મીડિયા સામે આજીજી કરીને ડીલીટ કરાવ્યા હતા અભિષેકે એશના આ ફોટા, કહ્યું હતું – પ્લીઝ ડીલીટ કરી દો

બોલીવુડમાં દરેક સમયે કાંઈને કાંઈ થતું જ રહે છે, જેના કારણે સોશિયલ મીડિયાની સાથે સાથે એક્ટર્સના જીવનમાં પણ હલચલ મચી જાય છે, અને તે હલચલને કારણે ઘણી વાર સ્થિતિ એવી બની જાય છે કે, એક્ટર અથવા એક્ટ્રેસે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવું જ કાંઈક થયું હતું બચ્ચન પરિવાની વહુ એશ્વર્યા રાય બચ્ચન સાથે.

સ્ટાર્સના અમુક ફોટા ઘણી ખરાબ રીતે વાયરલ થઈ જાય છે, જેના કારણે ઘણી વાર તે સ્ટાર્સ ટ્રોલ પણ થઈ જાય છે અને લોકો વચ્ચે તેમની મજાક બની જાય છે. અસલમાં એકવાર એવું થયું હતું કે, એશ્વર્યા રાય બચ્ચનના એવા ફોટા ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ ગયા હતા કે, અભિષેક બચ્ચને કહેવું પડ્યું હતું કે, મહેરબાની કરી આ ફોટા ડીલીટ કરી દો.

હકીકતમાં થયું એવું હતું કે, બોલીવુડની બ્યુટી કવીન કહેવાતી બચ્ચન પરિવાની વહુ એશ્વર્યા રાય બચ્ચન અને તેમના પતિ અભિષેક બચ્ચન એક પાર્ટીમાં શામેલ થવા માટે જઈ રહ્યા હતા. તે પાર્ટી મનીષ મલ્હોત્રાના ઘરે હતી. તમને જણાવી દઈએ કે, તેમની સાથે કરણ જોહર પણ પાર્ટીમાં શામેલ હતા. મનીષ મલ્હોત્રા દ્વારા આયોજિત પાર્ટી પુરી થયા પછી જેવા આ સ્ટાર્સ પોત-પોતાના ઘરે જવા બહાર નીકળ્યા કે ફોટોગ્રાફર્સે બધાના ફોટા પાડવાનું શરૂ કરી દીધું.

આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફર્સે એશ્વર્યા રાય બચ્ચનનો ફોટો લેવાનો પણ પ્રયત્ન કર્યો. તમને જણાવી દઈએ કે, તે પાર્ટીના અવસર પર એશ્વર્યા રાય બચ્ચને શોર્ટ ડેનિમ ડ્રેસ પહેર્યો હતો. એવામાં એશ્વર્યાના કારમાં બેસતા સમયનો ફોટા પાડી લેવામાં આવ્યા. અને જયારે અભિષેકની તેના પર નજર પડી તો તેમણે કહેવું પડ્યું કે પ્લીઝ આ ફોટાને ડીલીટ કરી દો.

ફોટા જોઈને ભડક્યા અભિષેક બચ્ચન : અભિષેકે જેવા જ પોતાની પત્ની એશ્વર્યા રાય બચ્ચનના તે ફોટો જોયા કે તે ભડકી ગયા. જો કે જે ફોટા પાડવામાં આવ્યા તે નોર્મલ હતા, પણ અમુક એવા ફોટા પણ હતા જે અભિષેક બચ્ચનને પસંદ ન હતા. તે પછી અભિષેક તે ફોટાને જોઈને ભડકી ગયા અને તેને ડીલીટ કરવા કહી દીધું.

અસલમાં જે એંગલથી એશ્વર્યાના ફોટા પાડવામાં આવ્યા હતા તે યોગ્ય ન હતો. કારણ કે તેમનો ડ્રેસ નાનો હતો. પણ ત્યાં બીજા પણ ઘણા ફોટોગ્રાફર્સ હતા જેમના કેમેરામાં તે ફોટા રહી ગયા અને પછીથી લીક થઈ ગયા હતા. જે હોય તે પણ એનાથી જુનિયર બિગ બી ની પોતાની પત્ની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

મીડિયાએ પણ રાખવું જોઈએ ધ્યાન : એવા ઘણા બનાવ બને છે કે જયારે હિરોઇનોએ ઉપ્સ મુવમેન્ટ્સનો શિકાર થવું પડે છે. તે જ ઉપ્સ મોમેન્ટને અભિષેકે ડીલીટ કરાવી હતી. પણ બીજા ઘણા એવા સ્ટાર છે જેમના ઉપ્સ અને અસહજ મોમેન્ટ કેમેરામાં કેદ થઇ જાય છે. મીડિયા કર્મચારીઓએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે, ન્યુઝ વધારવાના ચક્કરમાં આ રીતના ફોટા ન લે અને ભૂલથી જો ક્લિક થઈ જાય તો તેને ડીલીટ કરી દેવા જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.