આ છે મહારાણા પ્રતાપના વંશજ, આજે પણ રાજપુત જેવી શાનથી રહે છે, ક્યારેક બ્રિટનમાં કરતા હતા નોકરી

મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડ રાજઘરના 76 માં સંરક્ષક છે. અરવિંદે માયો મહાવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તે બ્રિટેન જતો રહ્યો હતો, જ્યાં તેમણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. અરવિંદે ઇંગ્લેન્ડ અને બ્રિટેનમાં નોકરી પણ કરી હતી.

અરવિંદ સિંહને કારોનો ખુબ જ શોખ છે. તેમની પાસે રોલસ રોયલની સૌથી વધુ કારોનું કલેક્શન છે. તે બધી ગાડીઓ મેવાડના રાજાઓની નિશાનીઓ છે. અરવિંદ સિંહ પાસે આખા ભારતમાં મકાન છે. અરવિંદ સિંગ આખા ભારતમાં હોટેલનું એક સંગઠન ચલાવે છે. આ સંગઠનની શરુઆત અરવિંદના પિતાએ કરી હતી. આ સંગઠન આખા ભારતમાં સારા પ્રકારની હોટલ પ્રદાન કરે છે. તેમજ અરવિંદ સિંહને તલવારબાજીનો ખુબ શોખ છે.

ઉદયપુરના મહારાણા અરવિંદ સિંહ મેવાડના સામાન્ય માણસના જીવનનો અનુભવ લેવા માટે 3 વર્ષ એક રૂમના ઘરમાં પસાર કર્યા હતા. મેંચેસ્ટર ઇવનિંગ ન્યુઝએ આ સ્ટોરી પબ્લીશ કરી છે, જેને તેમણે પોતાની ફેસબુક વોલમાં શેયર કરી છે. અરવિંદ સિંહ મેવાડ એક દિવસ સવારે જયારે તે આંટો મારતા પીછોલા નદી કિનારે પહોચ્યા, તો તેમને પોતાની આ જિંદગી થોડી કંટાળા જનક લાગી અને તેમને કઈક ખાલીપણું અનુભવ થયો. એવામાં તે રાજમહેલના બધા એશો આરામ છોડીને બ્રિટેન પહોચ્યા.

બ્રિટેનના મેનચેસ્ટરમાં તેમણે એક રૂમના ઘરમાં લગભગ ત્રણ વર્ષનો સમય પસાર કર્યો. હવે તો તે 72 વર્ષના થઇ ચુક્યા છે અને ઉદયપુરમાં પોતાની ફેમીલી સાથે રહે છે. રીપોર્ટ મુજબ, રાજા અરવિંદે જણાવ્યું કે મેનચેસ્ટર જવાનું તેમની લાઈફનો ટર્નીંગ પોઈન્ટ હતો. તે યુનીવર્સીટીથી ગ્રેજુએટ જ થયા હતા અને ક્રિકેટના જનુની હતા. તેમણે કહ્યું કે જયારે તે એયરપોર્ટ પહોચ્યા, ત્યારે એકલા જવામાં થોડા ગભરાયા હતા. પણ મેનચેસ્ટર પહોચીને તેમને કપડાની ફેક્ટરીમાં જુનીયર એકઝીક્યુટીવની જોબ મળી ગઈ. મેનચેસ્ટરમાં તે ઘણું ક્રિકેટ રમ્યા અને તે બધા શોખ પુરા કર્યા, જે કદાચ એક રાજા હોત તો તે પુરા ન કરી શકે.

અરવિંદ સિંહ મેવાડના કહ્યા મુજબ, મને એ વાત પર ગર્વ છે કે અહી રહ્યા તે દરમિયાન મને મારા પિતા પાસેથી પૈસા નથી માંગવા પડ્યા. મેં પોતાની કમાઈમાં જ ગુજારો કર્યો. તે જ નહી, મેનચેસ્ટરમાં તેમણે એક રૂમનું મકાન લઇ રાખ્યું હતું. અહી શાકભાજી ખરીદવાથી લઈને કિચનમાં ખાવાનું બનાવવા સુધી બધાનો અનુભવ લીધો. આ આઝાદી તેમણે પહેલા ક્યારેય અનુભવી હતી નહિ.

અરવિંદ સિંહ મેવાડ કહે છે કે ‘મને મારો ટ્રેનમાં પહેલો દિવસ યાદ છે, જયારે મેં પોતે ટીકીટ ખરીદી હતી. આ બાકી લોકો માટે એક સામાન્ય વાત છે, પણ આ મારી જિંદગી માટે બિલકુલ નવી વસ્તુ હતી.’ રાજા અરવિંદ ઉદયપુર રાજઘરાનાના 76 માં સંરક્ષક છે. તેમના પિતા ભગવત સિંહે 1955 થી 1984 સુધી મેવાડ ઘરની કમાન સંભાળી. તે મહારાણા પ્રતાપના વંશજ છે. મેનચેસ્ટર ગયા પહેલા અરવિંદ સિંહ 2,50,000 સ્ક્વેયર ફીટના મહેલમાં શાનથી ભરપુર જીવનમાં ગુજારો કરી રહ્યા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.