‘સુવર્ણ મંદિર’ માં દીપવીર ઉજવી રહ્યા છે લગ્નની પહેલી વર્ષગાંઠ, ફોટો જીતી રહ્યા છે લોકોના દિલ

૧૪ અને ૧૫ નવેમ્બર ૨૦૧૮ ના રોજ બોલીવુડની ટોપ હિરોઈન દીપિકા પાદુકોણે ફિલ્મોના બિન્દાસ કલાકાર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેવામાં હાલમાં જ તેમના લગ્નની પહેલી એનીવર્સરી ગઈ. આ શુભ પ્રસંગે દીપવીરે ઘણું જ સુંદર આયોજન કર્યું હતું. ૧૪ નવેમ્બરે તે બંને તિરુપતિ બાલાજીના દર્શને ગયા હતા. અહિયાં પદ્માવત મંદિરમાં તેમણે માથું ટેક્યુ. હવે ૧૫ નવેમ્બરે બંને અમૃતસર સુવર્ણ મંદિર (golden temple) માં ગયા હતા. આ લોકો સવારથી જ પહોંચી ગયા હતા. તેવામાં આ બંનેના સુવર્ણ મંદિરના ફોટા મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

રણવીર અને દીપિકાના આ ફોટામાં બંનેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી છે. તે દરમિયાન દીપિકાએ લાલ રંગનું ઘણું જ સુંદર દેખાતું સલવાર સુટ પહેર્યું હતું. અને તેના પતિદેવ રણવીર સિંહની વાત કરીએ તો, તે કુર્તા પાજામાં અને જેકેટ વાળા લુકમાં જોવા મળ્યા. તે બંને જ પોતાના આ ટ્રેડીશનલ આઉટફીટમાં ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. તે દરમિયાન દીપિકાના સેંથામાં સિંદુર ચમકી રહ્યું હતું.

દીપિકા અને રણવીરના ફેંસને તેમના આ ફોટા અને લગ્નની એનીવર્સરી ઊજવવાની રીત બંને જ પસંદ આવી રહી છે. હંમેશા મોટા શ્રીમંત અને સેલીબ્રેટી લોકો પોતાના લગ્નની એનીવર્સરી ઉપર પાર્ટી કરે છે, કે પછી વિદેશ ફરવા જાય છે.

આમ તો આ સેલીબ્રેટી કપલે આ વિશેષ સમયે મંદિરમાં દર્શન કરવાનું યોગ્ય સમજ્યું. બસ દીપવીરની આ વાત તેમના ફેંસને ઘણી પસંદ આવી ગઈ અને હવે તે ફોટા તેના પ્રસંશકોનું દિલ જીતી રહ્યા છે. લોકોને દીપિકા રણવીરનું સાદગી પૂર્ણ સેલિબ્રેશન ઘણું પસંદ આવી રહ્યું છે.

દીપિકા અને રણવીર લગ્ન પહેલા એક બીજાને ૬ વર્ષ સુધી ડેટ કરતા રહ્યા હતા. એટલે બંને એક બીજાને પહેલા સારી રીતે સમજ્યા અને પછી લગ્ન કર્યા. આ લગ્ન ઇટલીમાં ખુબ જ આલીશાન રીતે થયા હતા. લગ્ન પછી બંનેએ રીસેપ્શન મુંબઈમાં રાખ્યું હતું. તે દરમિયાન આખું બોલીવુડ એમના લગ્નના રીસેપ્શનમાં હાજર રહ્યું હતું.

દીપિકા અને રણવીર સિંહના પ્રેમની શરુઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલીઓ કી રાસલીલા રામલીલા’ થી થઇ હતી. આ ફિલ્મના શુટિંગ દરમિયાન બંને પ્રેમ થયો હતો. ત્યારથી લઈને આજ સુધી બંને એક બીજાને ઘણો પ્રેમ કરે છે. જો તમે નોંધ લીધી હશે તો બંને જ્યારે પણ કોઈ ઈન્ટરવ્યું આપે છે, તો હંમેશા એક બીજાની પ્રસંશા જરૂર કરે છે. એ કારણ છે કે બંનેને એક બીજા સાથે ખુબ જ પ્રેમ છે. તે વાતમાં કોઈ શંકા નથી કે, બંનેની જોડી ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને જગ્યાએ લોકોને પસંદ આવે છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો દીપિકા જલ્દી જ ‘છપાક’ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં દીપિકા એક એસીડ એટેક વિકટીમ છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મના પોસ્ટર પહેલાથી રીલીઝ થઇ ગયા છે. તેમાં દીપિકાના લુકની ઘણી પ્રસંશા થઇ છે. તેનો મેકઅપ કાંઈક એવા પ્રકારનો કરવામાં આવ્યો છે કે તે ઓળખાઈ જ નહિ શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.