શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં ખાંસી અને ઉલટી થયા પછી નાગાલેંડની યુવતીનું મૃત્યુ, કાનપુરમાં ઉતારવામાં આવ્યું શબ.

દુ:ખદ, નાગાલેંડની યુવતીનું શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં ખાંસી અને ઉલટી થયા પછી મોત, કાનપુરમાં ઉતારવામાં આવ્યું તેનું શબ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

કાનપુર, નવી દિલ્હીથી દિમાપુર જઈ રહેલી શ્રમિક સ્પેશીયલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી નાગાલેન્ડની 23 વર્ષીય યુવતીનું ખાંસી અને ઉલટી થતાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. ટ્રેન કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પહોંચતાંની સાથે જ મહિલાનું શબ અને તેના પિતરાઇ ભાઇ અને મિત્રને ઉતારવામાં આવ્યા. તે હિમાચલ પ્રદેશના એક સ્પા સેન્ટરમાં કામ કરતી હતી.

શનિવારની સવારે શ્રમીક સ્પેશિયલ ટ્રેન 10 વાગ્યે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પહોંચી હતી ત્યારે નાગાલેન્ડમાં રહેતી નેચીનલ્યુ ડિસાંગ (નૈંચી) ની લાશને નીચે ઉતારી હતી. કેસની માહિતી મળતાં ડીએમ બ્રહ્મદેવ રામ તિવારી, એસએસપી અનંતદેવ તિવારી અને રેલબજાર પોલીસ સ્ટેશનની ટીમ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા.

ડીએમ જીઆરપીને પંચનામા અને કોવિડની ગાઈડ લાઇન મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની સૂચના આપી. એસએસપીએ ટ્રેન સાથે ઉતરેલા તેના પિતરાઇ ભાઇ ડેનિયલ અને સહેલી ઇરાહુઇની પૂછપરછ કરી. ત્યાર પછી તેને નાગાલેન્ડની બસ દ્વારા મોકલવાનું કહેવામાં આવ્યું.

સહેલી ઇરાહુઇએ કહ્યું કે નૈચી તેની સાથે હિમાચલ પ્રદેશના સિમલાના રિસોર્ટમાં સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. તેમને છેલ્લા કેટલાક સમયથી યકૃતની સમસ્યા થઇ ગઈ હતી, જેની સારવાર પણ કરવામાં આવી રહી હતી. કાકાના દીકરા ભાઈ ડેનિયલ પણ હિમાચલમાં એક કોલ સેન્ટરમાં કામ કરતો હતો.

લોકડાઉન પહેલાં લગભગ 18 માર્ચે તે ત્રણે ગુડગાંવના સીકરપુરમાં રહેતી બહેનના ઘરે આવ્યા હતા. ત્યાં પણ નૈચિની તબિયત લથડતાં તેને ડોક્ટરને બતાવ્યું હતું. ઇરાના જણાવ્યા પ્રમાણે, રસ્તામાં ઘણી ખાંસી આવી રહી હતી અને ઉલટી થયાની પાંચ મિનિટ પછી તેનું મોત નીપજ્યું હતું.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.