દેવકી-યશોદા સિવાય આ સ્ત્રીઓ પણ છે ભગવાન શ્રીકૃષ્ણની માતા, ખુબ ઉંડુ છે રહસ્ય.

ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ વિષે બધા જાણે છે. દરેક ક્ષણ તે કાંઈકને કાંઈક અલગ લીલાઓ કરતા હતા. જેના કિસ્સા પુરાણોમાં રહેલા છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ ઘણા નટખટ માનવામાં આવતા હતા. તે પોતાના તોફાનોથી સૌને હેરાન કર્યા કરતા હતા, જેના કારણે જ ઘણી વખત તેની માતા તેને સજા પણ કરતી હતી, પરંતુ તે પણ તેનાથી વધુ સમય સુધી નારાજ રહી શકતી ન હતી. એટલું જ નહિ ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલા વિષે જેટલું પણ કહેવામાં આવે ઓછું જ લાગે છે. કેમ કે તેમનુ જીવન ઘણું રસપ્રદ રહ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણ વિષે જયારે પણ વાત કરવામાં આવે છે, તો તેની માતાઓનું વર્ણન જરૂર થાય છે. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણને એક નહિ, પરંતુ ઘણી માતાઓનો પ્રેમ મળ્યો છે. પરંતુ હંમેશા માત્ર બે જ માતાઓ વિષે વાત થાય છે. એક તો તે જેમણે તેમને જન્મ આપ્યો, બીજા તે જેમણે તેનો ઉછેર કર્યો. એટલે કે મોટાભાગના લોકો માત્ર તેમની બે માતાઓ વિષે જ જાણે છે, પરંતુ શાસ્ત્રો મુજબ તેમની ઘણી માતાઓ છે, જેના વિષે અમે તમને અહિયાં જણાવીશું.

૧. દેવકી

ભગવાન શ્રીકૃષ્ણની સગી માતા તરીકે દેવકીનું નામ લેવામાં આવે છે. ખાસ કરીને દેવકીએ ભગવાન શ્રીકૃષ્ણને જન્મ આપ્યો હતો. પરંતુ તેનો ઉછેર કોઈ બીજી સ્ત્રીએ કર્યો. દેવકી મથુરાના રાજા કંસના પિતા મહારાજા ઉગ્રસેનના ભાઈ દેવકની કન્યા છે. તેમને અદિતિનો અવતાર પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેના ભાઈ કંસ તેના બાળકોને મારી નાખતા હતા. જેના કારણે જ વસુદેવે ભગવાન શ્રીકૃષ્ણના જન્મતા જ તેને દુર મૂકી આવે છે. જેથી તેમનું જીવન બચી જાય.

૨. યશોદા :-

યશોદાનું ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં ઘણું જ વધુ મહત્વ છે. યશોદા તેની સગી માં ન હતી. પરંતુ છતાં પણ તેને સગી માં કરતા વધુ પ્રેમ કરતી હતી, જેના કારણે જ તેનું સ્થાન તેમના જીવનમાં સૌથી ઊંચું રહે છે. એટલે કે યશોદાને પોતાના પ્રેમથી ન માત્ર ભગવાન શ્રીકૃષ્ણનું દિલ જીત્યું, પરંતુ આખા સમાજનું દિલ જીત્યું હતું. જેના કારણે જ આજે પણ તેમનું વર્ણન કરવામાં આવે છે. વસુદેવે પોતાના નાના એવા કૃષ્ણને યશોદાના ઘરે મૂકી આવ્યા હતા, જેથી કંસથી તેનું રક્ષણ કરી શકે.

3. રોહિણી :-

હજુ સુધી તમે ભગવાન શ્રીકૃષ્ણને જન્મ આપવા વાળી માં અને ઉછેર કરવા વાળી માં વિષે જ સાંભળ્યું હશે, પરંતુ તેની એક માં રોહિણી પણ છે, જેમણે ન તો તેમને જન્મ આપ્યો છે અને ન તો તેમનો ઉછેર કર્યો, પરંતુ છતાં પણ તે સંબંધ માં તેમની માતા થાય છે. વસુદેવની બીજી પત્ની રોહિણી બલરામ, એકાંગા અને સુભદ્રાની માતા હતી.

તેવામાં તે યશોદા માતાને ત્યાં જ રહેતી હતી. એટલે કે શ્રીકૃષ્ણને ત્રણ માતા હતી. જેની સાથે તે ઘણો જ વધુ પ્રેમ કરતા હતા. એટલું જ નહિ, વસુદેવની ઘણી બીજી પત્નીઓ પણ હતી, જેમાં પૌરવી, ભદ્રા, મદિરા, રોચના અને ઈલા રહેલી છે. તેવામાં આ બધી પણ કૃષ્ણની સોતેલી માં હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.