‘હેરા ફેરી’ માં દેવીપ્રસાદની પૌત્રી યાદ છે? જુઓ હવે તે કેટલી મોટી અને સુંદર થઈ ગઈ.

બોલીવુડ હિરોઇનોને ટક્કર આપે છે ‘હેરા ફેરી’ માં જોવા મળેલી દેવીપ્રસાદની પૌત્રી, જુઓ તેના ફોટા

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે અંગે.

વર્ષ 2000 માં એક ઉત્તમ કોમેડી ફિલ્મ આવી હતી જેનું નામ ‘હેરા ફેરી’ છે. આ ફિલ્મના રિલીઝ થયાના 20 વર્ષ વીતી ચુક્યા છે, પણ આજે પણ જો તેને ટીવી ઉપર જોશો તો હસી હસીને પેટ દુઃખવા લાગે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલા દરેક પાત્ર અને કલાકાર આજે પણ લોકોને સારી રીતે યાદ છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. હેલ્લો! દેવી પ્રસાદજી ઘર પર હૈ? ’ફિલ્મનો આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો હતો. જો તમને યાદ હોય તો, આ ફિલ્મમાં દેવી પ્રસાદની એક પૌત્રી પણ હતી, જેનું ઓનસ્ક્રીન નામ રિંકુ હતું. 20 વર્ષોમાં, આ રિંકુ ખૂબ મોટી થઈ ગઈ છે.

હેરા ફેરી મૂવીમાં દેવી પ્રસાદની પૌત્રી રિંકુની ભૂમિકા એન એલેક્સિયા એનરાએ ભજવી હતી. કેમ કે ફિલ્મને આવ્યે 20 વર્ષ વીતી ગયા છે, તેથી એન પણ પહેલાથી ઘણી બદલાઈ ગઈ છે. હવે એન ખૂબ જ સુંદર દેખાય છે. તેની તસવીરો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ફિલ્મ ‘હેરા ફેરી’ માં જોવા મળ્યા પછી, એન ‘અવઈ’ શાનમુગી ‘નામની ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કમલ હાસનની પુત્રી બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, તો આ દિવસોમાં એન ફિલ્મોથી દૂર થઇ ગઈ છે. હાલમાં તે તેના ચેન્નઈના ઘરે રહે છે. અહેવાલો અનુસાર, ‘હેરા ફેરી’ પછી એન હજી સુધી કોઈ પણ હિન્દી ફિલ્મમાં જોવા મળી નથી.

એને ‘હેરા ફેરી’ ભલે 20 વર્ષ પહેલા કરી હોય, પરંતુ આજે પણ આ ફિલ્મ સાથે જોડાયેલી તેની યાદો તાજી છે. તે કહે છે કે ફિલ્મના સેટ ઉપર અક્ષય કુમાર તેની સાથે ખૂબ મસ્તી કરતા હતા. એકવાર તે મસ્તી કરી રહી હતી અને આ દરમિયાન કેમેરાની સામે આવી ગઈ હતી, ત્યારે પરેશ રાવલે તેને ઠપકો આપ્યો હતો. એનને ત્યારે કોઈ અંદાઝ ન હતો કે તે ખૂબ મોટી હિટ ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છે. તે તો એન પછીથી જયારે વધુ મોટી અને હોશિયાર થઈ, ત્યારે તેને તેનું મહત્વ સમજાયું.

એન એલેક્સિયા એનેરાનો ફિલ્મોમાં આવવાનો કોઈ ઇરાદો ન હતો. તે એક અભિનેત્રી બનવા માંગતી ન હતી. હાલમાં તે એક ઉદ્યોગસાહસિક છે. તેની પાસે એક સ્ટાર્ટઅપ છે, જેમાં વેસ્ટ પ્રોડક્ટ્સ માંથી કામની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. બીજી એક આશ્ચર્યજનક વાત એ છે કે એનને હિન્દી બોલતા પણ આવડતું નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.