તો એટલા માટે દેવી લક્ષ્મી દબાવે છે શ્રી હરિના પગ… વાંચો આ પૌરાણિક કથા.

દરેક પત્નીઓએ જાણવું જોઈએ કે માતા લક્ષ્મી કેમ ભગવાન વિષ્ણુના પગ દબાવે છે. પૌરાણીક કથા આજે ગુરુવાર છે એટલે વિષ્ણુજીનો દિવસ. આજે અમે તમારા માટે વિષ્ણુજીની પૌરાણીક કથા લાવ્યા છીએ. શાસ્ત્રોમાં આ તસ્વીરોમાં જોવા મળે છે કે માં લક્ષ્મી શ્રી હરિના ચરણોમાં બેસીને તેમના પગ દબાવે છે.

તેની પાછળ પણ એક પૌરાણીક કથા છે, જેનું વર્ણન અમે અહિયાં કરી રહ્યા છીએ. એક વખત નારદજીએ માં લક્ષ્મીને પૂછ્યું કે તે હંમેશા વિષ્ણુજીના પગ કેમ દબાવે છે? લક્ષ્મીજીએ જવાબ આપ્યો કે ભલે માણસ હોય કે પછી દેવી-દેવતા, ગ્રહોની અસરથી કોઈ દુર રહી શકાતું નથી. મહિલાઓના હાથમાં દેવગુરુ બૃહસ્પતીનો વાસ હોય છે. તો પુરુષોના પગમાં દેત્યગુરુ શુક્રાચાર્ય નો. તેવામાં જયારે પણ કોઈ મહિલા પુરુષના પગ દબાવે છે, તો દેવ અને દાનવનું મિલન થાય છે અને તેનાથી ધનલાભનો યોગ ઉભો થાય છે. એ કારણ છે કે હું હંમેશા શ્રી હરિના પગ દબાવું છું.

પુરાણો મુજબ, લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ તેમના પુરુષાર્થના બળ ઉપર જ પોતાના વશમાં રાખ્યા હતા. જે હંમેશા બધાના કલ્યાણનો ભાવ રાખે છે. જે લક્ષ્મીજી વિષ્ણુજી પાસે છે તે ધન અને સંપત્તિ છે. શ્રી હરિ તેનો પુરતો ઉપયોગ જાણે છે. એ કારણ છે કે મહાલક્ષ્મી શ્રી વિષ્ણુના પગમાં તેમની દાસી બનીને રહે છે. તે ઉપરાંત પણ તેમની સાથે જોડાયેલી એક પૌરાણીક કથા છે.

એક બીજી પૌરાણીક કથા મુજબ, લક્ષ્મીજીની બહેન અલક્ષ્મી તેની ઈર્ષા કરતી હતી. એવું એટલા માટે કેમ કે અલક્ષ્મી જરાપણ આકર્ષક ન હતી. તેમની આંખો ચમકતી, વાળ ફેલાયેલા અને મોટા મોટા દાંત હતા. દેવી લક્ષ્મી જયારે પણ તેમના પતિ એટલે શ્રી હરિ સાથે રહેતી હતી ત્યારે અલક્ષ્મી હંમેશા ત્યાં પહોચી જતી હતી. તે વર્તન લક્ષ્મીજીને જરાપણ ગમતું ન હતું. તેમણે અલક્ષ્મીને કહ્યું કે તું મને અને મારા પતિને એકલા કેમ નથી છોડતી. ત્યારે અલક્ષ્મીએ કહ્યું કે તેની કોઈ પૂજા નથી કરતું. એટલા માટે જ્યાં પણ લક્ષ્મીજી જશે તે ત્યાં તેમની સાથે આવશે.

તે સાંભળીને લક્ષ્મીજી ગુસ્સે થઇ ગયા અને અલક્ષ્મીને શ્રાપ આપી દીધો. તેમણે કહ્યું કે મૃત્યુ દેવતા તારા પતિ છે. ગંદકી, ઈર્ષા, લાલચ, આળસ, રોષ જ્યાં પણ હશે તું ત્યાં નિવાસ કરીશ. તેથી માં લક્ષ્મી હંમેશાથી તેમના પતિના ચરણોની ગંદકી દુર કરતી રહે છે, જેથી અલક્ષ્મી ક્યારે પણ તેમની પાસે ન આવી શકે.

જેમ કે કહેવામાં આવે છે કે સૌભાગ્ય અને દુર્ભાગ્ય એક સાથે ચાલે છે. તેવામાં દુર્ભાગ્ય ઘણી વખત તમારા જીવનમાં પ્રવેશ કરવાની તક શોધતું રહે છે. અલક્ષ્મી પણ એ રીતે ઘરની બહાર બેસીને લક્ષ્મીના જવાની રાહ જુવે છે. જ્યાં ગંદકી રહેલી હોય છે કે લાલચ અને ઈર્ષા હોય છે ત્યાં ઝગડા અને કંકાસનું વાતાવરણ ઉભું થાય છે. તેનાથી એ સંકેત મળે છે લે ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થઇ ગયો છે. તેવામાં લોકોએ માં લક્ષ્મીની પૂજા સતત કરતા રહેવું જોઈએ જેથી અલક્ષ્મી ઘરમાં પ્રવેશ ન કરી શકે.

ડીસક્લેમર : આ લેખમાં રહેલી કોઈ પણ માહિતી, વસ્તુ, ગણતરીની સત્યતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. જુદા જુદા માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, પ્રવચનો, માન્યતાઓ, ધર્મગ્રંથો માંથી સંગ્રહિત કરી આ માહિતી તમારા સુધી પહોચાડવામાં આવી છે. અમારો ઉદેશ્ય માત્ર માહિતી પહોચાડવાનો છે, તેનો ઉપયોગ કરવા વાળા તેને માત્ર માહિતી સમજીને જ લે. તે ઉપરાંત તેના કોઈ પણ ઉપયોગની જવાબદારી સ્વયં ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.