દિલ્લી વાળી રાખી ભાભી, જેમનું નામ સાંભળતા જ ભાગી જતા હતા દારૂડિયા અને વ્યસની

બિહારમાં નશાબંધી પછી પણ મુરોલ પ્રખંડમાં દિલ્હી વાળી રાખી ભાભી નશાખોરોનું ભૂત ઉતારવાનું કામ કરી રહી છે. તાડી, ગાંજા, ભાંગ વગેરે નશાની જાણ થતા જ રાખી પોતાની સેના સાથે પહોંચી જાય છે. હુમલા સાથે તે નશાખોરોને શરુઆતમાં કાન પકડાવીને દંડ કરાવે છે.

નશો કરવા વાળામાં રાખી સેનાનો ડર એટલી હદે છે, કે ગુરુવારે કોઈએ કહી દીધું કે દિલ્હી વાળી રાખી દેવી આવી રહી છે, તો નશાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા. આજીવિકા સાથે જોડાયેલી રાખી દારુબંધીની આ સફળ સ્ટોરી શુક્રવારે પોતાના ગામમાં રહેતા નીતીશને સંભળાવશે કે કેવી રીતે તે અભિયાન ચલાવી રહી છે.

રાખી દસમું ધોરણ પાસ છે. તેમણે પોતાના ગામમાં બાળકોને ભણાવીને આજીવિકા ચલાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેનો પતિ તે પૈસાને પણ દારુમાં ઉડાવી દેતો. છેવટે સરકાર દ્વારા થયેલી દારૂબંધી પછી તેનો પતિ એકદમ સુધરી ગયો. ૧૨ ધોરણ પાસ તેના પતિ હવે તેની સાથે લગભગ ૨૦૦ બાળકો વચ્ચે શિક્ષણની જ્યોત પ્રગટાવી રહ્યા છે. તેનાથી મહીને લગભગ ૧૨ હજાર રૂપિયાની બચત પણ થઇ જાય છે.

રાખીના પતિ રામનરેશ રાય એ એપ્રિલ માસથી દારુ પીવાનું છોડી દીધું. તેના પહેલા દર મહીને લગભગ પાંચ હજાર રૂપિયા જે દારુ પીવામાં ખર્ચ થતા હતા, એપ્રિલ મહિના પછી તે રકમની બચત થવા લાગી. ત્યારે રાખીએ તે પૈસા અને પોતાની બચતના બીજા પૈસા બન્ને દીકરીઓના નામ ઉપર માસિક બેંકમાં ફિક્સ કરવા લાગી. અત્યાર સુધીમાં બન્ને દીકરીના નામે લગભગ ૫૭ હજાર રૂપિયા જમા થઇ ગયા છે. રાખી જણાવે છે કે આ પૈસાને તે દીકરીના અભ્યાસ અને લગ્નમાં ખર્ચ કરશે.

રાખી માટે આ બધું એટલું સરળ ન હતું. દિલ્હીમાં ભણી ગણીને મોટી થયેલી રાખીના ૧૦ વર્ષ પહેલા ઈટકા મનીકપુરના રામનરેશ રાય સાથે લગ્ન થયા હતા. ગામના બીજા નશાખોરની જેમ પતિ પણ હંમેશા નશામાં ધુત રહેતા હતા. કાલાંતરમાં ત્રણ બાળકોનું પેટ પાળવું મુશ્કેલ થઇ ગયું. પહેલા બકરી પાળી. પરંતુ તેના પતિ બકરીનું બાળક વેચી દારુ પી ગયો. પણ તે હિમ્મત હારી નહિ અને પરિણામ સ્વરૂપ આજે તે ઘણી ખુશ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.