ધનતેરસ અને ધનવંતરિ જયંતી આ વખતે 2 દિવસ, ક્યારે છે કાળી ચૌદસ જાણી લો વિગત

સનાતન ધર્મમાં આસો વદ તેરસથી કારતક સુદ બીજ એટલે પાંચ દિવસ સુધી ચાલતા પ્રકાશ પર્વના શ્રીગણેશ ધન તેરસથી થઈને યમ બીજ સુધી ચાલે છે.

પ્રકાશ પર્વનો પ્રથમ દિવસ આસો વદ તેરસ ૨૫ ઓક્ટોબરના રોજ આવી રહ્યો છે. તેરસની તિથી આ દિવસે સાંજે ૪.૩૨ વાગ્યે ચાલુ થઇ રહી છે, જે ૨૬ ઓક્ટોબરના રોજ દિવસે ૨.૦૮ વાગ્યા સુધી રહેશે. તેવામાં આ વખતે ધનતેરસ ૨૫ ઓક્ટોબરના રોજ અને ધનવંતરી જયંતિ ૨૬ ઓક્ટોબરના રોજ થશે.

કારણ એ છે કે, શાસ્ત્રોમાં યમરાજના ભયથી મુક્તિ નિમિત્ત આસો વદ તેરસ ઉપર પ્રદોષ કાળમાં યમના નિમિત્ત દીપદાનનું પણ મહત્વ દર્શાવામાં આવ્યું છે. ભગવાન ધનવંતરીનું પ્રાગટ્ય પૂર્વાહનમાં થવાથી ધનવંતરી જયંતિ તેના બીજા દિવસે એટલે કે ૨૬ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે અને આ રીતે બંને પર્વ અલગ અલગ આવી રહ્યા છે.

પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત ઋષિ ત્રિવેદીના જણાવ્યા મુજબ, ૨૬ ઓક્ટોબરના રોજ ધનવંતરી જયંતિ સાથે જ સાંજે ચંદ્રોદય વ્યાપિની આસો વદ ચૌદશ અને મેષ લગ્નમાં હનુમાન જયંતિ ઉજવવામાં આવશે.

ધનતેરસ ઉપર સાંજે યમરાજને પ્રસન્ન કરવા માટે ઘરના દ્વાર ઉપર પાંચ વાટ(બાટી) વાળા દીવડા મુકવાનું વિધાન છે. આ દીપ પર્વ ઉપર યમનું બે દિવસ ધનતેરસ અને યમ બીજ ઉપર સ્મરણ કરવામાં આવે છે. તેમાં યમના નિમિત્ત દીપદાનથી અકાળ મૃત્યુનો દર દુર થાય છે, અને જીવન નીરોગી પણ બની રહે છે.

ધનતેરસ ઉપર લોકો દ્વારા સોનું, ચાંદી, ઘરેણા, વાસણ વગેરેની ખરીદી કરી લક્ષ્મી, ગણેશ અને કુબેર વગેરેનું રાત્રીના સમયે પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે, સમુદ્ર મંથનમાં જે પ્રકારે કળશ સાથે મહામાયા લક્ષ્મીનું અવતરણ થયું હતું. તેના પ્રતિક સ્વરૂપે એશ્વર્ય વૃદ્ધી માટે સોનું, ચાંદી, ઘરેણા અને વાસણ ખરીદવાની પરંપરા ચાલતી આવે છે.

મય પૂજન : ધનતેરસ ઉપર જ મયના પૂજનની પણ પરંપરા છે. લંકાપતિના સસરા કશ્યપ ઋષિના પુત્ર મયની તુલના મહાન શિલ્પીઓમાં કરવામાં આવે છે. લંકાના વિશિષ્ટ ભવનોનું નિર્માણ પણ મય દ્વારા કરવામાં આવ્યું હતું. મહાભારત કાળમાં જમીન પર જળ અને જળ પર જમીનનો ભ્રમ ઉપજાવવા વાળો મહેલ પણ મય દ્વારા નિર્મિત હતો.

વ્યક્તિનું મહત્વ અને તેનું સન્માન તેના જ્ઞાન અને કર્મના આધાર ઉપર થાય છે. તે શાશ્વત મૌલીક આદર્શ સ્વરૂપ દીપ પર્વ મહોત્સવના પ્રથમ દિવસ એટલે ધનતેરસ ઉપર જ તે આદર્શના પ્રતિબિંબ મયના નામે એક દીવડો પ્રગટાવીને શિલ્પ અને શિલ્પકારને સન્માન આપવાની પરંપરા છે.

ધનતેરસ : લક્ષ્મી પૂજનના શુભ મુહુર્ત

દિવસે : ૨.૪૧ થી ૩.૧૫ વાગ્યા સુધી

સાંજે : ૬.૫૦ થી ૮.૪૦ વાગ્યા સુધી

દિવાળી ૨૭ ઓક્ટોમ્બરના રોજ

પ્રકાશ પર્વનો મુખ્ય ઉત્સવ દિવાળી આસો માસની અમાસની તિથીએ ૨૭ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. લક્ષ્મી પૂજનના શુભ મુહુર્ત સ્થિર લગ્ન વૃષ ૭.૪૬ થી ૮.૪૨ રાત સુધી રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.