ધાધર, ખરજવું, ખંજવાળ ની નિશાની દુર કરવાના ૧૦ સરળ ઘરગથ્થું ઉપચાર

એક્જીમાં કે ખરજવું, ખંજવાળ થવું એક ક્રોમિક તકલીફ છે જેને લીધે સ્કીન ઉપર નિશાન રહી જાય છે. આ તકલીફ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી પણ તે વધુ પડતા ડીપ્રેશન, એલર્જી, ઉત્તેજક, માઈક્રોબ્સ, ઋતુમાં ફેરફાર અને શરીરમાં હર્મોનના ફેરફાર ને લીધે શરુ થઇ શકે છે.

એક્જીમાંના થોડા સામાન્ય લક્ષણ નક્કી છે – સ્કીન ઉપર લાલાશ, ખંજવાળ, સુકાપણું અને લાલ ચકામાં (rashes) થવા. જયારે એક્જીમાં કે ધાધર ખંજવાળ ઠીક થઇ જાય છે તો પાછળથી ધબ્બા વાળા નિશાન રહી જાય છે જેને એક્જીમાં સ્કાર્સ પણ કહેવામાં આવે છે. આ એક્જીમાં સ્કાર્સ તો ઠીક થવામાં ઘણો સમય લાગી શકે છે. કેમ કે અમુક મેડીસીન કે લોશન થી એક્જીમાંના સ્કાર્સ ને ઠીક કરી શકાય છે. પણ તે ઘણા મોંઘા હોય છે અને તેની કોઈ આડ અસર થવાની શક્યતા પણ રહે છે .

થોડા સહેલા ઘરગથ્થું ઉપચારો અપવાનીને પણ તમે એક્જીમાં ની બળતરા અને ખંજવાળ થી રાહત મેળવી શકો છો અને તેના સ્કાર્સ થી જલ્દી છુટકારો મેળવી શકો છો.

અહિયાં એક્જીમાં સ્કાર્સ કે ધાધર ખરજવું કે નિશાનને ઠીક કરવા માટેના ૧૦ સૌથી અસરકારક ઘરગથ્થું ઉપચાર આપવામાં આવી રહેલ છે.

(૧) મધ

મધ ધાધર ખરજવું ખંજવાળ સાથે ઘણા અને બીજા સ્કીન તકલીફને ઠીક કરવામાં મદદ કરે છે. તેમાં સુથીંગ (શાંતિદાયક), એન્ટીસેપ્ટિક (સડો અટકાવનાર) અને એન્ટીબેક્ટેરીયલ (જીવાણું વિરોધી) પ્રોપર્ટીઝ હોય છે, જે એક્જીમાં સામે લડે છે અને તેના સ્કાર્સ ને તરત દુર કરવામાં મદદ કરે છે.

* રોજ એક્જીમાં ને સાફ કરીને મધ લગાવો.

* કે પછી મધમાં ક્રિસ્ટલાઈઝડ શુગર ભેળવીને સ્ક્રબ તૈયાર કરો. હવે તેને અસરવાળા ભાગમાં લગાવો અને થોડી મિનીટ સુધી ધીમે ધીમે સ્ક્રબ કરો. પછી ચોખ્ખા પાણીથી તેને ધોઈ લો. આવું અઠવાડિયામાં ૩-૪ વખત કરવાથી ખંજવાળ ખરજવાના નિશાન જલ્દી દુર થાય છે.

(૨) એપલ સાઇડર વિનેગર (Apple Cider Vinegar)
સફરજનનું વિનેગર astringent (બંધનકર્તા), એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરીયલ પ્રોપર્ટીઝ હોય છે જે એક્જીમાં ને ઠીક કરવા સાથે સાથે તેમાં સ્કાર્સ ને જલ્દી દુર કરવામાં મદદ કરે છે.

