ધનની ઉણપ હોયને કોઈ મદદગાર ના હોય તો શનિવારે કરો આ ઉપાય, શનિદેવ બનાવી દેશે માલામાલ.

શનિદેવના આશીર્વાદથી તમે પણ બની શકો છો માલામાલ, શનિવારે કરો ફક્ત આ ઉપાય.

માન્યતા અનુસાર, જો વ્યક્તિ પોતાના જીવનના દુઃખ અને ગરીબીમાંથી મુક્તિ મેળવવા માંગે છે, તો તેમના માટે શનિદેવની પૂજા શુભ માનવામાં આવે છે, જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે શનિદેવનો દિવસ શનિવાર હોય છે, આ દિવસે ન્યાયના દેવતા શનિ દેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘણીવાર જોવા મળે છે કે શનિદેવનું નામ પડતાની સાથે જ લોકોના મનમાં ડર ઉત્પન્ન થવા લાગે છે, પરંતુ લોકોએ શનિદેવથી ડરવાની જરૂર નથી કારણ કે તે કર્મો અનુસાર ફળ આપે છે, જો તમારા કર્મ સારા હશે, તો તમારી ઉપર શનિદેવ હંમેશા કૃપાળુ રહેશે, પરંતુ ખરાબ કર્મો કરવા વાળા લોકો શનિ દેવની સજાનો ભોગ બને છે.

શનિ દેવતાને એક એવા દેવ માનવામાં આવે છે, જો વ્યક્તિ તેને પ્રસન્ન કરી લે તો તેના આશીર્વાદથી વ્યક્તિ સમૃદ્ધ થઈ શકે છે, આજે અમે તમને શનિદેવને પ્રસન્ન કરવા માટેના કેટલાક સરળ ઉપાય જણાવી રહ્યા છીએ, જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિના જીવનમાં પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થઈ રહી છે, તો તમે તમારા ઘરમાં ધન વૃદ્ધીના લાભ પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે કેટલાક ઉપાયોની મદદ લઇ શકો છો, જો તમે શનિવારના દિવસે કેટલીક વાનગીઓનું દાન કરો છો અને સેવન કરો છો તો શનિદેવ ખુશ થશે અને તમને શ્રીમંત બનાવશે.

શનિવારે આ રીતે કરો શનિદેવને પ્રસન્ન

1. તમે તમારા જીવનમાં ચાલી રહેલી તકલીફો માંથી છૂટકારો મેળવવા માટે શનિવારના દિવસે ખીચડી, ચોખા, કાળા ચણાના શાકનું સેવન કરો, તેનાથી શનિદેવ ખુશ થશે, જો તમે આ વસ્તુઓનું સેવન કરો છો, તો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને સામાજિક ક્ષેત્રમાં માન સન્માન પ્રાપ્ત થશે.

2. જો કોઈ વ્યક્તિ ઉપર શનીની સતીસાતી અથવા શનિ દોષ ચાલી રહ્યા છે, તો તેવામાં શનિવારના દિવસે અડદની દાળની ખીચડી ખાવી જોઈએ, તેનાથી તમારી આ મુશ્કેલીઓ દૂર થશે.

૩. તમે શનિવારના દિવસે તલના લાડુ, મીઠી પૂરી, અડદની દાળનો ભોગ ચડાવો અને ત્યાર પછી તમે કોઈ કાળા કૂતરા, કાળી ગાય, કાગડાને તે ખવરાવો, ત્યાર પછી આ પ્રસાદ તમે ગ્રહણ કરો અને કુટુંબમાં રહેતા તમામ લોકોને પણ પ્રસાદ વહેચો.

શનિવારે આ પ્રકારની બેદરકારી ન રાખો

શાસ્ત્રો અનુસાર, જોવામાં આવે તો નાની નાની બેદરકારીથી પણ શનિદેવ નારાજ થઇ જાય છે, જો તમે શનિદેવને પ્રસન્ન કરીને તેની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો તમે નીચે આપવામાં આવેલા નિયમોનું પાલન કરો :-

શનિદેવની પૂજામાં લાલ રંગનો ઉપયોગ ન કરો, કારણ કે લાલ રંગ મંગળનું પ્રતિક હોય છે અને મંગળ સાથે શનિની દુશ્મનાવટ છે, તમે તેમની પૂજામાં વાદળી અથવા કાળા રંગનો ઉપયોગ કરી શકો છો.

શનિ દેવતાને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે, તેથી તમે તેની પૂજા આ દિશામાં તમારુ મોઢું રાખો, તમે કોઈ બીજી દિશામાં મોઢું રાખીને શનિદેવની પૂજા ન કરો, નહીં તો તમારે તેમના ગુસ્સાનો સામનો કરવો પડશે.

શનિદેવની પૂજા કરતી વખતે તમે તેની આંખોમાં ન જુઓ, કેમ કે તેના કારણે જ મુશ્કેલીઓ વધે છે.

શનિદેવની પૂજામાં સફેદ તલના લાડુ ન ચડાવો, તમે કાળા તલ ચડાવી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)