મેરઠના દેશી બોયે ચીની કંપનીને ભારત ના બજારમાં બનાવી દીઘી ઝીરોથી હીરો કંપની

કિસકા બજા, એ જાહેરાતથી કરોડો ભારતીય માહિતગાર છે. બધા જાણે છે કે આ જાહેરાત ભારતમાં ઝડપથી પગ પેસારો કરવાવાળી કંપની શાઓમીની છે. તે શાઓમી જે ૨૦૧૪ સુધી ભારતના બજારમાં માત્ર ઓનલાઈન પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતી હતી. અને શાઓમી જેની કંપનીની ભાગીદારી ત્યારે ભારતીય બજારમાં માત્ર ૧.૪ ટકા હતી. ત્યારે આઈઆઈટી અને આઈઆઈએમમાંથી ડીગ્રી મેળવવા માટે મેરઠના મનુ જૈને ભારતીય બજારમાં ચીની કંપની સાથે જોડાણ કર્યું, અને કંપનીને જોત જોતામાં પાંચ વર્ષમાં ભારતીય બજારમાં ટોપ ઉપર લાવીને ઉભી કરી દીધી.

કાઉન્ટરપ્વાઈંટ રીસર્ચના જણાવ્યા મુજબ, શાઓમીની ભાગીદારી ૨૮ ટકા સુધી પહોંચી ગઈ છે. આઈસીડીના અહેવાલ મુજબ આ વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ભારતના સ્માર્ટફોન બજારમાં શાઓમીની ભાગીદારી ૨૭.૧ ટકા થઈ ગઈ જયારે બીજા નંબર ઉપર રહેલી સેમસંગની ભાગીદારી ૧૮.૯ ટકા રહી. આ ત્રિમાસિકમાં શાઓમીએ ૧.૨૬ કરોડ સ્માર્ટફોનનનું શીપમેંટ કર્યું જે એક રેકોર્ડ છે. કંપની વાર્ષિક ૮.૫ ટકાનો ગ્રોથ લઇ રહી છે.

૨૦૧૪ દરમિયાન શાઓમીને હિન્દીમાં લખવામાં ઘણી ભૂલો થઇ રહી હતી :

૨૦૧૪ માં જ શાઓમીએ ઓનલાઈનમાંથી ઓફલાઈન આવવાની તૈયારી કરી લીધી હતી. ત્યારે એ નક્કી થઇ ગયું હતું કે, કંપની ભારતીય બજારમાં ફોન સાથે બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરશે. જૈને એ હિસાબથી જ આ પોતાની રણનીતિ બનાવી. ૨૦૧૪ દરમિયાન ફિટનેસ બેંડ ઘણું ઓછુ ચલણમાં હતું. જે ચલણમાં હતું તે ઘણું મોંઘુ હતું અને સામાન્ય માણસની પહોંચ બહાર હતું.

શાઓમીએ તે સમયે ફિટનેસ બેંડ માત્ર ૨૦૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કરી હતી, અને ભારતીય બજારમાં ફિટનેસ બેંડ પોપુલર બનાવ્યું. સૌથી મોટી વાત એ હતી કે જૈન હિન્દી ભાષી છે, અને તેના કારણે હિન્દી બજારમાં શાઓમીને ઘણી પ્રગતી મળી.

૨૦૧૪ દરમિયાન શાઓમીને હિન્દીમાં લખવામાં ઘણી ભૂલો થઇ રહી હતી. તે જૈન જ હતા જેમણે ઘણા હિન્દી રિપોર્ટરને જણાવ્યું કે, શાઓમીને સાચું કેવી રીતે લખવામાં આવે છે. ૨૦૧૪-૧૫માં શાઓમી આફ્ટર સેલ સર્વિસને ઉત્તમ બનાવવા અને ઓફલાઈન બજારમાં પોતાને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહી હતી.

આ છે જૈનની સફળતાનો મંત્ર :

શાઓમીના ગ્લોબલ વાઈસ પ્રેસીડેંટ અને શાઓમી ઇંડિયાના પ્રબંધ નિર્દેશક (એમડી) મનુ જૈનના પ્રયાસથી ચીની કંપની શાઓમી ભારતમાં સૌથી મોટી એક્સીક્લુસિવ બ્રાંડ રીટેલ નેટવર્ક બની ગઈ છે, જે સેમસંગ ઇંડિયાથી ૪૪ ટકા મોટી છે. ડોમિનોઝ ઇંડિયાથી ૧૮ ટકા તો બાટા ઇંડિયાથી ૧૧૭ ટકા મોટી છે. ફોર્બ્સ ઇંડિયા મુજબ જૈનનું કહેવાનું છે કે, હાલ શાઓમી ભારતમાં પોતાના શરુઆતના દિવસોમાં છે.

શાઓમી હજુ ભારતની ધરતીને સ્ક્રેચ કરી છે. ફોર્બ્સ ઇંડિયા મુજબ જૈનની સફળતાનો મંત્ર છે. આગળ વધવા માટે, પ્રગતી કરવા માટે તમારે તમારા કંફર્ટ જોન (આરામદાયક સ્થિતિ) માંથી બહર નીકળવાનું રહેશે. ભૂલ કરવી પણ ઠીક છે, પરંતુ તે ભૂલને ફરી વખત પુનરાવર્તિત કરવી ઠીક નથી.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.