ડિસેમ્બર મહિનો શરુ થઈ ગયો છે. આ મહિનો કઈ રાશિઓ માટે ખુશીઓ લઈને આવ્યો છે? આ મહિનામાં કોનો સમય અને ભાગ્ય સાથ આપશે અને કોનો નહિ, જાણો તમારું આખા મહિનાનું ભવિષ્યફળ.
મેષ : કાર્યક્ષેત્રમાં પરિવર્તન થવાની સંભાવના છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. કામકાજને લઈને યાત્રા સફળ થશે. દાંપત્ય જીવન સારું થશે. જીવનસાથીનો સાથ મળશે. શત્રુ તરફથી નુકશાન પહોંચી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
કોઈ પ્રકારની ઈજા થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધન પ્રાપ્તિ માટે કરેલા પ્રયત્ન સફળ થશે. નાની નાની વાતોને લઈને તણાવ વધી શકે છે. પ્રેમી સાથે સંબંધ મધુર રહેશે. જીવનસાથી સાથે બહારની યાત્રા કરી શકો છો. માતા-પિતા સાથે મતભેદ થઈ શકે છે. સંતાનના ભણતરને લઈને ચિંતા થઈ શકે છે.
વૃષભ : આ મહિનામાં વૃષભ રાશિવાળાના બગડેલા કામ બનવાની સંપૂર્ણ સંભાવના છે. સફળતાના અવસર મળશે. સમજદારી સાથે કરેલા કામોમાં સફળ થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે. આ મહિનામાં કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. પરિવારનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરવાની સંભાવના છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. કામકાજમાં ભાગ્ય સાથ આપશે. પ્રેમ સંબંધોને લઈને સ્થિતિ સારી બની રહેશે. પ્રેમી સાથે સંબંધોમાં સુધારો આવશે. પરિવારમાં સારા સમાચાર મળવાની સંભાવના છે.
મિથુન : આ રાશિના લોકો માટે આ મહિને પૈસાને લઈને સમસ્યા થઈ શકે છે. ધન પ્રાપ્તિમાં અડચણ આવી શકે છે. સગા-સંબંધીઓથી સાવધાન રહેવાનો પ્રયત્ન કરો. ઓફિસમાં માન-સમ્માન વધશે. ઉચ્ચ પદ પ્રાપ્તિની સંભાવના બની શકે છે. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે.
શિક્ષણની બાબતમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ મહિનામાં ભાગ્ય સાથ આપશે. દાંપત્ય જીવનમાં તણાવ ભરેલી સ્થિતિ બની રહેશે. આર્થિક લાભના ઘણા અવસર મળશે. કોઈને પ્રેમ કરો છો તો આ મહિને એકરાર કરી શકો છો, સફળતા મળશે. પરિવાર વાળાનો સાથ તમારા જીવનમાં પ્રગતિ દાયક રહી શકે છે.
કર્ક : આ મહિનામાં માનસિક તણાવ વધી શકે છે. બગડેલા કામ બની શકે છે. આ રાશિવાળા લોકો માટે આ મહિનો તણાવ ભરેલો રહેશે. કરિયરમાં સફળતા મળી શકે છે. આ મહિનામાં કામ સંબંધિત બહારની યાત્રા કરવાથી બચો. શુભ કાર્યોમાં નુકશાન થઈ શકે છે.
મહેનતથી કરેલા કામોમાં સફળતા મળવાની સંભાવના છે. આર્થિક લાભ થવાની સંભાવના છે. પ્રોપર્ટીની બાબતે લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધને લઈને સ્થિતિ તણાવ પૂર્ણ થઈ શકે છે. પરંતુ પરિવારના લોકો સાથે તાલમેલ સારો બની રહેશે. સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે.
સિંહ : કાર્યોને જવાબદારી સાથે કરવા પર સફળતા મળશે. કામકાજને લઈને ભાગ-દોડ વધશે. બહારની યાત્રા કરવી પડી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ આવશે. જીવનસાથીનો સહયોગ મળશે. ભાગ્ય સાથ આપશે. ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકશાન પહોંચાડી શકે છે. ગાડી અથવા ઘર ખરીદી શકો છો. શત્રુ નુકશાન પહોંચાડી શકે છે. માટે સાવધાન રહો.
આર્થિક દૃષ્ટિથી સ્થિતિઓ અનુકૂળ થઈ શકે છે. આર્થિક લાભ માટે કરવામાં આવેલા પ્રયત્ન સફળ રહેશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. અચાનક કોઈ પ્રકારની બીમારીની ઝપેટમાં આવી શકો છો. બહાર ફરવા જઈ શકો છો. માતા-પિતાના સહયોગથી કોઈ કાર્યને શરુ કરી શકો છો. સંતાનના કરિયરને લઈને સારા સમાચાર મળી શકે છે.
કન્યા : આ મહિનાની શરૂઆતમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સમ્માન વધશે. મિત્ર અને સંબંધીઓ સાથે સંબંધ સારા થશે. વિદ્યાર્થી છો તો શિક્ષણ પ્રાપ્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. બહારની યાત્રા સફળ થશે. કોઈ કાર્યને લઈને કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે.
ધનપ્રાપ્તિ માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સમય લાગશે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો. આ મહિને સાંધાના દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનસાથીનો સહયોગ મળવાથી કારોબારમાં પ્રગતિ થવાની સંભાવના છે. ઘરનું સંતુલન બનાવી રાખવામાં સફળતા મળી શકે છે.
