ધનુ રાશિમાં ગુરુ : જાણો કુંડળીમાં એનો પ્રભાવ, ઉપાય અને બધી રાશિઓ પર શુભ-અશુભ અસર

જ્યોતિષમાં ગુરુ સૌથી શુભફળદાયી ગ્રહ માનવામાં આવે છે. ગુરુ સંતાન, ધન અને જ્ઞાનના કારક માનવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં દ્રિતીય, પંચમ, નવમ અને એકાદશી ભાવના કારક હોય છે. લગભગ 12 વર્ષો પછી પુનઃ 5 નવેમ્બરની સવારે 5 વાગીને 17 મિનિટ પર પોતાની રાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યા છે. 29 વર્ષ 2020 સુધી આ રાશિમાં સ્થિત રહશે.

જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ સારી સ્થિતિમાં રહે છે તો તે વ્યક્તિ માન-સમ્માન અને ભાગ્યનો ઉદય થાય છે. ગુરુ, ધનુ અને મીન રાશિના સ્વામી છે. આ કર્ક રાશિમાં ઉચ્ચ અને મકર રાશિમાં નીચ માનવામાં આવ્યા છે. કુંડળીમાં ગુરુના પ્રતિકૂળ થવા પર સમસ્યાઓ આવે છે એવામાં ગુરુને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરવામાં આવે છે. બૃહસ્પતિને વધારે પ્રસન્ન કરવાના ઉપાય

ગરૂવારનુ વૃત કરો, પીળા વસ્ત્ર ધારણ કરો, ગાયની સેવા કરો, ખોટું બોલતા હોય તો બંધ કરો. કેરી-પીપળા કે દાડમ નું ઝાડ લગાવો. દરરોજ ॐ बृं बृहस्पतये नमः मन्त्र નો 108 વખત જાપ કરો. જો કુંડળીમાં વૃહસ્પતિ ગ્રહ અનુકૂળ અવસ્થામાં નથી તો પોખરાજ રત્ન ધારણ કરવો જોઈએ.

ગુરુ ધનુ રાશિમાં ગોચરથી બધી રાશિઓ પર અસર

મેષ રાશિ : ભાગ્ય વૃદ્ધિ, વિદેશ યાત્રાનો યોગ, તીર્થ યાત્રા અને મુસાફરીનો આનંદ મળશે.

વૃષભ રાશિ : ખર્ચ વધારે થશે. ધન ભાવ માં પણ આની દ્રષ્ટિ ફળસ્વરૂપ રોકાયેલું ધન પાછું આવશે. અચલ સંપત્તિની ખીરીદી કરી શકો છો.

મિથુન રાશિ : વેપારના ક્ષેત્રમાં ઉન્નતિ અને નોકરીમાં પ્રમોશનનો અવસર આવશે.

કર્ક રાશિ : નોકરીમાં પ્રમોશન અને નવા અનુબંધની પ્રાપ્તિના યોગ બનશે.

સિંહ રાશિ : શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળશે. વિદેશ યાત્રાના યોગ બનશે, તીર્થયાત્રાનો પણ આનંદ મળશે.

કન્યા રાશિ : માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિના દરવાજા ખોલી નાખશે.

તુલા રાશિ : નોકરીમાં પ્રમોશન અને નવા અનુબંધની પ્રાપ્તિ થશે. વેપારની દ્રષ્ટિએ ઉત્તમ રહશે.

વૃશ્ચિક રાશિ : આવકના સાધન વધશે, ગયેલા નાણાં પાછા આવવાની સંભાવના છે.

ધનુ રાશિ : નોકરીમાં પ્રમોશન અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાન સંબંધિત ચિંતાથી મુક્તિ મળશે.

મકર રાશિ : મકાન વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે, માનસિક સુખની પ્રાપ્તિ થશે.

કુંભ : વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને વેપરમા ઉન્નતિનો યોગ બની રહ્યો છે.

મીન રાશિ : ઉચ્ચાધિકારીઓથી મધુર સંબંધ બનશે.