દુનિયામાં એક એકથી ચડિયાતા ચમત્કાર જોવા મળે છે, પછી તે કુદરતના હોય કે પછી કૃત્રિમ. પરંતુ આજે અમે તમને એક એવા ચમત્કાર વિષે જણાવી રહ્યા છીએ, જે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. અમે વાત કરી રહ્યા છીએ કટની શહેરના મોટા સિદ્ધ પીઠ મંદિરની.
આ સ્થળે શિવલિંગમાં વિરાજેલા ભગવાન ભોળેનાથની અપાર કૃપા ભક્તો ઉપર ૨૦૦ વર્ષથી વરસી રહી છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે અહિયાંના શિવલિંગનો સ્પર્શ એક મડદાનો કરાવતા જ તે જીવતું થઇ ગયું હતું. લોકોએ આ ચમત્કાર પોતાની આંખોથી જોયો હતો. ગાઢ જંગલ માંથી પ્રગટેલા સ્વયં ભૂ શિવલિંગના આ મંદિરમાં અસંખ્ય રહસ્યો છુપાયા છે.
આવી રીતે અસ્તિત્વમાં આવ્યું મંદિર : કટની શહેરના વિશ્વકર્મા પાર્કમાં આવેલું છે આ પ્રાચીન શિવ મંદિર. આ મંદિરને શ્રધાળુઓ મધઈ મંદિરના નામથી ઓળખે છે. મંદિરના પુજારી શ્રીરામકૃષ્ણાચાર્ય મહારાજના જણાવ્યા મુજબ લગભગ ૨૦૦ વર્ષ પહેલા આ મંદિર અસ્તિત્વમાં આવ્યું. એક ભક્તના સપનામાં ભગવાન ભોળેનાથ આવ્યા અને જમીન માંથી પ્રગટ થયા.
આ છે ગજબનું રહસ્ય : મધઈ મંદિરના પુજારી શ્રીરામકૃષ્ણાચાર્યના જણાવ્યા મુજબ મંદિરના ઘણા એવા સત્ય સામે આવ્યા છે, જે ભગવાન ભોળેનાથની કૃપાનું પ્રમાણ છે. ૧૧૬ વર્ષ પહેલા મેહર વિસ્તારમાં ગામ પોડીના રહેવાસી વૈજનાથ સિંહનું મૃત્યુ થઇ ગયું હતું. પરંતુ તેના પુત્રના સપનામાં ભોળેનાથ આવ્યા અને તેને મંદિરે લઈને આવવા કહ્યું. તે મડદાને લઈને કુટુંબ વાળા મદિરે પહોંચ્યા અને ભગવાનના દરબારમાં સુવરાવ્યા તો એક કલાકની અંદર તે જીવતા થઇ ગયા. ત્યાર પછીથી તેમણે આખું જીવન ભગવાનની સેવામાં પસાર કર્યુ. તેની સાથે જ લોકોના ઘણા અસાધ્ય રોગો શિવજીની કૃપાથી સારા થઇ ગયા. આજે પણ લોકો પોતાની અરજ લઈને બાબાના દરબારમાં પહોંચે છે.
પુજારી બિહારી મહારાજએ જણાવ્યું કે આ શહેરનું સૌથી જુનું શિવ મંદિર છે. વર્ષ ૧૮૧૭ માં એક શિવભક્તના સપનામાં ભોળાનાથ આવ્યા અને કહ્યું કે હું આ જંગલમાં છું. શિવલિંગનું ખોદકામ કરાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરાવો. શિવ ભક્તે સપના વિષે પરિવાર વાળા સહીત ગામના લોકોને જણાવ્યું. ત્યાર પછી જમીનને ખોદીને શિવલિંગ કાઢવામાં આવ્યુ અને સ્થાપના કરવામાં આવી.
નાના મંદિરમાં વિરાજેલા ભગવાન ભોળેનાથની ૧૯૫૦ માં કૃપા વરસી અને મંદિરએ મોટું સ્વરૂપ ધારણ કર્યુ. મધઈ મંદિરના સર્વરાહકાર ગોયનકા પરિવાર દ્વારા મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો. ખાસ નકશીવાળું મંદિર તૈયાર થયું અને ફરી પુનઃ ભોળેનાથની મોટા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.