ધન લાભ સિવાય સંતાન સુખ, સારું ભાગ્ય અને યોગ્ય જીવનસાથી પણ આપે છે માં લક્ષ્મી, જાણો ઉપાય

જયારે પણ જીવનમાં ધનની અછત આવે છે કે તેની સાથે જોડાયેલી કોઈ સમસ્યા આવે છે, તો આપણે માં લક્ષ્મીના શરણમાં જઈએ છીએ. હિંદુ ધર્મમાં તો માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ માં લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તેના જીવનમાં ક્યારે પણ ધનની અછત નથી રહેતી. તે વાતને ધ્યાનમાં આખીને અમે, તમે અને ઘણા કરોડ લોકો લક્ષ્મી માતાના પૂજા પાઠ કરીએ છીએ.

આમ તો ઘણા લોકો એ વાત જાણે છે કે, માં લક્ષ્મી ધન લાભ ઉપરાંત ઘણા બીજા ફાયદા પણ આપે છે. આજે અમે તમને તે ફાયદા વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. તમે ધન પ્રાપ્ત કરવા માટે તો ઘણા બધા લક્ષ્મી ઉપાય અજમાવ્યા હશે, પરંતુ બીજા લાભ મેળવવા માટે કયા ઉપાયો કરવાના હોય છે? તેના વિષે અમે તમને જણાવીશું.

ધન લાભ ઉપરાંત આ ફાયદા આપે છે માં લક્ષ્મી :

સારું નસીબ :

માં લક્ષ્મીની પૂજા કરી તમે તમારા ભાગ્યને પણ પ્રબળ બનાવી શકો છો. તે બાબત ધન લાભથી પણ થાય છે. જયારે તમે માતા રાનીની પૂજા કરો છો, તો તમારું ભાગ્ય ચમકવા લાગે છે અને સારા લાભ સાથે ધન આગમનની શક્યતા વધી જાય છે. આમ તો ધન ઉપરાંત તમે બીજા કામોમાં પણ તમારું ભાગ્ય ઉજ્વળ કરી શકો છો, તેના માટે તમે શુક્રવારના દિવસે માં ની પૂજા પછી તેમને પીળા રંગની સાડી ચડાવી દો.

આ સાડીને એક દિવસ માં ના ચરણોમાં જ રહેવા દો અને બીજા દિવસે આ પીળા વસ્ત્ર (સાડી) નું દાન કોઈ ગરીબ મહિલાને કરી દો. એમ કરવાથી તમારા નસીબના તારા રાતો રાત ચમકવા લાગે છે.

સંતાન સુખ :

જો કોઈ દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું તો તે દરેક શુક્રવારે માં લક્ષ્મીની પૂજામાં ૭ સિક્કા ચડાવે. આ સિક્કા ૧ થી લઈને ૧૦ રૂપિયા સુધીના હોઈ શકે છે. તમારે પહેલા માં લક્ષ્મીની પૂજા કરવાની છે ત્યાર પછી આ સાતે સિક્કાને પૂજવાના છે. હવે શુક્રવારના દિવસે જ આ સિક્કા સાત બાળકોને વહેંચી દો. આ ઉપાય સતત સાત શુક્રવાર સુધી કરો. તમને સંતાન સુખ મળી જશે.

યોગ્ય જીવનસાથી :

જો તમે કુંવારા છો અને તમારા માટે એક યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા છો, તો માં લક્ષ્મી તેમાં તમને મદદ કરી શકે છે. તેના માટે તમારે શુક્રવારના દિવસે માં લક્ષ્મીના નામનું વ્રત રાખવાનું છે. ત્યાર પછી માતા રાનીને પ્રસાદના રૂપમાં નારીયેલ ચડાવવાનું છે. આ નારીયેલ ઉપર તમે એક લાલ રંગનો દોરો પણ બાંધો.

હવે બીજા દિવસે એટલે કે શનિવારના દિવસે આ નારીયેલનો દોરો કાઢી તમારા હાથ કે ગળામાં પહેરી લો, નારીયેલને તમે ફોડી દો અને પ્રસાદ તરીકે ખાઈ લો. આ વ્રતમાં ધ્યાન રાખશો કે આ નારીયેલને તમારે એકલાએ જ ખાવાનું છે. તે કોઈ બીજાને ન આપશો.

આ લાભ જે તમે માતા લક્ષ્મીની પૂજા કરી પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે આવતી વખતે માત્ર ધન માટે જ નહિ પરંતુ તે ફાયદા માટે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન જરૂર કરશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.