ડેંડ્રફથી કંટાળ્યા છો, તો રાખો આ વાતોનું ધ્યાન અને કરો આ આયુર્વેદીક ઉપચાર

ડેંડ્રફ એટલે વાળ સુકા, કોરા અને વાળમાં સુકાપણાને લીધે થાય છે. રૂસીના ઉપચારમાં આયુર્વેદની સારવાર ખુબ સારી રહે છે. એન્ટી- ડેંડ્રફ હર્બલ શેમ્પુ નો ઉપયોગ ડેંડ્રફને ઓછું કરવામાં ઉપયોગી હોય છે. ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. એવામાં વધુ પાણી પીવું જોઈએ.

વાળની સાર સંભાળ ન રાખવાથી ઘણી જાતની તકલીફો ઉભી થઇ જાય છે. તેમાંથી એક છે ડેંડ્રફ એટલે રૂસી, સુકી અને વાળમાં સુકાપણા ને લીધે થાય છે પણ વાળની થોડી એવી સાર સંભાળ થી તમે ન માત્ર વાળની તકલીફોનું સમાધાન કરી શકો છો સાથે જ ડેંડ્રફ થી પણ છુટકારો મેળવી શકો છો. રૂસી માં આયુર્વેદ થી સારવાર ખુબ ઉત્તમ રહે છે. આવો જાણીએ આયુર્વેદ મુજબ રૂસી દુર કરવા માટે શું કરવું જોઈએ અને રૂસી ના ઈલાજ માટે આયુર્વેદ માં કઈ કઈ પદ્ધતિ અપનાવવા માં આવે છે.

વાળની તકલીફ માત્ર મહિલાઓમાં જ નહિ પણ પુરુષોમાં પણ જોવા મળે છે. ડેંડ્રફ ખુબ વધી જવાથી ચહેરો, માથું, ગરદન અને પીઠ વગેરે ઉપર પણ એની તકલીફ પણ થઇ શકે છે. શરૂઆતમાં આ સ્કોલ્પ ના ઉપરના પડ ઉપર થાય છે, પણ ધીમે ધીમે તે તેના અંદરના પડ સુધી પહોચી જાય છે.

ખાસ કરીને ડેંડ્રફ આપણા માથાની ત્વચા માં રહેલ મૃત કોશીકોમાંથી ઉત્પન થાય છે. ડેંડ્રફ થી માથામાં ખંજવાળ રહે છે અને વાળ ડેંડ્રફ થઇ શકે છે. વધુ તનાવ કે પરસેવા ને લીધે પણ આ તકલીફ ફેલાઈ શકે છે.

ડેંડ્રફ નું કોઈ ચોક્કસ કારણ રહેલ નથી, પણ સીબમ ઉત્પન કરનાર ગ્રંથીઓ વું વધુ સક્રિય થવાને લીધે ડેંડ્રફ થાય છે. ઓછું પાણી પીવું કે પછી ભોજન માં પોષક તત્વોનું ઉણપ ને લીધે પણ ડેંડ્રફ થઇ શકે છે. યુવાનીમાં વધુ પ્રમાણમાં હાર્મોન ફેરફાર થવાને લીધે પણ ડેંડ્રફ થઇ શકે છે.

ડેંડ્રફની તકલીફ થાય ત્યારે સ્કોલ્પ ની સફાઈ નું ધ્યાન રાખવું જરૂરી છે. તેથી અઠવાડિયામાં બે ત્રણ વખત સારું હર્બલ શેમ્પુ કરવું જોઈએ અને વાળને સારી રીતે કન્ડીશનીંગ કરવા જોઈએ. રોજ રાત્રે વાળના મૂળમાં સરસીયાના તેલથી માલીશ કરો. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળીને તે પાણીથી વાળ ધોઈ લો.

એન્ટી- ડેંડ્રફ હર્બલ શેમ્પુનો ઉપયોગ તેને ઓછું કરવામાં ઉપયોગી રહે છે કે પછી વિટામીન ‘ઈ’ ઓઈલ થી માથા માં માલીશ કરી શકાય છે. ગ્લીસરીન અને ગુલાબજળ ને રોજ વાળના મૂળમાં લગાવવાથી આ તકલીફ દુર થઇ શકે છે.

ડેંડ્રફથી બચવા માટે ઓલીવ ઓઈલ ના તેલમાં આદુના રસના થોડા ટીપા ભેળવીને તેને વાળના મૂળમાં લગાવીને એક કલાક રહેવા દો અને પછી શેમ્પુ થી ધોઈ લો. વાળમાં તેલ લગાવ્યા પછી સ્ટીમ્ડ ટુવાલનો ઉપયોગ કરવો પણ સારું રહે છે કે પછી ગરમ તેલ થી માથા નું મસાજ કરવાથી માથાની ત્વચા ને પોષણ મળે છે.

વાળને વારંવાર ઓળાવવા નહિ, નહી તો માથા માંથી વધુ ઓઈલ નીકળવાથી ડેંડ્રફ ની તકલીફ પણ વધી જાય છે. ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. એવામાં ખુબ પાણી પીવું જોઈએ.

વિટામીન ઈ  અને ખાટા દહીને મિક્સ કરીને વાળમાં ઓછામાં ઓછું અડધો કલાક સુધી લગાવાથી ડેંડ્રફ ને દુર કરી શકાય છે. લીંબુનો રસ અને કાળા મરી પાવડર ભેળવીને વાળના મૂળમાં લગાવવાથી પણ સારું રહે છે. વધુ સ્ટ્રોંગ તેલ વાળને ખરવાનું વધારી શકે છે. તેવા માં જડીબુટી યુક્ત લીમડો અને કાળા તલ નું તેલ ભેળવીને વધુ ડેંડ્રફ હોય તો અઠવાડિયા માં ઓછામાં ઓછું ત્રણ વખત લગાવો.

આયુર્વેદિક શેમ્પુ ડેંડ્રફ દુર કરવા માટે સારો વિકલ્પ છે. નારીયેલ નું તેલમાં કપૂર ભેળવીને લગાવવાથી ડેંડ્રફ દુર થઇ જાય છે.

તે ઉપરાંત ખાવા પીવાનું વાળના આરોગ્ય માટે આધાર રાખે છે. લીલા પાંદડા વાળા શાકભાજી, અંકુરિત અનાજ, કાકડી, બાફેલા શાકભાજી, ફળિયા, ગાજર વગેરે નું ભોજનમાં ઉમેરો કરો. કોલેસ્ટ્રોલ વાળના ગ્રોથમાં બાધા ઉત્પન કરે છે. તેથી તેનું પ્રમાણ ઓછું જ હોવું જોઈએ.