તુલા : આ રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. તણાવપૂર્ણ સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. આર્થિક સ્થિતિઓ બગડી શકે છે. વિદ્યાર્થી છો તો શિક્ષણના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. આ મહિનામાં ભાગ્ય સારો સાથ આપશે. પરિવારના લોકોનો સાથ મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ ફાયદાકારક રહેશે.
કોઈ પણ વ્યક્તિને ધન આપવાથી બચો. આ મહિને તુલા રાશિવાળા લોકોને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન અથવા વાયરલ થઈ શકે છે. પાર્ટનર સાથે મળીને કરેલા કામોમાં સફળતા મળશે. દાંપત્ય જીવન પણ સારું બની રહેશે. સંતાન પક્ષને લઈને સ્થિતિઓ અનુકૂળ રહેશે.
વૃશ્ચિક : આ મહિનામાં કારોબારમાં ઘણી ઉતાર-ચઢાવની પરિસ્થિતિઓ આવી શકે છે. આર્થિક લાભના સારા અવસર પ્રાપ્ત થશે. નોકરીમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. સહકર્મીઓ સાથે સંબંધ બગડી શકે છે. સ્થિરતા અને ગંભીરતા પૂર્વક કરેલા કામમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યને લઈને સ્થિતિ સામાન્ય રહેશે. પ્રેમી સાથે પોતાના દિલની વાત શેયર કરી શકો છો. જીવનસાથી સાથે નાની-નાની વાતો પર વિવાદ થઈ શકે છે. પરિવારના લોકોની સાથે મળીને આગળ વધવાનો પ્રયત્ન કરો. ભણવા અને કરિયર સાથે જોડાયેલા સારા અવસર મળશે. માતા-પિતાને ખુશ કરવાથી લાભ થશે.
ધનુ : સમ્માનની દૃષ્ટિએ સ્થિતિ તણાવપૂર્ણ થઇ શકે છે. કાર્યોને લઈને ભાગદોડ વધશે. ઘણા પ્રયત્ન કર્યા પછી પણ સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના બની રહી છે, રાજનૈતિક લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે. કામકાજને લઈને માનસિક તણાવ વધશે. ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે. આ મહિને વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય લેવો. આર્થિક લેવડ-દેવડથી બચો.
આ મહિને ભાગ્ય સારો સાથ આપશે. પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. પ્રેમીનો સાથ મળશે. આ મહિને ક્યાંક ફરવાનો પ્લાન સફળ થશે. ઘરેલુ સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. પરિવારના લોકોની સાથે સંબંધ બગડી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.
મકર : ધન ખર્ચ વધી શકે છે. જરૂર કરતા વધારે ધન ખર્ચ થવાથી માનસિક તણાવ વધી શકે છે. નોકરીમાં નવી તકો મળશે. બહારની યાત્રા સફળ થશે. કોઈ વ્યક્તિ પર ભરોસો કરો નહિ. મહેનત અને ઉત્સાહ સાથે કામ કરવા પર સફળતા મળશે. કામ સંબંધિત ધન પ્રાપ્તિથી સારો યોગ બની રહ્યો છે.
કોઈ પણ પ્રકારના વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો. શરદી-ખાંસી કે તાવ આવી શકે છે, એટલા માટે સાવધાન રહો. આ મહિને મનપસંદ પ્રેમ મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે તણાવ વધી શકે છે. પરિવારમાં સારું વાતાવરણ બનાવી રાખવાનો પ્રયત્ન કરો. સંતાનના ભણતરને લઈને સંતુષ્ટ રહેશો.
કુંભ : આ મહિને કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થવાની સંભાવના બની રહી છે. ભાગ્ય સારો સાથ આપશે. મોટાભાગના કાર્યોમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. વિધાર્થીઓ માટે આ મહિનો શુભ સાબિત થશે.
વિવાદો અને ખોટી સંગતથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. પ્રેમ સંબંધ સારો રહશે. એક બીજા પ્રત્યે સમ્માન વધશે. મિત્રો અને સંબંધીઓનો સાથ મળશે. વાણી પર નિયંત્રણ રાખો. ગાડી કે ઘર લેવાનો પ્લાન સફળ થશે. પોતાના પર ભરોસો કરીને જ કોઈ કામ પૂરૂ કરો. સંતાન પક્ષને લઈને સ્થિતિઓ ખુશહાલ રહેશે.
મીન : આ મહિને માનસિક તણાવ વધવાથી કામમાં ખરાબ અસર પડશે. સમય અનુસાર નિર્ણય લેવો. કોઈ ઉચ્ચ અધિકારીની મદદથી સફળતા મેળવી શકો છો. કોઈ નવું કાર્ય શરુ કરી શકો છો. પરિસ્થિતિઓ અનુસાર કાર્ય કરવું ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.
તણાવપૂર્ણ સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. પૈસાનાં લેવડદેવડમાં સાવધાની રાખો. કોઈ વાત પર પ્રેમી સાથે વિવાદ થઇ શકે છે. જીવનસાથીના સહયોગથી કોઈ કાર્યમાં સફળતા મળી શકે છે. પરિવારમાં કામકાજને લઈને એકબીજા પ્રત્યે સહયોગની ભાવના હોવાથી ખુશીનું વાતાવરણ બની રહશે. સંતાનના કારણે માનસિક તણાવ વધી શકે છે.