સોશિયલ મીડિયા પર છવાયો ‘ધડક ગર્લ’ નો જાદુ, ગુલાબી સાડીમાં દેખાઈ માં થી પણ વધારે સુંદર

ઘણા ઓછા દિવસોમાં જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. જાન્હવીએ થોડા સમય પહેલા જ ફિલ્મ ‘ધડક’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરના નાના ભાઈ ઇશાન ખટ્ટર જોવા મળ્યા હતા. જે ફિલ્મમાં અમુક લોકોને જાન્હવી કપૂરનો અભિનય પસંદ આવ્યો, તો અમુક લોકોને તેની અભિનય પ્રતિભા ઉપર પ્રશ્ન ઉભા કર્યા.

જયારથી જાન્હવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તે કોઈને કોઈ કારણે મીડિયાના સમાચારોમાં રહે છે. ક્યારેક તે ફેશન સેન્સને લઈને સમાચારોમાં રહે છે, તો ક્યારેક ફિટનેસને લઈને. ક્યારેક તે વોગ બ્યુટી એવોર્ડ્સમાં પોતાના સ્ટનીંગ લુકથી સૌને આશ્ચર્યચકિત કરી દે છે, તો કયારેક ગરીબોને મદદ કરીને સૌના દિલ જીતી લે છે.

જાન્હવીનું નામ બોલીવુડની સૌથી સ્ટાઇલીશ અભિનેત્રીઓમાં પણ આવે છે. તે અવાર નવાર પોતાના લુક્સથી બધાને આશ્ચર્યચકિત કરી દે છે. તે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની જે પણ તસ્વીરો નાખે છે, તે ઝડપથી વાયરલ થઇ જાય છે. હાલમાં જ ધડક ગર્લના ટ્રેડીશનલ લુકના થોડા ફોટા સામે આવ્યા છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસ્વીરોમાં જાન્હવી ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.

સાડીમાં કોઈ પણ છોકરીની સુંદરતા ઉભરીને સામે આવે છે, અને દરેક છોકરીની જેમ જાન્હવી ઉપર પણ સાડી ઘણી સુટ થાય છે. આમ તો જાન્હવી સાડીમાં ઘણી વખત જોવા મળી ચુકી છે. પરંતુ હાલના દિવસોમાં જે તસ્વીરો વાયરલ થઇ રહી છે, તેમાં તેની સુંદરતા જોવા જેવી છે. ફેંસને જાન્હવીના આ ફોટા ઘણા પસંદ આવી રહ્યા છે.

જાન્હવી પિંક કલરની સાડીમાં ગજબની સુદંર લાગી રહી છે. પ્લેન પિંક બોર્ડર વાળી સાડી સાથે જાન્હવીએ એમ્બ્રોઇડરી વાળી સ્લીવલેસ બ્લાઉઝ પહેરી છે. સરળ મેકઅપ અને ઓપન વેવી હેયર સાથે તે ગજબની લાગી રહી છે. લુક પૂરો કરવા માટે તેણે સિંદુર ટીકો અને હાથોમાં ઢગલા બંધ બંગડી પહેરી છે. આ લુકમાં જાન્હવી ઘણી સુંદર દેખાઈ રહી છે.

સાડીમાં જાન્હવીએ ગ્લેમરસ અંદાઝમાં ઘણા બધા પોઝ આપ્યા. જાન્હવીની જોરદાર અદાઓ જોઇને ફેંસ ખુશ થઇ ગયા. તે તેની આ તસ્વીરોને ઘણી પસંદ કરી રહ્યા છે અને જોરદાર લાઈક અને શેયર પણ કરી રહ્યા છે. તે પહેલા પણ જાન્હવીનો બ્લુ લેંઘા ચોલીમાં ફોટોશૂટના ફોટા ઘણા વાયરલ થયા હતા, જે લોકોને ઘણા પસંદ આવ્યા હતા.

ભારતીય પહેરવેશમાં તે ઘણી જ સુંદર દેખાઈ રહી હતી. જાન્હવીએ એક મેગેઝીનના ફોટોશૂટ માટે આ લેંઘો પહેર્યો હતો. અવાર નવાર જાન્હવીના ટ્રેડીશનલ આઉટફીટમાં ફોટો વાયરલ થઇ રહ્યા છે, જે ભારતીય પહેરવેશ પ્રત્યે તેનો ભાવ દર્શાવે છે. તે એયરપોર્ટ ઉપર કે માર્કેટિંગ કરતી વખતે પણ હંમેશા સિમ્પલ પ્લાઝો સુટમાં જોવા મળે છે.

વાત કરીએ વર્ક ફ્રંટની તો વહેલી તકે જાન્હવી ગુંજન શર્માની બાયોપિક ‘કારગીલ ગર્લ’ માં જોવા મળશે. તે ઉપરાંત તે નેટફ્લીક્સ ઉપર ૧ જાન્યુઆરીના રોજ રીલીઝ થયેલી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ માં પણ જોવા મળે છે. એટલું જ નહિ કાર્તિક આર્યન સાથે તે ‘દોસ્તાના ૨’ ના શુટિંગમાં પણ વ્યસ્ત છે. કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’ અને ‘રુહી આફ્જા’ માં પણ જાન્હવી કામ કરી રહી છે. બધું મળીને એ કહેવું ખોટું નહિ ગણાય કે આ વર્ષ જાન્હવી માટે વ્યસ્ત જવાનું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.