાં એ સમાચાર વાંચ્યા. પરંતુ ન તો દીકરીએ તેની ઉપર કાંઈ કહ્યું અને ન તો મેં કોઈ પ્રશ્ન પૂછ્યો.