ગરમીમાં ઠંડા પીણા નહી, પીવો આ ૧૦ દેશી પીણા. તે બનાવવા છે ખુબ સરળ અને છે પણ હેલ્ધી

ગરમીમાં ડિહાઈડ્રેશન થી બચવા માટે ઠંડા પીણાં કે સોડા પીવાના બદલે કુદરતી વસ્તુઓથી બનેલા પીણાં પીવાની ડોક્ટર્સ પણ સલાહ આપે છે. જેમાં નાખેલા અલગ અલગ મસાલાથી સ્વાદ વધે છે, વળી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અમે તમને જણાવી રહ્યાં છીએ એવા 10 દેશી પીણાં બાબતે.

-કેરીનો બાફલો – કાચી કેરીનો બાફલો ગરમીમાં લૂ થી બચવા માટે ઉત્તમ વિકલ્પ છે. એમાં વિટામિન સી નું પ્રમાણ વધારે હોય છે જેના કારણે આપને તરત એનર્જી મળે છે.

કેવી રીતે બનાવશો- કાચી કેરીને છોલીને ઉકાળી લો. એમાં સંચળ, ફૂદીનો, ખાંડ નાખીને મિકસરમાં નાખીને મિક્સ કરીદો. આને ગ્લાસમાં કાઢો અને પછી પીરસો.

– શિક્ંજી – ઉનાળામાં શિક્ંજી પીવાથી તમને તરત જ એનર્જી મળે છે. શિક્ંજી આ સિઝનમાં થવાવાળી ડલનેસને દૂર કરે છે. આને બનાવીને થોડા દિવસો સુધી ફ્રીઝમાં મૂકી શકાય છે.

કેવી રીતે બનાવશો – એક જગમાં પાણી લો. એમાં લીંબુનો રસ, જીરા પાવડર, સંચળ અને ખાંડ ભેળવી દો. હવે શિક્ંજીને ગરણીથી ગાળીને ગ્લાસમાં નાખો અને બરફના ટુકડા નાખી પીરસો.

– મેંગો મિંટ લસ્સી – કેરી અને ફુદીનાથી બનેલી લસ્સી ઉનાળામાં તમને ફ્રેશ રાખશે. આ શક્તિવર્ધક પીણાને બનાવી તરત પીરસો.

કેવી રીતે બનાવશો – કેરી, ખાંડ, ફૂદીનો, ઇલાયચી પાવડર, લીંબુનો રસ અને દહીંને મેળવી મિકસરમાં નાખીને મિક્સ કરી દો. કેરી નરમ થવાથી તેને ગ્લાસમાં કાઢો અને પીરસો.

– ફુદીનાનું શરબત- ફુદીનાનું શરબત ઉનાળામાં ડિહાઈડ્રેશન અને લૂ થી બચાવે છે. આ પાચન પ્રક્રિયા સારી કરે છે.
કેવી રીતે બનાવશો – મિકસરમાં ફૂદીનો, ખાંડ અથવા ગોળ, મધ, સંચળ કાળામરી અને જીરા પાવડર મેળવીને દળી લો. આ પેસ્ટની ઓછી માત્રાને પાણી સાથે મેળવી ગ્લાસમાં નાખો અને બરફ મેળવી પીરસો.

– છાશ- આને પીવાથી પેટની બળતરા અને એસિડિટી દૂર થાય છે. છાશ પીવાથી વજન ઓછું થાય છે અને પાચન પ્રક્રિયા સારી રહે છે.

કેવી રીતે બનાવશો – દહીંમાં મીઠું,સંચળ,જીરા પાવડર અને હિંગ મેળવી મિકસરમાં મિક્સ કરી દો. આમાં બરફ મેળવી ગ્લાસમાં નાખી પીરસો.

– ગુલાબનું શરબત – આ શરબત પીવાથી પેટની બળતરા દૂર થાય છે.આ શરીરને ઠંડુ રાખે છે.

કેવી રીતે બનાવશો- એક કડાઈમાં પાણી અને ખાંડ નાખીને ચાસણી બનાવી લો. એમાં ગુલાબજળ, ઇલાયચી પાવડર અને તાઝા ગુલાબની પાંદડીઓની પેસ્ટ નાખો. આને ગાળીને ફ્રીઝમાં મૂકી દો. પીરસતી વખતે આ શરબતને પાણી સાથે મેળવીને પીરસો.

– જલજીરા- આને પીવાથી એસિડિટી અને ડિહાઈડ્રેશન દૂર થાય છે.જલજીરા ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટેનો શ્રેષ્ટ વિકલ્પ છે.

કેવી રીતે બનાવશો – પાણીમાં જીરા પાવડર, સંચળ, આમચૂર પાવડર, લીંબુનો રસ, થોડી ખાંડ અને ફુદીનાના પાંદડાની પેસ્ટ બનાવી લો. આમાં બરફના ટુકડા નાખીને પીરસો.

– એલોવેરા જ્યુસ- આ જ્યુસ ઉનાળામાં ચામડીને સૂકી થતી રોકવામાં મદદરૂપ થાય છે. આ પાચન પ્રક્રિયાને સુધરે છે. આને પીવાથી તરત જ એનર્જી મળે છે. અને ગરમીમાં પણ ત્વચાની ચમક જળવાઈ રહે છે.

કેવી રીતે બનાવશો – એલોવેરાની કાંટાળી કિનારી કાઢી નાખો. આના પાંદડાની વચ્ચે રહેલો ગર્ભ નિકાળી દો. આને મિકસરમાં નાખીને લીંબુ અથવા નારંગીનો જ્યુસ અને મીઠું મેળવી દળી લો. અને બરફના ટુકડા નાખીને પીરસો.

-બિલાનું શરબત- ઉનાળામાં આને અમૃત સમાન માનવામાં આવે છે. આ ઝાડાને મટાડવા માટે મદદરૂપ છે. પાચન પ્રક્રિયા સારી રાખે છે અને લૂ થી બચાવે છે.

કેવી રીતે બનાવશો- બિલાના ગર્ભને કાઢીને સારી રીતે મસળી નાખો.આમાં ખાંડ,સંચળ,જીરા પાવડર અને ચાટ મસાલો મેળવી મિકસરમાં મિક્સ કરો.આમાં બરફ નાખી પીરસો.

આંબલીનું શરબત-ગરમીથી બચવા આ રાજસ્થાની પીણાને પીઓ.લૂ થી રાહત મેળવવાનો આ અસરકારક ઉપાય છે.

કેવી રીતે બનાવશો- આંબલી અને પાણી મેળવીને બે કલાક માટે મૂકી દો. મિશ્રણને ગાળીને એમાં ખાંડ, કાળા મરીનો પાવડર, ઇલાયચી પાવડર, સંચળ, મીઠું, બરફ અને પાણી નાખી સારી રીતે મિક્સ કરો. આને ગ્લાસમાં નાખો અને પીરસો.