દેશમાં વર્ષે સાંપ કરડવાથી 50 હજાર લોકોના થાય છે મૃત્યુ, આવી રીતે કરી શકો છો સાપથી બચાવ શેયર કરીને બીજાને પણ જણાવો.

દુનિયાભરમાં દર વર્ષે સર્પદંશથી લગભગ એક લાખ લોકો મૃત્યુ પામે છે. તેમાંથી અડધા મૃત્યુ એકલા ભારતમાં થાય છે. ભારતમાં થતા ૯૭ ટકા મૃત્યુ ગ્રામીણ વિસ્તારમાં થાય છે.

લખનઉંના લોહિયા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ગ્રામીણ વિસ્તાર માંથી આવેલા દર્દી વેન્ટીલેટર ઉપર સુઈને એક એક શ્વાસની સાથે લડાઈ લડી રહ્યો હતો. તે દેશના લગભગ ૫૦ લાખ લોકો માંથી એક છે. જે દર વર્ષે સાંપ કરડવાનો ભોગ બને છે. જો નસીબદાર હોય તો બચી જાય નહી તો, ભારતમાં દર વર્ષે સર્પદંશથી થતા ૫૦ હજાર મૃત્યુનો માત્ર આંકડો બનીને રહી જશે. નવાઈની વાત એ છે કે સાંપના કરડવાથી ભારતમાં દર વર્ષ ૫૦ હજાર મૃત્યુ થાય છે અને તેની ચર્ચા સુદ્ધાં થતી નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા જણાવે છે કે દુનિયા આખીમાં દર વર્ષે સર્પદંશથી લગભગ ૧ લાખ લોકો મરી જાય છે. તેમાથી અડધા મૃત્યુ એકલા ભારતમાં થાય છે. ભારતમાં મૃત્યુના આંકડા વધુ પણ થઇ શકે છે કેમ કે આજે પણ ભારતમાં સાંપના કરડવા પછી લોકો હોસ્પિટલને બદલે ભુવા ભોપાળા પાસે દોડે છે. સાંપનું ઝેર ઝડપી અસર કરે છે અને દર્દીના કુટુંબીજનોને પોતાની ભૂલ સુધારવાની તક નથી મળતી. આ મૃત્યુ ઘણે અંશે નોંધવામાં નથી આવી શકતા.

૯૭ ટકા મૃત્યુ ગ્રામીણ વિસ્તારમાં થાય છે. :-

પ્રસિદ્ધ સર્પ વિજ્ઞાની અને ભારતના સ્નેક મેન નામના પ્રસિદ્ધ રોમુલસ વ્હીટકરના એક રીપોર્ટ પબ્લિક લાયબ્રેરી ઓફ સાઈન્સ નામના જર્નલમાં ૨૦૧૧ માં છપાયેલી હતી. તે મુજબ ભારતમાં દર વર્ષે સાંપ કરડવા થી ૪૫,૯૦૦ થી ૫૦,૯૦૦ લોકોના મૃત્યુ થઇ જાય છે. તેમાંથી ૯૭ ટકા મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. મરનારમાં ૫૯ ટકા પુરુષ અને ૪૧ ટકા મહિલાઓ હોય છે. આ ઘટનાઓ વર્ષમાં જુન થી સપ્ટેમ્બર વચ્ચે થાય છે. જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા તેમાં ઉત્તર પ્રદેશ (૮,૭૦૦) આંધ્ર પ્રદેશ (૫,૨૦૦) અને બિહાર (૪,૫૦૦) સૌથી ઉપર છે.

જે બચી ગયા તે વિકલાંગ થઇ ગયા :-

પરંતુ ચિંતા સર્પદંશથી થતા મૃત્યુથી નથી તેનાથી આવતી વિકલાંગતાથી પણ છે. દેશમાં લગભગ સાંપના એક લાખ હુમલા થાય છે, તેમાંથી જે લોકો બચી જાય છે તેમના એ અંગ કાયમી રીતે જ અસર થઇ જાય છે. જ્યાં સાંપ કરડે છે. સાંપનું ઝેર હાથ કે પગના એ ભાગને પૂરું કરી દે છે. જીવ બચાવવા માટે અસર વાળા ભાગને કાપવો પણ પડી શકે છે. સામાન્ય રીતે સર્પદંશનો ભોગ ખેડૂત બને છે અને આવા પ્રકારની વિકલાંગતાની અસર તેમના પરિવારની ઉત્પાદકતા ઉપર પડે છે.

