દાઢી કર્યા પછી ચહેરા ઉપર લગાવો આ દેશી વસ્તુ, સ્કીન બનશે સ્મુધ અને ગ્લોઈંગ

નિયમિત શેવિંગ કરનારાઓ માટે ક્લોઝ શેવ પછી હમેશા સ્કીન ઉપર ઇરીટેશન, બળતરા, કપાયેલ-છોલાયેલ કે પછી સુકાપણું ની મુશ્કેલી આવે છે. બજારમાં મળતી મોટાભાગની આફ્ટરશેવ લોશનમાં આલ્કોહોલ હોય છે જેનો વધુ ઉપયોગ કરવાથી સ્કીન સુકી અને રફ થઇ શકે છે કે પછી કોઈપણ આડ અસર થઇ શકે છે. શેવિંગ પછી જો કોઈ કુદરતી વસ્તુ ચહેરા ઉપર ઉપયોગ કરવામાં આવે તો સ્કીન ખુબ સ્મુધ અને ગ્લોઈંગ બની શકે છે અને આફ્ટરશેવ લોશન ની આડઅસર થી પણ બચી શકાય છે. આવો જાણીએ શેવિંગ પછી કઈ કુદરતી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ.

ઠંડુ દૂધ :

એક વાટકીમાં ઠંડુ દૂધ લઈને ચહેરા ઉપર લગાવો, થોડી વાર પછી ધોઈ લો. તેમાં રહેલા લૈકટીક એસીડ કુદરતી મોઈશ્ચરાઈઝર નું કામ કરે છે. સ્કીનને બળતરા માંથી આરામ અપાવી સ્મૂધ બનાવે છે.

કાચા બટેટા :

કાચા બટેટાનો રસ સ્કીન ઉપર લગાવો કે બટેટાની સ્લાઈડ માં છિદ્ર કરીને ચહેરા ઉપર ઘસો. બટેટાના રસમાં ફોસ્ફોરસ, પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે સ્કીનમાં થતા રૈશજ અને બળતરાને દુર કરે છે.

બ્લેક ટી :

ઠંડી કાળી ચા ને સ્કીન ઉપર કોટન થી લગાવો કે ટી બેગ પલાળીને ચહેરા ઉપર મસાજ કરો. તેમાં રહેલા ટોનિક એસીડ સ્કીનને બળતરા અને લાલ થવાથી અટકાવે છે. સ્કીનની ખંજવાળ અને ઇરીટેશન દુર થાય છે.

હળદરનું પાણી :

એક કપ પાણીમાં અડધી ચમચી હળદર ધોઈને કોટન ની મદદથી ચહેરા ઉપર લગાવો. તે એક ઉત્તમ એન્ટીસેપ્ટિક છે. શેવિંગ પછી છોલાવું અને બળતરાથી રાહત મળે છે. સ્કીનમાં ગ્લો આવી જાય છે.

મધ :

ચહેરા ઉપર હળવા હાથથી મધનું મસાજ કરો. થોડી વાર પછી હુફાળા પાણીથી ધોઈ લો. મધ એક એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક જેવું કામ કરે છે. તે સ્કીનને સ્મૂથ અને શાઈની બનાવે છે.

કેળા :

કેળાનો છૂંદો કરીને ચહેરા ઉપર મસાજ કરો. 10 મિનીટ પછી હુફાળા પાણીથી ધોઈ લો. કેળામાં રહેલ મિનરલ્સ સ્કીનને સોફ્ટ અને સ્મૂથ બનાવે છે. શેવિંગ પછી રફનેશ અને સુકાપણું દુર થાય છે.

પપૈયું :

પપૈયાનો છૂંદો કરીને હળવા હાથથી ચહેરા ઉપર લગાવો 10 મિનીટ પછી પાણીથી ધોઈ લો. તેમાં રહેલ પોનેન નામનું એન્જાઈમ રૈશેજ અને બળતરાને દુર કરે છે. ડેડ સેલ્સ દુર થાય છે અને સ્કીન ગ્લોઈંગ બને છે.

એપ્પલ સાઈડર વીનેગર :

એક વાટકો પાણીમાં એક ચમચી એપ્પલ સાઈડર વીનેગર નાખીને ચહેરા ઉપર લગાવો. તેમાં એન્ટી ઇનફ્લેમેટરી પ્રોપર્ટી રેજર બર્ન અને ખંજવાળ માંથી રાહત આપાવે છે. એસીટીક ઇન્ફેકશન થી બચાવે છે.

બેકીગ સોડા :

એક કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ભેળવીને કોટન થી સ્કીન ઉપર લગાવો. તેમાં એન્ટી ઇનફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે. તે બળતરા અને સુકાપણા ને દુર કરીને સ્કીનને સ્મૂથ અને ચોખ્ખી બનાવે છે.

કાકડી :

ફ્રીજમાં રાખેલી કાકડી ની સ્લાઈસ ને ચહેરા ઉપર ઘસો કે પછી કાકડીની પેસ્ટ લગાવો. તેમાં રહેલા વિટામીન ‘સી’ અને ‘કે’ બળતરા અને દુઃખાવો દુર કરે છે. સ્કીન હાઈડ્રેટ બને છે. સુવાળી અને સ્મૂથ બને છે.

પુરુષો ને દાઢી કરવા ની રીત >>> પુરુષો આ રીતે કરે દાઢી તો ચામડી કાયમ મુલાયમ રહેશે અને ક્યારેય સ્કિન ખરાબ નહિ થાય