ક્યારે છે દેવઉઠી એકાદશી? જાણો આનું મહત્વ અને પૂજા વિધિ

કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ વખતે દેવઉઠી એકાદશી 8 નવેમ્બરે છે. દેવઉઠી એકાદશીને હરિપ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહેવાય છે. માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ અષાઢ શુક્લ એકાદશીએ ચાર માસ માટે ઊંઘી જાય છે, અને કાર્તિક શુક્લ એકાદશીના રોજ જાગે છે. દેવઉઠી એકાદશીના દિવસ ચતુર્માસનો અંત થાય છે.

શું છે દેવઉઠી એકાદશીનું મહત્વ?

કહેવામાં આવે છે કે, આ ચાર મહિનામાં દેવ શયનના કારણે સમસ્ત માંગલિક કાર્ય વર્જિત હોય છે. જયારે દેવ વિષ્ણુ જાગે છે, ત્યારે જ કોઈ માંગલિક કાર્ય સંપન્ન થાય છે. દેવ જાગરણ કે ઉત્થાન થવાના કારણે આને દેવોત્થાન એકાદશી કહે છે. આ દિવસે ઉપવાસ રાખવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે આનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

દેવઉઠી એકાદશીના દિવસે વ્રત રાખવાનો નિયમ :

નિર્જળ કે ફક્ત જલીય પદાર્થો પર ઉપવાસ રાખવો જોઈએ.

જો રોગી, વૃદ્ધ, બાળક કે વૃદ્ધ વ્યક્તિ છે તો તેમણે એક ટાઇમનો ઉપવાસ રાખવો જોઈએ.

ભગવાન વિષ્ણુ કે પોતાના ઇષ્ટ દેવનો ઉપાસના કરો.

તામસિક આહાર (ડુંગરી, લસણ, માંસ, દારૂ, વાસી ભોજન) બિલકૂલ ખાવા નહિ.

આ દિવસે “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ.

જો તમારો ચંદ્ર નબળો છે કે માનસિક સમસ્યા છે, તો જળ અને ફળ ખાઈને કે નિર્જળ એકાદશીનો ઉપવાસ જરૂર રાખો.

શું છે દેવઉઠી એકાદશીની પૂજા વિધિ?

શેરડીનો મંડપ બનાવો, વચ્ચે ચોરસ બનાવામાં આવે છે.

ચોરસના મધ્યમાં ઈચ્છો તો ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિ રાખી શકો છો.

ચોરસની સાથે જ ભગવાન વિષ્ણુના ચરણ ચિન્હ બનાવવામાં આવે છે, જેને ઢાંકી દેવામાં આવે છે.

ભગવાનને શેરડી, સિંગોડા અને ફળ-મીઠાઈ સમર્પિત કરવામાં આવે છે.

ઘી નો એક દીવો પ્રગટાવવામાં આવે છે, જે આખી રાત પ્રગટતો રહેવો જોઈએ.

ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવામાં આવે છે, અને ચરણોને સ્પર્શ કરીને તેમને જગાવવામાં આવે છે.

શંખ-ઘંટ અને કીર્તનની ધ્વનિ કરવામાં આવે છે.

તેના પછી વ્રત-ઉપવાસની કથા સાંભળવામાં આવે છે.

તેના પછી બધા મંગળ કાર્ય વિધિવિધાનથી શરુ કરવામાં આવે છે.

ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે મનોકામનાઓ માંગવામાં આવે છે તે પુરી થાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.