ભારતના ચાર ઝેરીલા સાંપ :-

જાણકારોના જણાવ્યા મુજબ ભારતમાં સાંપની લગભગ ૩૦૦ જાતિઓ મળી આવે છે. તેમાંથી ૧૫ જાતિઓના સાંપ ઝેરીલા હોય છે. આ ૧૫ માંથી પણ લગભગ ચાર સાંપોના કરડવાથી ૯૮ ટકા મૃત્યુ થાય છે. આ ચાર સાંપ છે કોબ્રા, રસલ વાઈપર, કરેત અને સો સ્કેલ્ડ વાઈપર. લગભગ સાંપ કરડવાની રીત અને સાંપના રંગ, રૂપ, આકાર, પ્રકારના આધાર ઉપર નથી કહી શકાતું કે આ ઝેરીલો કે વગર ઝેરીલો. કેમ કે અમુક સાંપ દુશ્મનોથી બચવા માટે ઝેરીલા સાંપો જેવા દેખાય છે. અને અમુક સાંપ દેખાવમાં સામાન્ય અને નાના લાગે છે પરંતુ તેનું ઝેર ઘણું ઘાતક હોય છે. એટલા માટે ઉત્તમ છે કે સાંપથી બચાવ કરવામાં આવે.

સાંપોથી બચવાની ચાવી :-

સાંપોની બાબતના જાણકાર રોમુલસ વ્હીટકર કહે છે, સામાન્ય રીતે સાંપ પોતે માણસથી ડરે છે અને ત્યારે હુમલો કરે છે. જયારે તેને એવું લાગે છે કે તેની ઉપર જોખમ છે. અમે સાંપની ટેવો, તેની રહેણી કરણી વિષે જાણીને આવી રીતે હુમલાથી બચી શકીએ છીએ અને એવા મૃત્યુને ઘણે અંશે ઓછું કરી શકીએ છીએ. રોમુલસ એ બોગ ફોત કે હેડલી ફોર નામથી કુખ્યાત ભારતના ચાર ઝેરીલા સાંપોથી બચવાની રીતો દેખાડી છે.

૧. કોબ્રા : પોતાની ફેણ વાળો કોબ્રા કે કાળા નાગને દરેક ભારતીય ઓળખે છે. પરંતુ સમાજમાં ફેલાયેલી પોતાની છાપના વિપરીત કોબ્રા પોતે માણસથી ડરે છે અને જરા એવો અવાજ થતા જ બચવાનો પ્રયાસ કરે છે.

જો તેને ખતરાનો અનુભવ થાય છે, તો તે હુમલો કરતા પહેલા ફેણ ચડાવીને અને ફૂંફાડોમારીને ચેતવણી આપે છે. જો તેથી પણ વાત ન બને તો તે પહેલા ખોટો હુમલો કરે છે. રોમુલસ એ સ્લોમોશન વિડીયોમાં સાંપના હુમલાને કેદ કરીને જોયું છે કે સાંપ પહેલી વખત મોઢું બંધ રાખે છે. તેથી પણ વાત ન બને તો તે કરડી લે છે.

કેવી રીતે બચવું : કોબ્રાનો મુખ્ય ખોરાક છે ઉંદર. ઉંદર ભોજનની શોધમાં આપણા ખેતરો અને ઘરોમાં આવી જાય છે અને તેની પાછળ પાછળ કોબ્રા સાંપ. ગામમાં ખેડૂતોના ઘર ખેતરોની પાસે જ હોય છે. એટલા માટે ભોજન શોધવા માટે ઉંદર અને તેની પાછળ કોબ્રા સરળતાથી માણસની વચ્ચે રહેવા લાગ્યા છે.

જો કોબ્રાના હુમલાથી બચવું છે તો ઘર માંથી ઉંદરને બહાર કાઢો અને ખેતરોમાં ઉંદરના દરથી સાવચેત રહો. અંધારામાં ન નીકળો કે ટોર્ચ લઇને નીકળો.

૨. રસલ વાઈપર : બીગ ફોરના આ સભ્ય મોટા દાંત અને ઝડપી ઝેર વાળા સાંપ છે. તેના આકારને કારણે જ લોકો તેને સેંડ બોય કે અજગર સમજી લે છે. તેની ઓળખ છે તેની પીઠ ઉપર લોખંડની સાંકળ જેવી બનેલી ડીઝાઇન.

તેનો ભૂખરો રંગ હોય છે, તે નાના ઉંદર, દેડકા, ગરોળીઓ, બીજા સાંપો અને કીડી મકોડાની શોધમાં પાંદડા વચ્ચે છુપાઈને બેસી રહે છે. જેવો કોઈનો પગ તેની ઉપર પડે તે પોતાનો જીવ બચાવવા માટે હુમલો કરી બેસે છે.

કેવી રીતે બચવું : રસલ વાઈપર પાંદડા વચ્ચે છુપાઈને બેસે છે એટલા માટે જે વિસ્તારમાં તે રહેતો હોય ત્યાં રસ્તાના પાંદડા દુર કરી દેવા જોઈએ. કેમ કે તે રાત્રે વધુ સક્રિય રહે છે એટલા માટે ટોર્ચ વગર કે બીજા પ્રકાશ વગર ઘર માંથી બહાર ન જાવ.

