10 બેંકોના એકીકરણ પર આ અઠવાડિયે નિર્ણય, 1 એપ્રિલે જાહેર થશે નોટિફિકેશન જાણો વિગત.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

ખોટમાં ચાલી રહેલી સરકારી બેંકોને મોટી બેંકોમાં વિલીનીકરણને લઈને ઉલટી ગણતરી શરુ થઇ ગઈ છે. આ નિર્ણય ઉપર સરકાર આ અઠવાડિયે પોતાનો શીલ મારી શકે છે.

ખોટમાં ચાલી રહેલી સરકારી બેંકોને મોટી બેંકોમાં વિલીનીકરણને લઈને ઉલટી ગણતરી શરુ થઇ ગઈ છે. આ નિર્ણય ઉપર સરકાર આ અઠવાડિયે પોતાનો શીલ મારી શકે છે. ૧ એપ્રિલના રોજ વિલીનીકરણની પ્રક્રિયાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, આ નોટિફિકેશન પછી ૧૦ બેંકોનું ૪ બેંકોમાં વિલીનીકરણ કરી દેવામાં આવશે. ત્યાર પછી દેશમાં સરકારી બેંકોની સંખ્યા ઘટીને ૧૨ રહી જશે. આ મોટા વિલીનીકરણની જાહેરાત ગયા વર્ષે ૩૦ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.

માહિતી મળ્યા મુજબ કેન્દ્રીય મંત્રીમંડળ આ અઠવાડિયે સાર્વજનિક ક્ષેત્રની ૧૦ બેંકોનું વિલીનીકરણ ૪ મોટી બેંકોમાં કરવાના પ્રસ્તાવ ઉપર વિચાર કરી શકે છે, જેથી નક્કી કરવામાં આવેલી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૦થી તેની ઉપર અમલ કરવાની પ્રક્રિયાને મંજુરી મળી જશે. આ સંબંધમાં સુચના મળે એટલે આ બેંકોના નિર્દેશક મંડળો દ્વારા વિલીનીકરણ માટે સ્વૈપ રેશિયોને મંજુરી આપવામાં આવશે. નાના હિતધારકોના હિતોનું રક્ષણ મારે દરેક બેંકે નિયમમુજબના ધોરણોનું પાલન કરવાનું રહેશે.

અધિકારીઓએ જણાવ્યું કે બેંકો દ્વારા જરૂરી મૂળભૂત કાર્ય પુરા કર્યા પછી સરકાર ૧૦ પીએસયુ બેંકોનું વિલીનીકરણ કરીને ૪ મોટી બેંક બનાવવા માટે આ અઠવાડીના અંતમાં સુચના બહાર પાડી શકે છે.

સરકારે ગયા વર્ષ ઓગસ્ટમાં ૧૦ બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ઓરીયંટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકનું પંજાબ નેશનલ બેંકમાં વિલીનીકરણ કરવામાં આવશે. કેનેરા બેંકમાં સિન્ડીકેટ બેંકનું વિલીનીકરણ અને અલ્હાબાદ બેંકનું ઇન્ડીયન બેંકમાં વિલીનીકરણ થશે. યુનિયન બેંક સાથે આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ કરવામાં આવશે.

આ વિલીનીકરણ પછી સાર્વજનિક સેક્ટરમાં માત્ર ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બડોડા, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, યુનિયન બેંક, ઇન્ડીયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીજ બેંક, પંજાબ એંડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક રહી જશે.

૨૦૧૭માં પણ કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બેંકમાં તેની પાંચ સહાયક બેંકોનું વિલીનીકરણ કર્યું હતું. તેમાં સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ બિકાનેર એંડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર અને ભારતીય મહિલા બેંકનું સ્ટેટ બેંકનું એસબીઆઈમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું.

આ માહિતી ઝી બિઝનેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.