ધન, સફળતા અને આનંદથી ભરાઇ જશે તમારું જીવન, બસ કરો વાસ્તુ શાસ્ત્રના આ સરળ ઉપાય

માણસના જીવનમાં દરરોજ જાત જાતની પરિસ્થિતિઓ ઉભી થાય છે, ક્યારેક વ્યક્તિનો દિવસ આનંદથી ભરેલો રહે છે તો ક્યારેક તકલીફો ઉભી થવા લાગે છે. જે પણ સમસ્યાઓ તમારા જીવનમાં આવે છે તેની પાછળ વાસ્તુ દોષ ઘણે અંશે જવાબદાર રહે છે. જો તમારા ઘરમાં કે પછી આસપાસ વાસ્તુ દોષ છે, તો તેના કારણે જ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી થતી રહે છે, જેને લઈને તમે ઘણા દુઃખી રહો છો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરની તકલીફો દુર નથી થઇ રહી, કે પછી તમારી પાસે ધન નથી રહેતું, કે પછી કુટુંબના કોઈને કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે, તો તેવામાં તમે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા થોડા ઉપાયો કરી શકો છો. જો તમે વાસ્તુ શાસ્ત્રના આ થોડા સરળ ઉપાય કરો છો, તો તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે અને કુટુંબમાં સુખ સમૃદ્ધી અને આનંદ જળવાઈ રહેશે. આ ઉપાય ઘણા સરળ અને અસરકારક માનવામાં આવ્યા છે. આવો જાણીએ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ સરળ ઉપાયો વિષે.

જો તમે ઈચ્છો છો કે, તમને સુખ સમૃદ્ધીની પ્રાપ્તિ થાય અને તમારું દુર્ભાગ્ય દુર થાય, તો તેના માટે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર સિંદુરથી સ્વસ્તિકનું નિશાન બનાવો. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ૯ આંગળી લાંબો અને ૯ આંગળી પહોળો સ્વસ્તિક બનાવો છો તો તેનાથી તમને સુખની પ્રાપ્તિ થાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે અને કુટુંબના લોકો પ્રગતી મેળવે, તો તેના માટે ઘરમાં રહેલા તમામ પ્રકારના વાસ્તુ દોષને દુર કરવા ઘણા જ જરૂરી છે. તમે તેના માટે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર એક તરફ કેળાનું ઝાડ અને બીજી તરફ તુલસીનો છોડ કુંડામાં લગાવી દો. તેનાથી ઘરના વાસ્તુ દોષ દુર થાય છે અને કુટુંબના લોકોને સફળતા મળે છે.

જો તમે કોઈ પ્લોટ ખરીદી રાખ્યો છે પરંતુ તેમાં મકાન નથી બનાવી શકતા, એટલે કે મકાન બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો તમે આ પ્લોટમાં દાડમનો છોડ પુષ્ય નક્ષત્રમાં લગાવી દો. આ ઉપાય કરવાથી તરત જ મકાન બનવાના યોગ ઉભા થશે.

જો તમારા ઘરના મંદિરમાં રોજ નિયમિત રીતે એક દીવો પ્રગટાવો છો અને શંખનો અવાજ ત્રણ વખત સવારે અને સાંજના સમયે કરો છો, તો તેનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે. એટલું જ નહિ પરંતુ આ ઉપાય કરવાથી ભગવાનના આશીર્વાદ પણ મળે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જે પોતાના ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલ અર્પણ કરે છે, તેને બીજા દિવસે દુર કરી દેવા જોઈએ અને દેવી દેવતાઓને નવા ફૂલ ચડાવો.

જો તમારા કટુંબને ખરાબ નજરથી બચાવવા માગો છો, તો તેના માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર સમુદ્રી ઝાગ(દરિયાઈ ફીણ), કોડી, શંખ, લાલ કપડામાં કે પછી નાડાછડીમાં બાંધીને દરવાજા ઉપર લટકાવી દો. તેનાથી ખરાબ નજરથી રક્ષણ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.