દેવી-દેવતાઓને હારથી બચાવવા માટે ભગવાન ગણેશે લીધું હતું સ્ત્રી રૂપ, પરંતુ તેના પછી…

કોઈ પણ સારા કે શુભ કામ કરતા પહેલા લોકો ભગવાન ગણેશજીનું નામ જરૂર લે છે અને તેનું નામ લીધા પછી જ શુભ કાર્ય કરવાની શરુઆત કરવામાં આવે છે. ભગવાન ગણેશને ઘણા લોકો, ગણપતિ બાબા, ગણરાજ જેવા નામોથી ઓળખે છે. પરંતુ ઘણા ઓછા લોકો છે જે ગણેશ ભગવાનની વિનાયકી નામ અને અવતાર વિષે જાણે છે.

ગણેશજીનો આ અવતાર એક સ્ત્રીનો અવતાર છે અને આ અવતારની ઘણા રાજ્યમાં પૂજા પણ કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે જેવી રીતે જ દરેક વિષ્ણુ, ઇન્દ્ર અને વગેરે ભગવાનોને કોઈને કોઈ સ્ત્રી અવતાર લીધો હતો, તેવી રીતે જ ગણેશજીનો પણ એક સ્ત્રી અવતાર લીધો છે. જેને વિનાયકીના નામથી ઓળખવામાં આવે છે, અને ગણેશજીના આ અવતાર ધારણ કરવા પાછળ એક કથા પણ જોડાયેલી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ખરેખર ગણેશજીએ વિનાયકીનો અવતાર લીધો હતો.

વિનાયકી અવતાર સાથે જોડાયેલી કથા મુજબ એક વખત અંધક નામના દૈત્યએ માં પાર્વતીને પોતાની પત્ની બનાવવાનો પ્રયાસ કર્યો અને તે બળજબરી પૂર્વક માં પાર્વતીને પિતાની પત્ની બનાવવા માટે પોતાની સાથે લઇ જવા લાગ્યો. ત્યારે માં પાર્વતીએ શિવજી ભગવાનને યાદ કર્યા અને શિવજી ભગવાને પ્રગટ થઈને અંધકને પોતાના ત્રિશુલથી મારી નાખ્યો.

આમ તો ત્રિશુલ લાગવાથી રાક્ષસ અંધકનું લોહી ધરતી ઉપર પડવા લાગ્યુ અને તેના લોહીના ટીપાથી અંધકની એક રાક્ષસીનો જન્મ થવા લાગ્યો. જેટલા અંધક રાક્ષસના લોહીના ટીપા જમીન ઉપર પડતા રહ્યા હતા, તે બધી અંધકા રાક્ષસીમાં બદલાતી રહી હતી. તેમ થવાથી ઘણી અંધીક રાક્ષસી ઉત્પન્ન થઇ ગઈ. અને એટલી રાક્ષસીને મારવું સરળ ન હતું.

ત્યારે માં પાર્વતીએ વિચાર્યું કે પ્રત્યેક દૈવીય શક્તિના બે તત્વ હોય છે, જે એક પુરુષ અને મહિલા હોય છે. એક તરફ જ્યાં પુરુષ તત્વ દૈવીય શક્તિને માનસિક રીતે શક્તિશાળી બનાવે છે. અને સ્ત્રી તત્વ તેને શક્તિ પૂરી પાડે છે. એટલા માટે માતાએ તે તમામ દૈવીય શક્તિને ભગવાનોને અંધકા સામે લડવા માટે બોલાવી લીધા.

તમામ ભગવાનોએ લીધું સ્ત્રીનું સ્વરૂપ :-

અંધક રાક્ષસના લોહી માંથી ઉત્પન્ન થઇ રહેલી અંધકા રાક્ષસીને રોકવા માટે તમામ ભગવાનોએ સ્ત્રીનું સ્વરૂપ લીધું અને જમીન ઉપર પડતા લોહીના ટીપાને તે ભગવાનોએ રોકવાનું શરુ કરી દીધું. આ રાક્ષસના લોહીને ધરતી ઉપર પડતા પહેલા જ તે તમામ ભગવાનો તેને પોતાની અંદર સમાવવા લાગ્યા. પરંતુ અથાગ પ્રયાસ પછી પણ સંપૂર્ણ રીતે અંધક રાક્ષસના લોહીને જમીન ઉપર પડવાથી રોકી શકતા ન હતા.

ત્યારે ભગવાન ગણેશજી પણ પોતે સ્ત્રી રૂપે પ્રગટ થયા અને તેમને વિનાયકીનું રૂપ લઇને આ રાક્ષસનું લોહી પી લીધું. ત્યાર પછી તે રાક્ષસને સરળતાથી મારી નાખવામાં આવ્યો અને આવી રીતે જ ગણેશજીનો સ્ત્રીનો અવતાર જોવા મળ્યો. ગણેશજીના વિનાયકી રૂપની પૂજા કાશી અને ઉડીસામાં ઘણી વધુ કરવામાં આવે છે અને ભગવાનના આ રૂપની તે મૂર્તિ તમને તમિલનાડુ ના ચિંદબરમ મંદિર અને જબલપુરના ચોસઠ યોગીની મંદિરમાં જોવા મળી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.