દીપિકા પાદુકોણને જેએનયુ જવું પડ્યું ભારે, ‘છપાક’ પછી મોટી બ્રાન્ડ્સ તરફથી મળ્યો ઝટકો

બોલીવુડની મોટી હિરોઈન દીપિકા પાદુકોણ ભારતમાં સૌથી વધુ કમાણી કરવા વાળી હિરોઈન છે. પરંતુ જેએનયુ ઘટના પછીથી ઘણી મોટી કંપની તેનાથી દુર થતી જોવા મળી રહી છે. જયારે અમુક કંપનીઓનું કહેવું છે કે, તે દીપિકા પાદુકોણ ઉપર ફિલ્માવવામાં આવેલી જાહેરાતો થોડા સમય માટે દુર કરી રહ્યા છે.

કોકા કોલા અને એમેઝોનનું પ્રતિનિધિત્વ કરવાવાળા આઈપીજી મેડીબ્રાંડના મુખ્ય કાર્યકારી અધિકારી શશી સિંહાએ જણાવ્યું કે, સામાન્ય રીતે બ્રાંડ સુરક્ષિત રીતે રમવાનું પસંદ કરે છે, અને કોઈ પણ વિવાદથી સાવચેત રહે છે. જણાવી દઈએ કે, આ ઘટના પછીથી જ મોદી સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યમીતા મંત્રાલયે દીપિકા પાદુકોણ ઉપર ફિલ્માવવામાં આવેલી સ્કીલ ઇંડિયાના પ્રમોશનલ વિડીયોને ડ્રોપ કરી દીધો છે.

દીપિકાની જાહેરાતોને ઓછી દેખાડવામાં આવી રહી છે :

ઈટીના સમાચાર મુજબ થોડી બ્રાન્ડે જણાવ્યું કે, તે દીપિકાવાળી પોતાની જાહેરાતોને હાલના સમય માટે ઓછી દેખાડી રહ્યા છે. તે નામચીન કલાકારોનું એંડોર્સમેંટસ સંભાળતા મેનેજરોએ કહ્યું કે, આવનારા સમયમાં જાહેરાતોના કરારોમાં એક પ્રકારની કલમ જોડી શકાય છે, જેમાં કોઈ સેલીબ્રેટીના રાજકીય વલણ નક્કી કરવાથી પ્રશાસનના નારાજ થવાવાળા જોખમની ચર્ચા થશે. દીપિકા એક ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયા અને જાહેરાત માટે ૮ કરોડ રૂપિયા લે છે.

જેએનયુ વિદ્યાર્થી સાથે ઉભી રહી હતી :

જેએનયુમાં બુકાની ધારીઓએ વિદ્યાર્થીઓ ઉપર લોખંડથી હુમલો કર્યો હતો. તેના વિરોધમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ તરફથી આયોજિત એક પ્રદર્શનમાં દીપિકા પાદુકોણ પણ ૭ જાન્યુઆરીના રોજ કેમ્પસમાં ગઈ હતી. તે વિરોધ ચળવળમાં જોડાઈ. તે દરમિયાન ‘આઝાદી – આઝાદી’ અને ‘જય ભીમ’ ના સુત્રોચાર પણ ગુંજી ઉઠ્યા. તેમણે તે દરમિયાન વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ સહીત બીજા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી. હવે વિવાદને જોતા બ્રેંડસ પણ સતર્કતા રાખી રહી છે.

છપાકની કમાણી :

જણાવી દઈએ કે, આ ફિલ્મને અમુક લોકો બૉઇકૉટ (બહિષ્કાર) કરી રહ્યા છે. બહિષ્કાર દરમિયાન છપાકે પહેલા દિવસે ૪.૭૭ કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં વધારો થયો છે, પરંતુ તે પણ વધુ નહિ. બોક્સ ઓફીસ ઇંડિયાના અહેવાલ મુજબ, ફિલ્મે ૨ દિવસમાં ૧૦.૭૭ કરોડ સુધીની કમાણી કરી લીધી છે. આ ફિલ્મની હાલની કુલ કમાણી ૪૦ કરોડ રૂપિયાથી ઓછી છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.