પેપ્સીએ કોર્ટમાં પોતે જ કહ્યું જો ઉંદરને 4 દિવસ માઉન્ટન ડ્યુ માં ડુબાડવામાં આવે તો તેનું શું થશે

કેન્દ્ર સરકાર દ્વારા કરાવેલ તપાસમાં ઘણી કંપનીઓના ઠંડા પીણામાં ખતરનાક તત્વ મળી આવ્યાની જાણકારીનો રીપોર્ટ સામે આવી છે. પેપ્સી અને કોકોકોલા જેવી કંપનીઓના ઠંડા પીણામાં એંટીમોની, લીડ, ક્રોમિયમ, ક્રેડમિયમ અને કમ્પાઉન્ડ ડીઈએચપી જેવા ઝેરીલા તત્વ મળે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડ્રગ્સ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડ (ડીટીએબી) એ તપાસમાં પેપ્સી, કોકોકોલા, માઉન્ટન ડ્યુ, સ્પ્રાઇટ અને 7 અપ ઠંડા પીણાના નમુનાને ઉમેરવામાં આવ્યા છે.

7 અપ અને માઉન્ટન ડ્યુ પેપ્સીકો કંપનીના ઉત્પાદન છે તે, સ્પ્રાઇટ કોકોકોલા કંપનીના પીણા છે. તે રીપોર્ટ પછી જ્યાં પીવા વાળા પદાર્થોનું માણસો માટે સુરક્ષિત છે કે નહિ તેની ઉપર પ્રશ્ન ઉભો થાય છે. તે કોર્પોરેટ કંપનીઓના રસાયણો સાથે રમત સામે પણ આંગળી ઉઠી રહી છે. ચોકાવનારી વાત એ છે કે ઠંડા પીણા બનાવનારી કંપની પેપ્સીકો પોતે જ કોર્ટમાં તે સાબિત કરી ચુકી છે કે તેમની બનાવટ ‘માઉન્ટન ડ્યુ’ માં જો કોઈ ઉંદર રાખવામાં આવે તો તે 30 દિવસમાં ઓગળી જાય છે.

આ ઘટના છે 2009 ની. ત્યારે અમેરિકાના મૈડીસન કાઉંટીમેં રહેનારા રોનાલ્ડ બોલે દાવો કર્યો છે કે તેમણે તેની ઓફિસમાં માઉન્ટન ડ્યુ નું કેન ખરીદ્યું, તેનો સ્વાદ તેમણે ખુબ જ ખરાબ લાગ્યો. તેમણે કોર્ટમાં એ દાવો કર્યો કે જયારે તેમણે પીણું પીધું તો એટલી ખરાબ રીતે બીમાર થઇ ગયા કે તરત ઉલટીઓ કરવા લાગ્યા. બોલે આરોપ કર્યો કે ‘માઉન્ટન ડ્યુ ના આ કેનને એક કપમાં ફેરવી નાખ્યું તો તેમાંથી એક મરેલો ઉંદર નીકળ્યો’ બોલે પેપ્સીકોને ફરિયાદ પત્ર સાથે ઉંદર પણ મોકલ્યો. તેમનું કહેવું છે કે પીણામાં ઉંદરનું શરીર ઓગળી ગયું હતું.

પેપ્સીકોએ બોલના દાવાને કાઢી નાખ્યો અને કેસ કાઢી નાખવા માટે એક એફિડેવિટ રજુ કર્યું, જેમાં કંપનીએ કહ્યું કે ટેસ્ટીંગ એ બતાવે છે કે ઉંદર એટલા સમયમાં ઓગળી ગયો હશે, જેટલો સમયમાં બોટલિંગ થી લઈને તેના પીવા સુધીનો દાવો કર્યો છે. વેટેરીનેરીયલ લારીસ મૈક્ગીલ એ મેળવ્યું કે એપ્રિલ 2008 માં જયારે કેનને શીલ કરવા મોકલ્યું હતું, ત્યારથી જો તેમાં ઉંદર હતો તો તે 30 દિવસ પછી ‘જેલી-જેવો’ પદાર્થમાં ઓગળી ગયો હોત.

તેમનું કહેવું છે કે ‘તે એસીડીક દ્રવ્યની એવી અસરથી તે જાણકાર છે, જે કે માઉન્ટન ડ્યુ જેવા ઠંડા પીણામાં સામાન્ય વાત છે, તેની ઉંદર કે અન્ય જાનવરો ઉપર અસર થાય છે.’ તેમણે કોર્ટમાં જણાવ્યું કે આ ઉંદર માઉન્ટન ડ્યુ માં ચાર કે સાત દિવસ ડૂબેલો રહે તો ‘તેના હાડકામાં કેલ્શિયમ ન રહી શકે.’ મૈક્ગીલ મુજબ, ફક્ત ‘ઉંદરની પૂંછડીનો ભાગ’ જ બચી શકે.

કોર્ટમાં કંપનીએ કહ્યું કે બોલે માઉન્ટન ડ્યુ નું જે કેન ખોલ્યું, તેને 74 દિવસ પહેલા સેન્ટ લુઇસમાં બોટલ કરવામાં આવ્યું હતું. પેપ્સીકોએ તે પણ કહ્યું કે બોલે કેનમાં ઉંદર હોવાની કોઈ સાબિતી નથી આપી. બોલે 50000 ડોલરની ભરપાઈની માંગણી કરી હતી. જો કે પેપ્સીકો પોતાનો દાવો સાબિત કરવામાં સફળ રહી અને કેસ કાઢી નાખવામાં આવ્યો. હવે તમે સમજી શકો છો કે જો ઉંદર ૩૦ દિવસમાં ઓગળી શકે છે, તો પીણું તમારા શરીરમાં જવાથી કેવી અસર કરી શકે છે.

વિડીયો