દેશ માટે તોડ્યું વચન, લગ્ન પછી પહેલી કડવા ચોથ સાથે મનાવવાનુ આપ્યું હતું વચન પણ

કરવા ચોથ ૨૦૧૯ : લગ્ન પછી પહેલી કરવા ચોથ પતિ સાથે મનાવવાનું વચન પણ એક સિપાહીએ દેશની સેવા માટે તોડી દીધું.

કરવા ચોથ ૨૦૧૯ : લગ્ન પછી પહેલી કરવા ચોથ પતિ સાથે મનાવવાનું વચન પણ એક જવાને દેશની સેવા માટે તોડી દીધું. દેશ સેવા માટે પોતાની પત્નીની ખુશીઓને ભૂલવા વાળા બીજા કોઈ નહિ આપણા જ શેખાવાટીના લાલ છે. શેખાવાટીની આ ધરતી ઉપર ન જાણે કેટલાય જવાનોની પત્નીઓ આવી રીતે સેંથામાં સિંદુર ભરીને પતિની લાંબી ઉંમરની કામના કરતા દરે વર્ષે કરવા ચોથ મનાવે છે.

આ કહાની સિકરના શાસ્ત્રી નગરના રહેવાય જવાન ભરત સિંહ શેખાવત અને તેની પત્ની ભાવના કંવરની પહેલી કરવા ચોથની. ભાવના કંવરનું કહેવાનું છે કે તેના પતિ છેલ્લા એક વર્ષતી મેરઠમાં ફરજ બજાવી રહ્યા છે. લગ્ન પછી અમારી આ પહેલી કરવા ચોથ છે. રજાઓમાં અમે આ કરવા ચોથ એક સાથે મનાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ રજાઓ ન મળવાને કારણે એવું ન થયું. પતિથી દુર એકલી કરવા ચોથ મનાવતા મનમાં તો દુઃખી છું, પરંતુ સાથે જ મને મારા પતિ ઉપર ગર્વ પણ છે. કેમ કે તે આવી રીતે પોતાની ખુશીઓ ભૂલીને ઉત્સાહ સાથે દેશની સેવા કરી રહ્યો છે.

પતિથી દુર રહેવાની ખોટ તો સાલે છે, પરંતુ પિયર અને સાસરિયા બંને એક જ શહેરમાં હોવાથી ક્યારેય એકલાપણું નથી લાગતું. સાસરીયામાં પિયર જેવો પ્રેમ અને પિયરમાં ગયા પછી પણ માતા પિતાના પ્રેમમાં ક્યારેય ખામી નથી આવી. જયારે મન થાય ત્યારે સાસરિયા અને પિયરમાં માતા પિતા સાથે રહેવાની તક મળી જ જાય છે. પિયર પક્ષમાંથી પિતા, દાદા અને ભાઈ એવી રીતે ત્રણ પેઢીઓ આર્મી માંથી નીવુત થયા પછી સૈનિક કલ્યાણ બોર્ડ કચેરીમાં રીકશોના કર્મચારી છે.

વર્ષ ૨૦૧૪માં આયોજિત સિકરની સેનાની ભરતી રેલીમાં નોકરી મળ્યા પછી ભરત સિંહે જાન્યુઆરી ૨૦૧૬ સુધી છ મહિના ફતેહગઢમાં તાલીમ લીધી. જુન ૨૦૧૬ સુધી ગંગાનગર પહેલી પોસ્ટીંગ પછી ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ સુધી કૂપવાડામાં પોસ્ટીંગ રહી. ત્યાર પછી સપ્ટેમ્બર ૨૦૧૮થી અત્યાર સુધી મેરઠમાં ફરજ ઉપર છે. તેની વચ્ચે ૨૨ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભરત સિંહના લગ્ન થયા. ભરત સિંહના મોટા ભાઈ રણજીત સિંહ શેખાવત ૨૦૧૮માં આર્મી માંથી જ નિવૃત થયા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.