73 વર્ષ નાં રીટાયર્ડ ખેતી માં બિન અનુભવી ભાભા એ ધાબા પર ખેતી કરવા નું શરુ કર્યું

છત્તીશગઢની રાજધાની રાયપુરથી 45 કિમી દૂર મહાસમૂદ્ર માં 73 વર્ષ ના ભાગીરથી બીસઈ ખેતી માટે જમીન નહોતી, તેથી તેમણે તેમના ઘરના ધાબા પર જ ધાન્ય ની ખેતી કરી અને ઘરની છતને (ધાબા ને) જ ખેતર બનાવી દીધું. ભાગીરથ દુબરાજ ધાન્ય, શાકભાજી નું વાવેતર કરે છે. કોબીજ ના છોડ સાથે ટામેટાં, રીંગણાં ની સાથે બે પ્રકારના મરચાંનું ઉત્પાદન કરે છે.

એક જ સમયમાં બે પ્રકારની ઉપજ થાય છે. હવે એ આ પ્રયોગને મોટે પાયે કરશે. હવે ઓછા ખર્ચે ધાન્ય ની 14 ઇંચની બાલી થી વધારે ઉપજ પર લેવા માટે પ્રયાશ કરે છે. છોડ તૈયાર કરીને બીજી જગ્યા પર રોપે છે. ફૂલો ના છોડની સાથે ટામેટાં ઉગાડે છે.

વર્ષ 2004 માં એફસીઆઈ થી નિવૃત્ત થયા પછી 100 ચોરસ ફૂટમાં ધાન્ય નું વાવેતર કર્યું અને આ પ્રયોગ સફળ રહ્યો.પછી બે માળનું મકાન કર્યું. ત્રણ હજાર ચોરસ ફૂટ ના ધાબા પર છ ઇંચ માટીનો સ્તર બનાવ્યો. હવે વર્ષ માં તેઓ ત્રણ હજાર ચોરસ ફૂટ ના ધાબા પર જ ખેતી કરે છે.

વર્ષમાં બે ક્વિન્ટલ ધાન્ય બે જુદી જુદી જાતો ની સાથે લે છે. તેના ઉત્સાહને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકીત છે.

ધાબા પર રેતી અને સિમેન્ટ થી આકાર તો અપાવ્યો, પરંતુ લોખંડના સળિયા સાથે વાંસની લાકડી લગાવી. તેમનું માનવું છે કે વાંસ જલ્દી સડતું નથી. વાંસ સાથે પ્રયોગથી ભેજની સમસ્યા દૂર થઇ ગઈ. ધાબા પર છ ઇંચ માટીનો સ્તર બનાવ્યો, માટી સામાન્ય છે. આના માટે ના તો એમણે કોઈ ટ્રેનિંગ લીધી છે ના તો તે પરંપરાગત ખેડૂત છે.

ફેમિલીની જરૂરીયાત ધાબા થી પૂર્ણ

પરિવાર માં પત્ની સિવાય એક પુત્ર છે. તે કહે છે કે છત પર જેટલું અનાજ ઉગાડે છે, તેમના પરિવાર ની જરૂરિયાત માટે પૂરતું છે.

આવી જ ખેતી ચીન માં પણ

ચીન માં પણ આ જ રીતે છત પર ખેતી કરવામાં આવે છે. જેજીઆંગ પ્રાંતના શાયોજિન્ગ શહેર માં પેન્ગ કુઇજેન પણ તેમના ઘરની છત પર ખેતી કરે છે. તેમનું ઘર ચાર માળ વાળું છે, અને છત નું ક્ષેત્રફ્ળ 120 ચોરસ મીટર માં ફેલાયેલું છે.