જાણો શું હોય છે દેવ દોષ? અને આ દોષથી બચવાના સરળ ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા દોષનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તે દોષોમાંથી એક દોષને ‘દેવ દોષ’ ના નામથી ઓળખવામાં આવે છે. દેવ દોષનો સંબંધ દેવતાઓ સાથે હોય છે અને આ દોષ પૂર્વજો કે પરિવારના વડવાઓ સાથે મળે છે. ખાસ કરીને જે લોકોના પૂર્વજો દ્વારા ગુરુ, પુરોહિત, કુળદેવી કે દેવતાઓનું સન્માન નથી કરવામાં આવતું, તે લોકોને આ દોષ લાગી જાય છે.

દેવ દોષના કારણ :

દેવ દોષ લાગવાના ઘણા કારણ માનવામાં આવે છે, જેમાંથી થોડા મુખ્ય કારણો આ મુજબ છે.

જો પરિવારમાં કોઈ વ્યક્તિ દેવતાઓનું અપમાન કરે છે તો તે દોષ શરુ થઇ જાય છે.

તમારા પરિવારનો કોઈ પણ વ્યક્તિ દેવતાઓનું અપમાન કરે છે તો આ દોષ શરુ થઇ જાય છે. તમારા પૂર્વજો દ્વારા પવિત્ર ઝાડ જેવા કે પીપળો વગેરે કાપવામાં આવ્યા હોય, તો પણ આ દોષ શરુ થઈ જાય છે.

ઝાડ ઉપરાંત જો ભગવાનની મૂર્તિનું સ્થાન બદલવામાં આવે, કે મંદિરનું સ્થાન તોડવામાં આવે છે ત્યારે પણ આ દોષનો ભોગ બની જવાય છે.

જે વ્યક્તિના કુટુંબવાળાએ ક્યારે પણ સાધુની વાત ન માની હોય, જે નાસ્તિક હોય તે વ્યક્તિની કુંડળીમાં પણ આ દોષ શરુ થઇ જાય છે.

જે લોકો કુળ દેવતાઓની પૂજા નથી કરતા તેને પણ દેવ દોષ લાગી જાય છે.

જો કોઈ માનતા માનતી વખતે કોઈ સમય સાથે તેનો વાયદો ભગવાન સાથે કરવામાં આવે છે, અને માનતા પૂરી થઇ ગયા પછી વાયદા મુજબ માનતા પુરી નથી કરવામાં આવતી ત્યારે પણ દેવ દોષ લાગી જાય છે.

આ દોષની અસર : કુંડળીમાં દેવ દોષ થવાની તેની ખરાબ અસર બાળકોના જીવન ઉપર પડે છે. એવું માનવામાં આવે છે કે દેવ દોષની અસર ત્રીજી પેઢી ઉપર પડે છે. ત્રીજી પેઢીના બાળકોનું જીવન માત્ર પીડાથી ભરેલું રહે છે અને જીવનમાં સુખ નથી મેળવી શકતા. ઘણા લોકોને ધન હાની થવા લાગી જાય છે, તો ઘણા લોકોને આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો જીવનભર રહે છે. તે ઉપરાંત ઘરનું વાતાવરણ પણ હંમેશા તણાવથી ભરેલું રહે છે.

દેવ દોષથી બચવાના અને તેને દુર કરવાના ઉપાય : કુંડલીમાં દેવ દોષ શરુ થવાથી નીચે જણાવેલા ઉપાયો કરો. આ ઉપાય કરવાથી દેવ દોષમાંથી મુક્તિ મળી જાય છે.

પહેલો ઉપાય : આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે તમારા કુળના દેવી દેવતાની પૂજા જરૂર કરો. કુળના દેવી દેવતાઓની પૂજા કરવાથી તે દોષ દુર થઇ જાય છે. પૂજા કરતી વખતે તેમને સુંદર ફૂલ, સુગંધિત ધૂપ અને વગેરે વસ્તુ અર્પણ કરો અને તેમની માફી માગો.

બીજો ઉપાય : તમારા ધર્મનું યોગ્ય રીતે પાલન કરો અને ગ્રંથોના પાઠ કરતા રહો. તે ઉપરાંત સમય સમયે મંદિરમાં વસ્તુ અર્પણ કરતા રહો.

ત્રીજો ઉપાય : ત્રીજા ઉપાયમાં એક પીપળાનું ઝાડ ઉગાડો. આ ઝાડની સતત દર શનિવારના દિવસે પુજા કરો. તે ઉપરાંત આ ઝાડ આજુબાજુની જગ્યા સ્વચ્છ પણ રાખો.

ચોથો ઉપાય : જેટલું બની શકે એટલું વધારે પુણ્ય અને ધર્મ સાથે જોડાયેલા કાર્યોમાં ભાગ લો. બ્રાહ્મણોની સેવા કરો અને તેને સમયે સમયે ભોજન કરાવો અને વસ્તુઓનું દાન પણ કરો.

ઉપર જણાવેલા ઉપાયો કરવાથી દેવ દોષમાંથી મુક્તિ મળી જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.