મંગળ ગ્રહ પર મળી ‘ડેડ બોડી’, વૈજ્ઞાનિકોનો દાવો – ત્યાં જીવન છે એના પુરાવા મળ્યા

મંગળ ગ્રહ પર અમેરિકાના વૈજ્ઞાનિકોને ડેડ બોડી મળી છે. એનું માથું છે, શરીર છે, પગ છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સહીત દુનિયાભરના વૈજ્ઞાનિક આ ડેડ બોડીના ફોટાનું અધ્યયન કરી રહ્યા છે. જેથી ખબર પડી શકે છે શું હકીકતમાં મંગળ ગ્રહ પર જીવન હોવાના પુરાવા છે?

ક્યાં ચાલી રહ્યું છે અધ્યયન?

અમેરિકાની ઓહાયો યુનિવર્સીટીના જંતુ વિજ્ઞાની અને અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે જોડાયેલા ડૉ. વિલિયમ રોમોસરે આ અધ્યયન કર્યું છે. સાથે જ એમણે દાવો કર્યો છે કે, મંગળ ગ્રહ પર જીવનના પુરાવા મળ્યા છે. એમણે પોતાના આ અધ્યયન વિષે ઈન્ટરનેશનલ એન્ટોમોલોજી કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

કયા આધાર પર કહી રહ્યાં છે કે, મંગળ પર જીવન છે?

ડૉ. રોમોસર ઘણા વર્ષોથી મંગળ ગ્રહના ઓનલાઈન ફોટાની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન એમણે ઘણી વાર જાનવરો જેવા આકારના ઉદાહરણ મળ્યા છે. તેમને આ ફોટા માર્સ રોવર પાસેથી મળ્યા છે.

સાંપ, માખીઓને મળતી આવે છે મંગળની આકૃતિઓ :

ડૉ. વિલિયમ રોમોસર અનુસાર મંગળ ગ્રહ પરના મળેલા ફોટા પરથી ખબર પડે છે કે, ત્યાં એવી આકૃતિઓ જોવા મળે છે, જે માખીઓ અને સરકતા જીવ જેવા કે સાંપની આકૃતિઓ સાથે મેળ ખાય છે.

શું સાચે મંગળ ગ્રહ પર જીવન છે?

ડૉ. વિલિયમ રોમોસરનો દાવો છે કે, મંગળ ગ્રહ પર જીવનના પુરાવા અવશેષોના રૂપમાં રહેલા છે. અને જીવિત જીવ-જંતુઓ પણ હોઈ શકે છે. એમાંથી અમુકની પાંખો હતી. તે ફફડતા પણ હતા. અમુક સ્ટ્રક્ચર્સમાં ગ્લાઈડિંગ અને ઉડવાની ક્ષમતાના પુરાવા પણ મળી આવ્યા છે.

 

મંગળ ગ્રહ પર જરૂરી ઉર્જા સ્ત્રોત હાજર છે કે?

ડૉ. રોમોસરે કહ્યું કે મંગલ ગ્રહ પર ઘણી પગ વાળી આકૃતિઓ પણ મળી છે. જયારે મંગળ પર મોકલેલા રોવર્સ અને ખાસકરીને ક્યુરિયોસિટીએ જૈવિક ગતિવિધિઓના સંકેત શોધવાના શરુ કર્યા, તો એમના મોકલેલા ફોટામાં સરીસૃપ વર્ગના જીવોના સ્વરૂપ પણ મળ્યા.

 

ભવિષ્યમાં શું જીવન સંભવ છે?

ક્યુરિયોસિટી રોવર દ્વારા લેવામાં આવેલા ફોટામાં કરોળિયા, વંદા જેવા ઘણા આર્થોપોડ જીવોના સંકેત પણ મળ્યા છે. ડૉ. વિલિયમ રોમોસરે કહ્યું કે, આ આકૃતિઓનું સ્વરૂપ ભવિષ્યમાં મળવાવાળી ગહન જાણકારીના આધાર પર બદલાઈ પણ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.