અભણ વૈજ્ઞાનિક: ડીઝલ નહિ હવા થી ચાલે છે આ એન્જીન, અભણ મિત્રોએ 11 વર્ષમાં કર્યું તૈયાર

ગાડીઓના ટાયરમાં હવા ભરવાવાળા બે અભણ મિત્રોએ કઈક જુદું કરવાનું નક્કી કર્યું તો હવાથી ચાલતું એન્જીન જ બનાવી દીધું. 80 ફૂટની ઊંડાઈ થી આ હવાનું એન્જીન પાણી ખેંચી જાય છે. 11 વર્ષની મહેનત પછી આ એન્જીન બનીને તૈયાર થયું છે. હવે તે બાઈકની હવાથી ચલાવવા માટે એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.

હાલમાં રાજસ્થાન ના ભરતપુર જીલ્લામાં રુપવાસ ના ખેડીયા વિલ્લોજ ના રહેવાશી અર્જુન કુશવાહ અને મિસ્ત્રી ત્રિલોકચંદ ગામમાં જ એક દુકાન ઉપર મોટર ગાડીઓના ટાયરોમાં હવા ભરવાનું કામ કરતા હતા.

લગભગ 11 વર્ષ પહેલા જુન માં એક દિવસ ટ્રક ના ટાયરની હવા ચેક કરી રહ્યા હતા તો તેનું એન્જીન ખરાબ થઇ ગયું. તે ઠીક કરાવવા સુધી નાં પણ ખિસ્સામાં પૈસા ન હતા. એટલા માં જ એન્જીન નો બોલ ખુલી ગયો અને ટાંકીમાં ભરેલી હવા બહાર આવવા લાગી. એન્જીનું પૈડું દબાણને લીધે ઊંધું ફરવા લાગ્યું. પછી અહિયાથી જ બન્નેએ શરુ કર્યું હવાથી એન્જીન ચલાવવાની શોધ ના પ્રયત્નોની. વર્ષ 2014 માં તેઓ તેમાં સફળ પણ થઇ ગયા. આજે તેઓ તે હવાના એન્જીનથી જ ખેતરની સિંચાઈ કરે છે.

1 વર્ષમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો

* ત્રિલોકચંદે જણાવ્યું કે 11 વર્ષથી તે સતત હવા ના એન્જીન ઉપર જ શોધ કરી રહ્યો હતો. અત્યાર સુધી ઘણું બધું શીખી ગયા છે.

* તે બનાવવામાં લગભગ 3.5 લાખ રૂપિયાનો જરૂરી સમાન લાવવામાં આવેલ છે. હવે બે પૈડા ચાર પૈડાના વાહનોને હવાથી ચલાવવાની યોજના બનાવી રહ્યા છે.

આવી રીતે બનાવ્યું 8 હોર્સ પાવર નું એન્જીન

અર્જુન કુશવહે જણાવ્યું , “ચામડાના બે ફેફડા બનાવો. તેમાં એક છ ફૂટ અને બીજો અઢી ફૂટ નો. તેમાંથી એક ફેફ્ડો એન્જીન ઉપર લગાવ્યો. જો કે એન્જીનના એક પૈડામાં ગાડીના ત્રણ પટ્ટા બીજા પૈડા માં પાંચ પટ્ટા લગાવીને એવી રીતે સેટ કર્યું કે તે થોડો ધક્કો આપવાથી વજનને લીધે ફરતો જ રહે. પીસ્ટન વોલ લગાવેલ જ નથી.

જયારે એન્જીનના પૈડાને થોડું જ ફેરવવામાં આવે છે તો તે મોટા ફેફડા માં હવા આપે છે. તેનાથી નાના ફેફ્ડામાં હવા પહોચે છે અને એન્જીન ધીમે ધીમે સ્પીડ પકડવા લાગે છે. તેનાથી એન્જીન દ્વારા પાણી ખેંચાય છે. બંધ કરવા માટે પૈડાને જ ફેરવવાથી અટકે છે. હવા થી ચાલે નહી, તેના માટે લોખંડનો સળીયો નાખવામાં આવે છે.

” તે બનાવવા માટે લગભગ 3.5 લાખ રૂપિયા ના જરૂરી સમાન લાવવામાં આવેલ છે. આજે તે આ હવાના એન્જીન થી ખેતરની સિંચાઈ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.