* રોજ દિવસમાં ત્રણ વખત બે બે ચમચી એપલ સાઇડર વિનેગર અને મધને એક ગ્લાસ પાણીમાં ભેળવીને સેવન કરો. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી પાવર) વધશે જેથી સ્કીન ઈમ્ફ્લામેશન અને સ્કાર્સ ઓછો થશે.
* કે પછી સફરજનના વિનેગર માં અડધો વિનેગર અને અડધું પાણી ભેળવીને સ્કીન ઉપર લગાવો. તેનાથી ખંજવાળ અને સુકાપણું ઓછું થશે.

(૩) લીમડો

લીમડો સ્કીન ની રેડનેશ, બળતરા અને ઇન્ફ્લામેશન ને ઓછું કરવામાં મદદ કરે છે, તેથી તેને એક્જીમાં ના ઇલાજમાં ઘણું ફાયદાકારક ગણવામાં આવે છે.

* બે બે ચમચી વાટેલા લીમડાના પાંદડા અને હળદર પાવડર બે ભેળવો.

* હવે તેમાં થોડું તલનું તેલ ભેળવી લો.

* પછી આ મિશ્રણને પોતાની સ્કીન ઉપર લગાવી લો અને ૩૦ મિનીટ પછી સાફ કરી લો.

* આ ઉપચાર રોજ એક વખત કરો.

(૪) ઓટમીલ (Oatmeal)

નિયમિત રીતે જ ઓટમીલ થી ન્હાવા થી સ્કીન મુલાયમ થાય છે અને ખરજવા થી છુટકારો મળે છે. ઓટમીલમાં કુદરતી રીતે જ સફાઈ કરનારા એજેંટસ રહેલા હોય છે જે એક્જીમાં ના સ્કાર્સ થી જલ્દી દુર કરવામાં મદદ કરે છે.

* એક કે બે કપ ઓટમીલ ને મિક્સર માં વાટીને ન્હાવા ના ગરમ પાણીમાં ભેળવી લો.

* હવે તે પાણીમાં પોતાના આખા શરીરને ૨૦ થી ૩૦ મિનીટ માટે ડુબાડીને રાખો. * આ ઉપચાર રોજ કરો. જો સ્થિતિ ખુબ વધુ ખરાબ છે તો તે દિવસમાં બે કે ત્રણ વખત કરો.

(૫) કુવારપાઠું (Aloe Vera)

કુવારપાઠું માં એન્ટી ઇન્ફ્લામેટ્રી અને એંટીમાઈક્રોબીયલ પ્રોપર્ટીઝ હોય છે જે એક્જીમાં ની બળતરા ને ઓછી કરે છે અને એક્જીમાં ના નિશાન ને જલ્દી આછું કરવામાં મદદ કરે છે.

* કુવારપાઠું જેલ ને સીધું અસરવાળા ભાગ માં લગાવો. આવું દિવસમાં બે વખત કરવાથી તમને સ્કાર્સ જલ્દી દુર થશે.

* કે પછી રાત્રે સુતા પહેલા શુદ્ધ કુવારપાઠું જેલ અને વિટામીન ઈ ઓઈલ ને સરખા ભાગે ભેળવીને સ્કાર્સ ઉપર લગાવો. સવારે તેને ગરમ પાણીથી ધોઈ લો. આવું રોજ કરો જ્યાં સુધી કે તમારા નિશાન એકદમ થી મટી ન જાય.

(૬) બેકિંગ સોડા

બેકિંગ સોડાને સ્કીન ના ડેડ સેલ્સ ને કાઢવા માટે exfoliant ની જેમ ઉપયોગ કરી શકાય છે. સાથે જ આ એક્જીમાની ખરજવા ને ઓછું કરવામાં પણ મદદ કરે છે.
* ચાર ચમચી બેકિંગ સોડામાં બે ચમચી પાણી ભેળવીને જાડુ પેસ્ટ તૈયાર કરો.

* હવે તે અસરવાળા ભાગમાં લગાવો અને થોડી મિનીટ પછી ગરમ પાણીથી સાફ કરી લો.