૩. કરેત : બીગ ફોરના ત્રીજા સભ્ય કરેત દેખાવમાં ખતરનાક નથી લાગતો. તેની જેવા ઘણા બીજા ઓછા ઝેરીલા સાંપ પણ હોય છે. પરંતુ કરેતનું ઝેર ઘણું ઘાતક હોય છે. તે સામાન્ય રીતે રાત્રે નીકળે છે અને હંમેશા જમીન ઉપર સુતેલા માણસ તેનો શિકાર બને છે.

ઉનાળામાં ઘણા લોકો જમીન ઉપર ઊંઘે છે, તે સાંપ પણ કીડી મકોડાની શોધમાં સુતેલા માણસ પાસે પહોચી જાય છે. ભૂલથી જો તેની ઉપર હાથ કે પગ પડી જાય તો તે આત્મરક્ષામાં કરડી લે છે. કરેતના કરડવામાં ઘણું ઓછું કે ક્યારે ક્યારે તો એકદમ દુ:ખાવો થતો નથી અને હંમેશા સુતા સુતા જ માણસનું મૃત્યુ થઇ જાય છે.

કેવી રીતે બચવું : તેનાથી બચવાની સીધી રીત છે જમીન ઉપર સુવાનું ટાળો. જો સુવું જ હોય તો તમારી આજુ બાજુ મચ્છરદાની જેવી અડચણ બનાવી લો. તેને સારી રીતે ચારે તરફથી દબાવી લો. આવી રીતે કરેતના હુમલાથી બચી શકાય છે.

૪. સો સ્કેલ્ડ વાઈપર : તે આકારમાં ચારે માંથી ઘણો નાનો હોય છે પરંતુ ઘણો સ્ફૂર્તિલો. તે ખુલ્લામાં સુકા વિસ્તારમાં છુપાયેલો રહે છે અને શરીરને જલેબી જેવા આકારમાં વાળીને રાખવાથી વધુ નાનો દેખાય છે. નાનો આકારનો હોવાને કારણે તે ઘાંસ અને પાંદડાઓની વચ્ચે દેખાતો નથી.

અમુક લોકો હંમેશા તેના આકારને કારણે જ તેવું માની ને ઉપાડી લે છે કે તે વધુ ખતરનાક નથી. ખેતર બગીચામાં કામ કરતા ખેડૂત અને બહાર ઘાસમાં રમી રહેલા બાળકો પણ તેના નિશાન ઉપર રહે છે.

કેવી રીતે બચવું : ક્યાય પણ હાથ નાખતા પહેલા ધ્યાનથી જોઈ લો કે ત્યાં સાંપ તો નથી છુપાયો. ઘરમાં ચપ્પલ વગેરે પહેરતા પહેલા તેમાં ધ્યાનથી જોઈ લો.

બધા મળીને ચાર સૂત્ર તમારે આ ચાર ખતરનાક સાંપોના હુમલા થી બચી શકો છો :

૧. ઉંદરને ઘરમાંથી દુર રાખો.

૨. સુકા પાંદડા ઉપર ન ચાલો.

૩. રાત્રે ટોર્ચનો ઉપોયોગ કરો અને જમીન ઉપર ન ઊંઘો

૪. ઘાંસ કે પાંદડામાં હાથ નાખતા પહેલા જુવો.

જો સાંપ કરડી જ લે તો શું કરવું અને શું ન કરવું :

સાંપ કરડવાના મોટાભાગના કેસમાં દર્દીને યોગ્ય સમય ઉપર ડોકટરી સારવાર મળે તો તેને બચાવી શકાય છે. પરંતુ દુર દુરના ગામ માંથી નજીકની હોસ્પિટલ સુધી પહોચવામાં લાગે સમય, ડોક્ટરને બદલે ઝાડુ-ફૂંક કે ભુવાથી ઈલાજ કરાવવો : એંટીવેણમની ખામી એ કાંઈક એવું કારણ છે. જેના કારણે સાંપના કરડવાથી દેશમાં એટલા મૃત્યુ થાય છે.

સાંપ જો કરડી લે તો શું કરવું : જયારે અમે લખનઉંના લોહિયા હોસ્પિટલના ફીજીશીયન ડો. એસ. સી. મોર્યાને પૂછ્યું તો તેમણે જણાવ્યું, સૌથી પહેલા જે વ્યક્તિને સાંપ કરડે છે તેનાથી શાંત રહેવાનું કહો. કેવો સાપ કરડ્યો છે એ જો જોયું હોય તો હોસ્પીટલમાં ડોક્ટરને જાણવું. તે વધુ ચાલે ફરે નહિ એમ કરવાથી શરીર માં ઝેર ફેલાય છે. નજીકના સરકારી હોસ્પિટલમાં વહેલામાં વહેલી તકે પહોચો. સામાન્ય ધારણાથી વિપરીત જે ભાગમાં કરડે છે તેને બંધો નહિ, ન તો તેમાં ચીરો લગાવો. તેનાથી હાલત વધુ ખરાબ થઇ શકે છે. બચાવ માટે જરૂરી છે કે રાતમાં ટોર્ચ લઇને બહાર જાવ. જમીન ઉપર ન સુવો અને શોચ માટે બહાર ન જાવ.