ડ્રેડ્ર્ફ થી માત્ર ૨ દિવસમાં છુટકારો અપાવે છે આ તેલનું માલીશ જાણો ઘરેલુ ઈલાજ

યોગ્ય જાળવણીને લીધે વાળમાં ઘણી તકલીફો થઇ શકે છે. ડ્રેડ્ર્ફ કે રૂસી પણ તેમાંની એક છે. જે માથાની ચામડીમાં રહેલ મૃત કોશિકાઓ ને લીધે ઉત્પન થાય છે. વાળમાં ડ્રેડ્ર્ફ થવાથી વાળ નિર્જીવ થઇ જાય છે, ખરવા લાગે છે અને માથામાં ખંજવાળ પણ રહે છે. પણ વાળની થોડી એવી જાળવણી અને ઘરગથ્થું ઉપાયો દ્વારા તમે ન માત્ર વાળની તકલીફોનું સમાધાન કરી શકો છો પણ ડ્રેડ્ર્ફથી પણ છુટકારો મળવી શકો છો.

(૨) વાળની સફાઈ

ડ્રેડ્ર્ફનું સૌથી મોટું કારણ છે સ્કેલ્પ (ખોપડી ઉપર ની ચામડી) ની સારી રીતે સફાઈ ન થઇ શકવી. વધુ પરસેવો અને સીબમ ઉત્પન કરનારી ગ્રંથીઓનું વધુ સક્રિય હોવાને લીધે પણ આ તકલીફ થાય છે. તેથી ડ્રેડ્ર્ફની તકલીફ થાય એટલે વાળની સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેવામાં તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વખત વાળને કોઈ સારા હર્બલ શેમ્પુ થી ધોવા જોઈએ.

(૩) તેલનું માલીશ

વાળની દરેક તકલીફ ખાસ કરીને ડ્રેડ્ર્ફનો પણ સૌથી અસરકારક ઉપચાર છે તેલ માલીશ. તેલ માલીશ થી વાળને પોષણ મળે છે. માથાની માંસપેશીઓ ઉત્ત્રેજીત થાય છે અને રક્ત સંચાર પણ ઝડપી બને છે. અને વાળ સ્વસ્થ, સુંદર, ઘાટા, લાંબા અને રૂસી રહિત બને છે. તેથી અઠવાડિયામાં એક વખત વાર તેલ લગાવીને વાળનું માલીશ કરવું ખુબ જરૂરી છે.

(૪) સ્ટીમ (વરાળ)

માલીશ પછી વાળને રોમકુપો થી ગંદકી અને મેલ સાફ કરવા માટે સ્ટીમ આપવું સારું રહે છે. તેના માટે ગરમ પાણીથી ટાલ પલાળીને વાળ ઉપર સારી રીતે વીંટી લો. સ્ટીમ થી રોમકુપો માં ભરાયેલ મેલ અને મૃત કોશિકાઓ વગેરે નીકળી જાય છે અને તેલ પણ સારી રીતે માથાની ચામડીમાં ઉતરી જાય છે જેથી વાળના મૂળ મજબુત બને છે અને ડ્રેડ્ર્ફની તકલીફ પણ દુર થાય છે.

ફાયદાકારક આંબળા

સ્વસ્થ અને સુંદર વાળ માટે કેરોટીન જરૂરી તત્વ છે જે આંબળામાં મળી આવે છે. વાળને પોષણ આપવા માટે તમે આંબળાનું તેલ લગાવી શકો છો. કે તુલસી અને આંબળા ના પાવડરનો લેપ બનાવીને આ લેપથી માથા ઉપર માલીશ કરો. અને લગભગ અડધા કલાક માટે તે લેપ લાગલો રહેવા દો. ત્યાર પછી શેમ્પુથી વાળ ને સારી રીતે ધોઈ લો. ડ્રેડ્ર્ફની તકલીફ માટે આ ખુબ અસરકારક ઉપાય છે.

(૬) સરગવા
સરગવાના પાંદડા નો રસ લગાવવાથી ડ્રેડ્ર્ફ દુર થઇ જાય છે. સરગવાની સિંગ ને ઉકાળીને તૈયાર કરવામાં આવેલ રસ ન્હાતા સમયે માથા ઉપર શેમ્પુ ની જેમ ઉપયોગ કરવામાં આવે તો તે બજારમાંથી મળતા કોઈપણ વિટામીન ‘ઈ’ યુક્ત શેમ્પુ કરતા ઉત્તમ ગણવામાં આવે.

(૭) મેથી થી સારવાર

મેથીમાં નિકોટીનીક એસીડ અને પ્રોટીન મળી આવે છે જે વાળના મૂળને પોષણ આપે છે. મેથીના ઉપચાર માટે ૨ ચમચી મેથીને રાત આખી પાણીમાં પલાળીને સવારે વાટી લો. આ લેપને પોતાના વાળઅને માથા ઉપર ઓછામાં ઓછું ૩૦ મિનીટ માટે લગાવો. ૩૦ મિનીટ પછી વાળને કોઈ હર્બલ શેમ્પુથી ધોઈ લો. તેનાથી રૂસી દુર થશે, વાળ મજબુત થશે અને તૂટવાથી બચશે.

(૮) તલનું તેલ

તલનું તેલ લગાવવાથી વાળ મજબુત, ઘાટા, લાંબા થાય છે અને સાથે જ રૂસી પણ દુર થાય છે. તેના માટે વાળમાં તલના તેલનું માલીશ કરો. માલીશ પછી વાળને ગરમ ટુવાલથી સ્ટીમ કરો. આવી રીતે પાચ મિનીટ કરો. થોડી વાર પછી માથાને ધોઈ લો.

(૯) લીંબુનો રસ

લીંબુના રસમાં વિટામીન ‘સી’ , ‘એ’, ‘બી’. ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેંટ મળી આવે છે જેનાથી વાળ ચમકદાર અને ઘાટા બને છે. જો વાળમાં ડ્રેડ્ર્ફ છે તો ગરમ તેલ માં લીંબુનો રસ નાખીને માલીશ કરવાથી તે દુર થઇ જાય છે સાથે જ વાળનું ખરવાનું પણ બંધ થાય છે. ન્હાતા પહેલા લીંબુના રસથી માથાનું માલીશ કરીને વાળ ધોવાથી પણ ફાયદો થાય છે.

(૧૦) દહીં અને કાળા મરી

દહીનું સેવન સ્ક્લેપ ઉપર નમી આવે છે. જેથી ડ્રેડ્ર્ફમાંથી છુટકારો મેળવી શકાય છે. ડ્રેડ્ર્ફની તકલીફ થાય તો વાળને દહીંમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને માથું ધુવો. આમ અઠવાડિયામાં બે વખત જરૂર કરો. તેનાથી વાળની ડ્રેડ્ર્ફ તો દુર થશે, સાથે જ વાળ સુંવાળા,કાળા, લાંબા અને ઘાટા થશે.

(૧૧) જાશૂદ ના ફૂલ

જાશૂદ ના ફૂલ થી બનેલ તેલ ડ્રેડ્ર્ફ માટે ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. તેના ઉપયોગ માટે આ ફૂલ ની પેસ્ટ અને નારીયેલ નું તેલને પાણીમાં થોડી મીનીટો મે ઉકાળી લો. ઠંડુ થાય એટલે વાળના ખોપડી ઉપર લગાવો અને આખી રાત રહેવા દો, સવારે કોઈ સારા શેમ્પુ થી માથું ધોઈ લો. થોડા જ દિવસોમાં ડ્રેડ્ર્ફ દુર થઇ જશે.