ધનુ રાશિમાં બન્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ, જે આ 4 રાશિઓ માટે શુભ નથી, ભોગવવા પડશે અશુભ પરિણામ

ધન સમૃદ્ધી , માન સન્માન અને સોંદર્ય માટે શુક્રની ઉપાસનાને ઉત્તમ માનવામાં આવે છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહની મહત્વની ભૂમિકા છે. શુક્રએ ૨૧ નવેમ્બરે બપોરે ૧૨ વાગીને ૨ મિનીટ ઉપર વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. શુક્ર ૧૫ ડીસેમ્બરની સાંજે ૦૫ વાગીને ૫૭ મિનીટ સુધી આ રાશિમાં સ્થિત રહેશે.

શુક્રના ધનુ રાશિમાં આવવાથી એક સાથે ૪ ગ્રહ એકત્ર થઈ ગયા છે. જેને કારણે ચતુર્ગ્રહી યોગ ઉભા થઈ રહ્યા છે. શુક્રનું ધનુમાં ગોચર કરવું અને શની, કેતુ અને ગુરુ પહેલાથી તેમાં હોવાને કારણે જ ચાર ગ્રહોના યોગ ઉભા થઉ રહ્યા છે. ચતુર્ગ્રહી યોગ બનવાથી તેની અસર તમામ ૧૨ રાશિઓ ઉપર પણ પડશે.

જ્યોતિષ મુજબ, જયારે બે કે બે થી વધુ ગ્રહ એક જ ઘરમાં પ્રવેશ કરે છે, તો ઘણી પ્રત્યાશીત અને અપ્રત્યાશીત ઘટનાઓ પણ ઘટે છે, તેની અસર સારી પણ હોઈ શકે છે અને ખરાબ પણ. તે ચતુર્ગ્રહી યોગ કોઈના માટે શુભ તો કોઈના માટે અશુભ સમાચાર લાવી શકે છે.

ચતુર્ગ્રહી યોગની અસર :

ચતુર્ગ્રહી યોગ બનવાને કારણે જ ઘણા પ્રકારની અસ્થિરતા અને અશાંતિ આવી શકે છે. ચતુર્ગ્રહી યોગને કારણે જ ઘણા પ્રકારની કુદરતી આફતો આવવાના પણ યોગ ઉભા થઈ રહ્યા છે.

ચતુર્ગ્રહી યોગની અસરને કારણે જ ઉત્તર ભારતમાં ભીષણ ઠંડી અને વાયુ પ્રદુષણનો પ્રકોપ પણ ઉભો થઈ શકે છે. અને તેની શુભ અસરને લઈને ક્રય શક્તિમાં વૃદ્ધી થશે અને ગોલ્ડ અને ડાયમંડના વેપારમાં વધારો થશે.

આ રાશિઓ ઉપર પડશે અસર :

આમ તો ચતુર્ગ્રહી યોગની અસર તમામ ૧૨ રાશિઓ ઉપર પડે છે, પરંતુ કુંભ રાશિના લોકો ઉપર તેની અસર ઊંડી પડશે. આ રાશિઓના વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની માથાકૂટ કે વિવાદથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ : આ રાશિવાળાને આઠમ ભાવનો શુક્ર તેમના આરોગ્યમાં થોડા ઉતારચડાવ લાવશે. ધંધાકીય રીતે લાભની સ્થિતિમાં રહેશો. થોડા બગડેલા કામ સુધરી શકે છે તો સુધરેલા કામ બગડી પણ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી તક પણ મળશે.

મિથુન : કોઈ પણ વાદ વિવાદથી બચીને રહેવાની જરૂર છે, નહિ તો નુકશાન વેઠવું પડી શકે છે. કોર્ટ કચેરીની બાબતથી જેટલા દુર રહો તો સારું છે. તે તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર પણ લાવશે. પરંતુ આ ફેરફાર તમારા માટે શુભ નહિ રહે.

ધનુ : આ રાશિમાં શુક્રનું ગોચર આરોગ્યમાં થોડી ગડબડ ઉભી કરશે. તેમજ શુક્રનું ગોચર સુધરેલા કામ પણ બગાડી શકે છે. કારણ વગર કોઈ સાથે વાદ વિવાદ વધારીને ધનની હાની કરાવી શકે છે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ પણ ઉભા થઈ શકે છે, એટલા માટે સાવચેતી રાખો.

મકર : ચતુર્ગ્રહી યોગને કારણે આ રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે. નાની મોટી યાત્રાઓ કરી શકો છો. કોઈ સંબંધિઓ સાથે તમારે વાદ વિવાદ થઈ શકે છે. તે તમને બીજી જગ્યાએ ક્યાય પ્રેમ સંબંધ પણ કરાવી શકે છે. એટલા માટે તમારા આચરણ ઉપર ધ્યાન રાખો.