દિલ્લીમાં આગથી 43 લોકોના મૃત્યુ, જાણો કેવી રીતે લાગી આગ જાણો ઘટનાની આખી વિગત

રાજધાની દિલ્લીના રાની ઝાંસી રોડ પર રવિવારે સવારે અનાજ મંડીમાં ભીષણ આગ લાગી ગઈ. ઘટના પછી વિસ્તારમાં હડકંપ મચી ગયો. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ગાડીઓ આવી અને મોડું કર્યા વગર આગને નિયંત્રમાં લેવા પ્રયત્ન શરૂ કરી દીધો. આ ઘટનામાં અત્યાર સુધી પોલીસે 43 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઘણા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. એમાં 15 ની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહી છે. હાલમાં ફાયર બ્રિગેડે આગ પર નિયંત્રણ મેળવી લીધું છે. તે વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહીત ઘણા નેતાઓએ ટ્વીટર પર આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારી, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને અનુરાગ ઠાકુરે ઘટના સ્થળ પર જઈને ઘટનાના સંબંધમાં જાણકારી લીધી અને મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી. અનાજ મંડીમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયરની 30 કરતા વધારે ગાડીઓ પહોંચી. જો કે જોત જોતામાં આગ વધતી ગઈ.

ઘટના પછી ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. એકલી એલએનજેપી હોસ્પિટલમાં જ કુલ 49 લોકોને લઇ જવામાં આવ્યા હતા. એમાંથી 34 ના મૃત્યુ થઈ ગયા, જયારે 15 લોકોનો ઉપચાર ચાલી રહ્યો છે. એમની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. જાણકારી અનુસાર ઘણા લોકો 50 % થી વધારે બળી ચુક્યા છે. સાથે જ ઘાયલોને 4 અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોને આરએમએલ, એલએનજેપી, હિંદુ રાવ અને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સવારે 5 વાગ્યે લાગી હતી આગ :

આ ઘટના સવારે 5 વાગ્યાની છે. મંડીમાં એક ત્રણ માળની બેકરી છે. બેકરીના ઉપરના માળ પર આગ લાગી હતી. એ પછી આગએ આખી બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી. આગને કારણે આખો વિસ્તાર ધુમાડો ધુમાડો થઈ ગયો. વિસ્તાર વધારે ગીચ હોવાથી આગ વધારે ફેલાઈ. તેમજ ઘણા સાંકડા વિસ્તારમાં ફાયરની બ્રિગેડની ગાડીઓને પહોંચવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો.

આ ઘટના પર દિલ્લી ફાયર સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર અધિકારી સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. ફાયરબ્રિગેડની 30 થી વધારે ગાડીઓ સ્થળ પર છે, અને રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફાયર અધિકારીઓએ આને દિલ્લીનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન જણાવ્યું છે.

11.40 AM ઘાયલોની સ્થિતિ જાણવા માટે એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા મુખ્યમંત્રી અરવિંગ કેજરીવાલ.

11.32 AM મુખ્યમંત્રી અરવિંગ કેજરીવાલે ઘટનાની મેજીસ્ટ્રીયલ તપાસની જાહેરાત કરી.

11.30 AM મુખ્યમંત્રી અરવિંગ કેજરીવાલે મૃતકોને 10 – 10 લાખનું વળતર, ઘાયલોને 1- 1 લાખ સાથે મફત ઈલાજની જાહેરાત કરી.

11.18 AM ઘટના સ્થળ પર પહોંચ્યા મુખ્યમંત્રી અરવિંગ કેજરીવાલ.

11.08 AM ઘટના સ્થળ પર પહોંચ્યા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, અનુરાગ ઠાકુર અને દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી.

10.46 AM આ ઘટનાની તપાસની જાહેરાત કરતાં કેજરીવાલ સરકારમાં પ્રધાન ઇમરાન હુસેને કહ્યું છે કે, જે લોકો દોષી સાબિત થશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

10.40 AM ઘટના સ્થળ પર પહોંચ્યા બીજેપીના નેતા વિજય ગોયલ, કહ્યુ – આ ઘટના પર રાજનીતિ યોગ્ય નથી.

10.26 AM દિલ્હીના બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી ઘટના સ્થળ માટે રવાના થઈ ગયા.

10.25 AM મુખ્ય અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું, સ્થળ પર જઈ રહ્યો છું.

10.15 AM મૃત્યુનો આંકડો 43 પહોંચ્યો. 34 નું એનએલજેપી હોસ્પિટલમાં મોત થયું. જયારે 9 જણાએ લેડી હર્ડિંગ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.