ધનની તંગીથી છુટકારો મેળવવા માટે કરો રવિવારના રોજ દુધનો નાનો એવો ઉપાય, જીવનની અડચણો થશે દુર

આજના સમયમાં જોવામાં આવ્યું છે કે વ્યક્તિના જીવનમાં હંમેશા ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઉભી થતી રહે છે. તેના પૈસા કારણ વગર આમ તેમ ખર્ચ થઇ જાય છે, જેને કારણે આર્થિક તકલીફો ઉત્પન થવા લાગે છે. એટલું જ નહિ પરંતુ વ્યક્તિ પોતાની આવકના નવા સ્ત્રોત ઉભા કરવામાં લાગી રહે છે પરંતુ તે સફળ નથી થઇ શકતા.

જો તમે પણ આવા પ્રકારની તકલીફોમાંથી પસાર થઇ રહ્યા છો, તો તેના માટે આજે અમે તમને થોડા સરળ અને અસરકારક ઉપાય જણાવવાના છીએ. આ ઉપાયો કરવાથી તમારા જીવનની ધન સાથે જોડાયેલી તકલીફો સાથે ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થશે.

આજે અમે તમને રવિવારના દિવસે કરવામાં આવતા થોડા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય તમને ધનની અછતમાંથી છુટકારો અપાવવામાં મદદ કરશે, અને જીવનના રસ્તામાં આવી રહેલી અડચણો ઘણી જ જલ્દી દુર કરી શકે છે.

આવો જાણીએ રવિવારના દિવસે ક્યા ઉપાય કરવા?

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે ઘણા બધા પૈસા હોય, જેથી તે પોતાનુ જીવન આનંદમય પસાર કરી શકે. જો તમને પણ ધનદોલતની ઈચ્છા છે, તો તેના માટે સૃય ગ્રહનું કુંડળીમાં મજબુત હોવું ઘણું જ જરૂરી છે. જો તમે સૂર્યને મજબુત બનાવવા માગો છો, તો તેના માટે તમે દૂધના ઉપાય કરી શકો છો.

તમે રવિવારની રાત્રે સુતા સમયે પોતાના ઓશિકા પાસે એક ગ્લાસ દૂધ રાખીને સુઈ જાવ અને બીજા દિવસે સવારે ઉઠીને આ દૂધને બાવળના ઝાડના મૂળમાં અર્પણ કરી દો. જો તમે એમ કરો છો તો તેનાથી કુંડળીમાં સૂર્ય મજબુત થશે અને જીવનના માર્ગમાં આવનારી અડચણો દુર થશે.

milk4

જો કોઈ વ્યક્તિને નોકરીના ક્ષેત્રમાં તકલીફ પડી રહી છે, કે પછી વેપારમાં નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેના માટે રવિવારના દિવસે તમે પીપળાના ઝાડ નીચે દીવડો પ્રગટાવો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, જે દીવડો પ્રગટાવશો તે ચોમુખો દીવડો હોવો જોઈએ અને તેમાં સરસીયાના તેલનો જ ઉપયોગ કરવો. આ ઉપાય કરવાથી તમારા જીવનની મુશ્કેલીઓ દુર થશે.

જો તમે સૂર્ય દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતના ૧૧ વખત પાઠ કરો, તેની સાથે જ તાંબાના કળશમાં જળ ભરીને અર્પણ કરો, આ ઉપાય કરવાથી સમાજમાં માન સન્માન મળે છે અને તમે તમારા જીવનમાં પ્રગતી પ્રાપ્ત કરશો.

જો તમે આર્થિક તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે રવિવારના દિવસે ચાંદીના વાસણમાં પાણી ભરીને તેનું સેવન કરો. જો તમારી પાસે ચાંદીનો ગ્લાસ નથી તો તેની જગ્યાએ તમે સામાન્ય ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તેમાં ચાંદીની વીંટી જરૂર નાખી દો, આ ઉપાય કરવાથી ધન પ્રાપ્ત થાય છે.

જો તમે તમારા કામકાજમાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, તમારા અથાગ પ્રયાસ કરવા છતાં પણ તમારા કાર્ય બગડી રહ્યા છે, તો તેવામાં તમે રવિવારના દિવસે કાળા કુતરા કે પછી ગાયને રોટલી જરૂર ખવરાવો. તેની સાથે જ તમે કાળી ચકલીને દાણા નાખો, આ ઉપાય કરવાથી સૂર્ય કુંડળીમાં મજબુત બનશે, તેની સાથે સાથે શનિ ગ્રહ પણ મજબુત થાય છે, જેના કારણે તમારા અટકેલા કાર્ય પુરા થવા લાગશે.